ફૂલવાડી

શબ્દગંગાની હૃદય-ઉર્મિ એટલે ફૂલવાડી

એક ગઝલ-સુરેન ઠાકર-’મેહુલ’

memories333.jpg 

સંમદર    શોષવાનો    છે     કટુતા પી   જવાની   છે,
હવે   રાહતને   નામે   ક્યાં  કઝાને     જીતવાની   છે.

ભરોસાને    ડુબાડે    છે  ને     ઈશ્વર   નામ  છે   તારું,
હવે    લાગે     છે  તારું   નામ   લેવામાં  ય હાનિ  છે.

પડળ    દ્રષ્ટીને  આવરશે   ચણાશે      આંધળી   ભીંતો
છતાં  આ    ચાહ   મુજને  યોગ્ય    રસ્તે   દોરવાની છે.

આ મારી  અંધ  તન્હાઈ  તને  ના   સ્હેજ  પણ    સ્પર્શી
દશાની   દાઝ    તુજને   ક્યાં   હવે  તો સ્પર્શવાની  છે.

પ્રલોભન   છે    મંઝીલ  છે    ને    પાછી   કાકલુદી  છે,
ઉઠાવો  દોર   આવી  ક્ષણ   ફરી   ક્યાં    આવવાની  છે.

હ્ર્દયના  ગમને   હોઠો  પર   મે   હસતો  કર્યો   ‘મેહુલ’
છતાં   ભૂલી  ગયા     કે આંખને   બંને    લૂછવાની  છે.

September 10, 2007 Posted by વિશ્વદીપ બારડ | ગમતી ગઝલ | | 3 Comments