ફૂલવાડી

શબ્દગંગાની હૃદય-ઉર્મિ એટલે ફૂલવાડી

તમારા થયા પછી !

 0000831.jpg

 સિવાય  ગયું   છે   મોં   મારું ,તમારા થયા પછી !
ઝુકાવ્યું  છે  મસ્તક  તો   મારું ,તમારા થયા પછી !

હુકમ  ના  કરો   તમે  બધાની  વચ્ચે   મારા   પર,
બોલ  પડતો  હું    તો    ઉપાડું ,તમારા થયા પછી!

મૂકુ છું   ચેક     કમાણીનો    તમારા   હાથમાં તોયે,
વાસણ  ધોવાનું  કામતો  મારું, તમારા થયા પછી !

છોડી      દીધા  સ્વજનોને  તમને   મેળવવા   માટે,
રહ્યું  નહિં     કોઈ     સગુ સારું, તમારા થયા પછી !

પરણ્યા   પછી    પસ્તાવાની   ખબર    મને  નો’તી,
જીવન  મારું  લાગે    છે  ખારું,  તમારા થયા પછી !

ઝીલે  છે   બોલ     મારા     કર્મચારીઓ    ઓફિસમાં,
ઘાંટા   ઘરમાં   કેમનો    પાડું, તમારા   થયા પછી !

ઉપાડી    હાથ    દેખાડી     શકું      છું  હું પણ  કદિક,
ચીલો  નવો   શું   કામ   પાડું , તમારા   થયા પછી !

થાય  છે   વાતો ગામમાં’ચમન’ની  તમારી    તો ખુબ,
મોં   પર  માર્યુ    મેં તો તાળું , તમારા    થયા પછી !

-’ચમન’- ચીમન પટેલ** મારા કવિમિત્ર છે, હ્યુસ્ટનવાસી, અમારી ગુજરાતી સાહિત્ય પ્રવૃતીમાં એક હસ્ય કવિ ને લેખકતરીખે  જાણીતા, એમનો પ્રથમ  હાસ્યભરી આવૃતી ” હળવે હૈયે” ૧૯૯૭માં પ્રકટ, રમૂજી  તેમજ  , કટાક્ષ ચિત્રો  પણ  બનાવ છે.

August 24, 2007 - Posted by વિશ્વદીપ બારડ | ગમતી ગઝલ | | 3 Comments

3 Comments »

  1. તમારા થયા પછી…આ સાથે મને ગઝલ યાદ આવી ગઇ…કે તમારી વાતો થશે મહેફીલમાં તમારા ગયા પછી…

    Comment by Rekha | August 24, 2007

  2. Very good Hazal–Chimanbhai-very funny–

    Comment by Harnish Jani | August 27, 2007

  3. A wife was making a breakfast of fried eggs for her
    husband. Suddenly her husband burst into the kitchen.
    Careful … CAREFUL!! Put in some more butter!! Oh my
    Gosh!! You’re cooking too many at once. TOO MANY!!
    Turn them!! TURN THEM NOW!! We need more butter. Oh my
    Gosh!! WHERE are we going to get MORE BUTTER?! They’re
    going to STICK!! Careful … CAREFUL!! be CAREFUL!!You
    NEVER listen to me when
    you’re cooking! Never!! Turn them! HURRY UP!! Are you
    CRAZY? Have you lost your mind? Don’t forget to salt
    them. You know you always forget to salt them.
    Use the salt. USE THE SALT! THE SALT!!”
    The wife stared at him. “What the hell is wrong with
    you? You think I don’t know how to fry a couple of
    eggs?”

    The husband calmly replied, “I just wanted to show
    you what it feels like when I’m driving”.

    AND I READ MR.CHIMAN PATEL’S POEM….IT IS SEEN IN OUR INDIAN FAMILY,

    મૂકુ છું ચેક કમાણીનો તમારા હાથમાં તોયે,
    વાસણ ધોવાનું કામતો મારું, તમારા થયા પછી !

    છોડી દીધા સ્વજનોને તમને મેળવવા માટે,
    રહ્યું નહિં કોઈ સગુ સારું, તમારા થયા પછી !

    પરણ્યા પછી પસ્તાવાની ખબર મને નો’તી,
    જીવન મારું લાગે છે ખારું, તમારા થયા પછી !

    ઝીલે છે બોલ મારા કર્મચારીઓ ઓફિસમાં,
    ઘાંટા ઘરમાં કેમનો પાડું, તમારા થયા પછી !

    ઉપાડી હાથ દેખાડી શકું છું હું પણ કદિક,
    ચીલો નવો શું કામ પાડું , તમારા થયા પછી !

    થાય છે વાતો ગામમાં’ચમન’ની તમારી તો ખુબ,
    મોં પર માર્યુ મેં તો તાળું , તમારા થયા પછી !
    I LOVE TO PUT IN HASYADARBNAR….

    Comment by મગજના ડોક્ટર | September 1, 2007

Leave a comment