ફૂલવાડી

શબ્દગંગાની હૃદય-ઉર્મિ એટલે ફૂલવાડી

એક ગઝલ-શ્યામ સાધુ

 image002.gif

કયાંક   ઝરણાની  ઉદાસી  પથ્થરો  વચ્ચે  પડી  છે,
ક્યાંક      તારી       યાદની       મોસમ     રડી    છે!

દોસ્ત,     મૃગજળની     કથા     વચ્ચે    તમે      છો,
આ જુઓ અહિંયાં  તરસ, ત્યાં  વાદળી ઊંચે ચ્ડી છે.

પંખીઓના  ગીત  જેવી    એક  ઈચ્છા  ટળવળે  છે,
ઓ    હ્ર્દય!    બોલો   કે      આ     કેવી      ઘડી  છે.

આવ    માર    આ     રેશમી     દિવસોના  કારણ,
જિંદગી   જેને   કહે   છે   એ    અહીં  ઠેબે  ચડી છે.

ઓ નગરજના! હું અજાણ્યા   દેશનો થાક્યો પ્રવાસી,
લાગણી      નામે      હવેલી     ક્યાં           ખડી    છે?

September 7, 2007 - Posted by વિશ્વદીપ બારડ | ગમતી ગઝલ | | 5 Comments

5 Comments »

  1. શબ્દોના ઉચિત ઉપયોગથી સુંદર ભાવ પ્રગટી શકે છે.

    …… … હરીશ દવે અમદાવાદ

    Comment by હરીશ દવે | September 7, 2007

  2. લાગણીની માગણી કરતાં આજે દીઠાં
    મનભાવતા બોલ લાગ્યા કાનને મીઠાં

    Comment by pravinash1 | September 7, 2007

  3. કયાંક ઝરણાની ઉદાસી પથ્થરો વચ્ચે પડી છે,
    ક્યાંક તારી યાદની મોસમ રડી છે!

    sundar shabdo..

    Comment by કુણાલ | September 7, 2007

  4. ઝરણાની ઉદાસી પથ્થરો વચ્ચે પડી છે,
    ક્યાંક તારી યાદની મોસમ રડી છે!

    દોસ્ત, મૃગજળની કથા વચ્ચે તમે છો,
    આ જુઓ અહિંયાં તરસ, ત્યાં વાદળી ઊંચે ચ્ડી છે.

    પંખીઓના ગીત જેવી એક ઈચ્છા ટળવળે છે,
    ઓ હ્ર્દય! બોલો કે આ કેવી ઘડી છે.
    ekdam sundar rite bhavo pragat thaya chhe..!

    Comment by chetu | September 8, 2007

  5. VERY GOOD

    REMEMBER SOMETHING

    CHAH KO EK AAH KA HAQUE HAI
    AANKH KO EK NIGAHKA HAQUE HAI
    HAR JIGAR MEIN DIL HAI
    HAR EKKO CHAHAT KA HAQUE HAI

    Comment by REKHASDEDHIA | September 15, 2007

Leave a comment