ફૂલવાડી

શબ્દગંગાની હૃદય-ઉર્મિ એટલે ફૂલવાડી

વટમાં જીવ્યા-કિરણ ચૌહાણ

 image001computer.gif

આજ સવારથી સિસ્ટ્મ ડાઉન હતી! ત્યારે જે મન પર અસર થાય તે આ ચિત્રમાં નિહાળો!

*******************************************

તડકાના  ત્રાટકમાં  જીવ્યા, વરસાદી  વાછટમાં  જીવ્યા,
કાયમ  એક  ખુમારી સાથે,  ઘટમાં તોયે વટમાં જીવ્યા.

આંખ   હોઠને  હૃદયની   વચ્ચે  થીજેલા  સંકટમાં જીવ્યા,
મર્યાદાની  ચુનરી  ઓઢી  સપનાંઓ   ઘૂંઘટમાં   જીવ્યા.

આ   તે  કેવો  મનસૂબો  ને  આ કેવી  ખટપટમાં જીવ્યા,
તેજ   સૂર્યનું  ચોરી   લેવા  તારાઓ  તરકટમાં   જીવ્યા.

જીવ  સટોસટની  બાજી છે , તો પણ સાલું મન રાજી છે,
ભલે ચૈન ના પામ્યા તોયે  મનગમતી  એક રટમાં જીવ્યા.

સુગંધભીની  સાંજની  વચ્ચે, રંગીલા  એકાંતની   વચ્ચે,
શ્વાસ કસુંબલ  માણ્યો  જ્યારે,જ્યારે  તારી  લટમાં જીવ્યા.

August 29, 2007 - Posted by વિશ્વદીપ બારડ | ગમતી ગઝલ | | 7 Comments

7 Comments »

  1. nice one

    Comment by chetu | August 29, 2007

  2. કાયમ એક ખુમારી સાથે, ઘટમાં તોયે વટમાં જીવ્યા…સરસ રચના છે…અને પિકચર પણ સરસ લીધેલ છે…

    Comment by Rekha | August 29, 2007

  3. Good.

    Comment by pravinash1 | August 30, 2007

  4. ગઇકાલે જ વિચારતી હતી કે કંપ્યુટર બગડે તો શું થાય ? હવે એના વિના ના ચાલે.
    એ વિચારના સંદર્ભમાં આ રચના ઘણી સુસંગત લાગી અને તેથી ગમી.

    Comment by Devika Dhruva | August 31, 2007

  5. આંખ હોઠને હૃદયની વચ્ચે થીજેલા સંકટમાં જીવ્યા,
    મર્યાદાની ચુનરી ઓઢી સપનાંઓ ઘૂંઘટમાં જીવ્યા.

    good one

    Comment by shivshiva | August 31, 2007

  6. very nice ..tej surya nu chori leva tarao tarakat ma jivya

    Comment by nilam doshi | September 5, 2007

  7. VERY GOOD,

    JINEKE LIYE “HIMAT” KI JAROORAT HAI

    THIS IS VERY GOOD GAZAL

    Comment by REKHASDEDHIA | September 15, 2007

Leave a comment