જમાનો બદલાય છે.બૈરા પણ બદલાય છે!(હસો યાતો રડો!)
ગઈ કાલની સ્ત્રી!
પતિ દેવો ભવ! સુપ્રભાતે ઊઠી પત્ની પતિની સેવા કરતી. તેમની ચરણ રજ સ્પર્શ કરવા! પતિઓ કેટલા ખુશ હતા?
**********************************************************************
આજની સ્ત્રી
ભાઈ જાગો જમાનો બદલાયો ! ભાગો, ઉઠો ! ચા તૈયાર થઈ? કોફી ! નાસ્તો તૈયાર છે? લો હવે દેવીને ઉઠાડો!
***********************************************************************
આવતી કાલની સ્ત્રી !
” હવે નોકરની જરુરજ નથી! રસોયો , ના, ના એવા ખોટા ખર્ચ શા માટે ? હવે એ અમારા ઘરનું બધુંજ કામ સંભાળે છે!” દેવી છાપુ વાંચતાં વાંચતાં બોલી! “વાસણ, વેક્યુમ, ગારબેજ ,
લોન્ડ્રી,આર્યન(ઈસ્ત્રી),બસ મારે તો જોબ સિવાય કશી ઘરની ચીંતાજ નથી!”
****************************************************************
ફકત એક પેટને ખાતર હું આખા તનને વેચું છું !!
આ ફોટો જોઈ એક જોક્સ યાદ આવી જાય છે.. એસિયન અને યુરોપિન સ્ત્રીમાં તફાવત શું?
તફાવત માત્ર એટલો કે એસિયન સ્ત્રી પુરુષની પાંચ ફૂટ પાછળ ચાલે છે ! અને યુરોપિયન સ્ત્રી પુરુષને વાંદરાની જેમ નચાવે છે !( જોકે હવે સમય બદલાયો છે. એક જૂની કહેવત યાદ આવી જાય છે. પહેલાં કહેવાતું કે..દિકરી ને ગાય દોરે ત્યાં જાય ! ને હવે કહેવાય છે કે દિકરીને ગાય ફાવે ત્યાં જાય!)
***************************************************************************
કોઈ હમદર્દ આવે છે , કોઈ ગમખ્વાર આવે છે,
હજારો દર્દ લઈ ને લોક મારે દ્વાર આવે છે;
ઘણાં તો શખ્સ એવા કે મને ધિક્કાર આવે છે,
છતાં મુજ ભાવન કિંમત નથી, વર્તન ને વેચું ઉં,
ફકત એક પેટને ખાતર હું આખા તનને વેચું છું.
મને મારી આ બરબાદીઓનો કંઈ ગમ નથી હોતો,
રહે છે કોઈ-કોઈ વાર પણ હરદમ નથી હોતો,
આ બેપરવાહીનો આનંદ પણ કંઈ કમ નથી હોતો,
જગતમાં જીવવું જો હોય છે જીવનને વેચું છું,
ફકત એક પેટને ખાતર હું આખા તનને વેચું છું.
જવાની જાય છે વીતી ને જોબન જાય છે ઢળતું,
મેં મારી નથનીને વેચી છતાં કઈ પણ નથી વળતું,
હવે તો દેહ વેચી પેટ પૂરતું પણ નથી મળતું,
ઘણી વેળા હું મારા દેહના કંચનને વેચું છું,
ફકત એક પેટને ખાતર હું આખા તનને વેચું છું.
-નઝ્
એક ગઝલ -’નાશાદ’
ફરતું બધે પાણી, વચ્ચે વહેતા વાહન,એની પર માલ-સામાન,
કોઈ તો બચાવો બાપલા, ઉપર હસતું આસમાન!
***************************************************
સંતાપ શુષ્ક ચહેરે અચાનક મળ્યો હશે;
ઈચ્છાનો સર્પ પાછો જરી સળવળ્યો હશે.
દરિયો અકારણે તો નહીં ખળભળ્યો હશે,
ધરતી ધ્રૂજી હશે કે હિમાલય ચળ્યો હશે.
કારણ બન્યું શું રાતે સતાવે ઉજાગરો,
સૂરજ કદાચ સાંજના વ્હેલો ઢળ્યો હશે.
મારી નિકટ ભલે એ વ્યથાનો વિષય રહ્યો,
સ્વપ્નાનો આ જુગાર કોઈને ફળ્યો હશે.
હોઠોનું દંભી હાસ્ય પચાવી શક્યો નહીં,
મારા હ્રદયનો ભાવ અરીસો કળ્યો હશે.
