એક ગઝલ-હેમેન શાહ
-તો દોસ્ત, હવે સંભળાવ ગઝલ, બહું એક્લવાયું લાગે છે;
લે મૂક , હથેળીમાં મખમલ, બહું એક્લવાયું લાગે છે.
શાયદ મારો ભૂક્કો થાશે કે ઢાંચામાં જકડાઈ જઈશ,
શું થશે એ કહેવું ન સરલ, બહું એક્લવાયું લાગે છે.
કૂવો બેઠો આતુરતાથી , વરસી ના એકે પનિહારી,
સંકોચાતું મરજાદી જલ , બહું એક્લવાયું લાગે છે.
ઉનાળો લઈને ખોબામાં જંગલ જંગલ ભટક્યા કરવું,
બે આંખો ત્યાં ભાળી શીતલ , બહું એક્લવાયું લાગે છે.
ખખડાવે ખુલાસાના રસ્તા, શંકાના ભીંડેલા દરવાજા,
સોંસરવો છે આ કોલાહલ , બહું એક્લવાયું લાગે છે.
-હેમેન શાહ( ૦૯-૦૪-૧૯૫૭), વ્યસાયે ડૉકટર. મુંબઈમાં રહે છે. ત્રિપદી એમની વિશિષ્ટતા.
ગઝલ વધુ માફક આવે . ‘તો દોસ્ત હવે સંભળાવ ગઝલ’ એમની ચુનંદી રચનાઓનો સંચય.





ગઝલ સરસ છે.
સરસ મખમલ- સરસ
તો દોસà«àª¤, હવે સંàªàª³àª¾àªµ ગàªàª², બહà«àª‚ àªàª•à«àª²àªµàª¾àª¯à«àª‚ લાગે છે;
લે મૂક , હથેળીમાં મખમલ, બહà«àª‚ àªàª•à«àª²àªµàª¾àª¯à«àª‚ લાગે છે.
કૂવો બેઠો આતુરતાથી , વરસી ના એકે પનિહારી,
સંકોચાતું મરજાદી જલ , બહું એક્લવાયું લાગે છે.
- પનિહારીના વરસવાની વાતમાં જે વ્યંજના છે અને જળના મર્યાદાથી સંકોચાવાની વાતમાં જે કાવ્યસિદ્ધિ છે એ અદભુત છે…
બહુ એકલવાયુ લાગે છે…સરસ ગઝલ છે.
તો દોસ્ત, હવે સંભળાવ ગઝલ, બહું એક્લવાયું લાગે છે;
લે મૂક , હથેળીમાં મખમલ, બહું એક્લવાયું લાગે છે.
Nice post- Barad saheb.
Pancham
HAR INSAN JINDGIMEIN KABHI NA KABHI AKELAPAN MEHSOOS
KARATA HAI ,,,,,,,,,, IS AKELEPAN KA EK HI SAATHI HOTA HAI
SANGEET,,,KAVYA, GAZAL, GEET, SO ON
I REMEMBER ONE SONG,,,,,HERE
AY DIL MUZE AISI JAGAH LE CHAL JAHAN KOI NA HO
APANA PARAYA YA MEHABAN NAMEHARBAN KOI NA HO,,,,,,,,,,,,,