ફૂલવાડી

શબ્દગંગાની હૃદય-ઉર્મિ એટલે ફૂલવાડી

અંધારું કરો !-નિર્મિશ ઠાકર

 love.gif 

વૃક્ષ  ગાતું  ઘેનેભીનું  ગાન, અંધારું  કરો !
આંખ  મીંચે છે  બધાંયે પાન,અંધારું  કરો !

ફૂલ  નહીં  તો ફૂલ કેરી પાંખડી!આ શ્વાસથી
વેદનાને  આપવાં  છે માન, અંધારું  કરો !

ઓગળ્યાં આ વૃક્ષ,પેલા પ્હાડ ને ઝાંખી નદી
ધુમ્મસો શાં  ધૂંધળા  મેદાન, અંધારું  કરો !

મૌન  ઝીણું  કૈંક  બોલે  છે  અને  એકાંતના
છે-ક   લંબાતા  રહે છે કાન, અંધારું  કરો !

ધૃજતા  હાથો  પસારે   છે  હવાયે   ક્યારની
સ્પર્શ  ઉભા   છે  બની  વેરાન,અંધારું કરો!

-નિર્મિશ  ઠાકર

August 20, 2007 - Posted by વિશ્વદીપ બારડ | ગમતી ગઝલ | | 6 Comments

6 Comments »

  1. વેદનાને આપવા છે માન, અંધારુ કરો…બહુ સરસ ગઝલ છે….

    Comment by Rekha | August 20, 2007

  2. “Wonderful” is the only word!
    My regards.

    Shah Pravinchandra Kasturchand

    Comment by Shah Pravinchandra Kasturchand | August 20, 2007

  3. આંખ મીંચે છે બધાયે પાન..
    સરસ.માણવું ગમ્યું.

    Comment by nilam doshi | August 21, 2007

  4. ફૂલ નહીં તો ફૂલ કેરી પાંખડી!આ શ્વાસથી
    વેદનાને આપવાં છે માન, અંધારું કરો

    -ખૂબસુરત શેર…

    Comment by વિવેક | August 21, 2007

  5. બહુજ સરસ ગઝલ. નવી અનુભૂતિ અને નવા પ્રતીકોથી એકદમ જુદી.

    Comment by પંચમ શુક્લ | August 21, 2007

  6. I liked the picture more than the poem. That picture has so many emotions contained in just one moment!

    Comment by Chirag Patel | August 22, 2007

Leave a comment