ફૂલવાડી

શબ્દગંગાની હૃદય-ઉર્મિ એટલે ફૂલવાડી

એક ગઝલ્-કૈલાસ પંડીત

                         imagescamqnq8j.jpg

સપ્ટેમ્બર-૧૧ ! ગોઝારા પ્રસંગે મારી અશ્રુભરી શ્રધ્ધાંજલી  !

 વિના કારણ જિંદગી  હાથ  ધોઈ  જતી રહી,
 રડતા  મા-બાપ ને બાળ   એ  જોતી  રહી, 
 કેવો સિતમ કરી ગયા!જાનવર જેવા દાનવો!
 આજ સૌ ની યાદ  અમારા અશ્રુમાં વહેતી રહી.

**************************************************

જિંદગીના   હર  કદમ  પર  મારે  અથડાવું પડ્યું,
એટલે    મૃત્યુને     આધિન   છેવટે    થાવું  પડ્યું .

કોઈને      હેરાન    કરવા    છેડ    મેં   કીધી  હતી,
ઉમ્રભર     હેરાન   મારે,     એટલે   થાવું     પડ્યું.

જેની  ચર્ચા,     હું      છડે   ચોકે   કરી લેતો  હતો,
એની    સાથે  વાત  કરતા,   મારે  મૂંઝાવું  પડ્યું.

ગીત  ના ગાઈ  શક્યો, ને સાજ   પણ તૂટી  ગયું,
એટલે   આંસુ    વહાવી   દિલને   બહેલાવું  પડ્યું.

કે  વરસતાં  વાદળા    જેવા, બધા  મિત્રો  મળ્યા,
પ્યાસ   મારી  ના  બુઝી , નાહક   ભીંજાવું  પડ્યું.

September 11, 2007 Posted by વિશ્વદીપ બારડ | ગમતી ગઝલ | | 5 Comments