‘નાશાદ’ કોણ દોરે છે પંથ અંધકારમાં,
સંભવ છે બારસાખે દીવો ઝળહળ્યો હશે.
-નાશાદ( ૧૫-૦૫-૧૯૪૯) મુળનામ ગુલામઅબ્બાસ એડનવાલા.
વડોદરામાં રહે છે.’ગુંજારવ ‘, ‘અણસાર’ કાવ્ય સંગ્રહ.
એક ગઝલ-મોમિન
ગણ્યા ગણાય નહી, વિણ્યા વિણાય નહીં, તોય નાનીસી કારમાં આટલાં બધા સમાય!
***********************************************************************
એ મયકદામાં જેઓ કદાપિ ગયા નથી ;
તેઓ કહે છે સાકીના દિલમાં દયા નથી.
ઉપહાસ સ્મિતમાં એ હશે કે હશે સ્વિકાર,
ખુશ્બૂ પરખવી દ્રષ્ટિથી સ્હેલી કળા નથી.
એ તર્ક હો કે કલ્પના ‘જ્યાં ધૂમ્ર છે ત્યાં આગ’
અશ્રુ નયનમાં છે ને હ્ર્દયમાં વ્યથા નથી.
સાકી કહે છે એવા શરાબીને સો સલામ,
આંસુ ભરે છે જામમાં જ્યારે સુરા નથી.
નિષ્ફળ જીવનમાં કોને ગણું કોને કામયાબ,
નૌકા ડૂબે છે ત્યાં બધે કારણ હવા નથી.
સમજાવું શી રીતે હું પ્રણયના બધા પ્રસંગ ,
આ દિલ બળી રહ્યું છે ને બળતી હવા નથી.
‘મોમિન’ ઊભું છે દ્વાર પર આ કોણ ક્યારનું,
‘આવો’ કહ્યું તો કહે છે એ ‘અંદર જગા નથી.
-મોમિન-(૧૮૮૨-૧૯૪૧)
ઘરોમાં પત્નીનું જ રાજ હોય છે
વોશિંગ્ટન, તા.: ૦૭
આખરી બને છે, એનો જ હુકમ ચાલતો હોય છે. આયોવા સ્ટેટતાજેરમાં કરાયેલ એક અભ્યાસ પ્રમાણે દરેક ઘરમાં પત્નીનું જ ચાલતું હોય છે. ઘરમાં જ્યારે પણ કલેશ થાય તો એનો જ બોલ યુનિવર્સિટીના સંશોધકોએ કરેલા અભ્યાસ અનુસાર પત્નીઓ પતિ ઉપર વાણી અને વર્તન બંને રીતે વધુ જોરાવર હોય છે અને હુકમ ચલાવતી હોય છે. કોઈપણ વાતે વિવાદ થાય તો એનો અંત લાવવામાં આખરી શબ્દ પણ પત્નીનો જ હોય છે. ભલે ગમે તેણે શરૂઆત કરી હોય કે ગમ તેનો વાંક હોય. પત્નીઓ આગળ જતાં પતિ સાથેનો સબંધ કેવો બનશે તે અગાઉથી જાણી લે છે, આગોતરા પગલાં ભરીને સબંધો સચવાય તેવા પગલાં ભરવા લાગે છે, દરેક કામ બરાબર થાય તેની ચોકસાઈ રાખે છે અને પરિવારમાં બધા સુખી અને ખુશ રહે તેનો ખ્યાલ પણ રાખે છે. અભ્યાસ કરનાર નિષણાતોમાંના એક મનોવિજ્ઞાનના પ્રોફેસર ડેવિડ વોગેલ કહે છે કે પતિ ગમે તેવો હોય પત્ની પોતાની રીતે હુકમ ચલાવતી થઈ જ જાય છે. તે પતિ કરતાં વધુ જવાબદારીઓ પણ ઉપાડતી હોય છે. આવું બદલાતા સમાજને કારણે થયું છે કે કેમ તેનો જવાબ હજી નિષ્ણાતો શોધી રહ્યા છે.
“સંદેશ”ના સૌજન્યથી
અભિપ્રાયઃ મારું વ્યક્તિગત રીતે માનવું છે કે આ લેખ સંશોધનને આધારે લખાયેલ છે.પત્નીનું કાયમ ચાલતું હોય છે એમાં સહમત થતાં પહેલાં અભિપ્રાય અને વ્યવાહરિતાની તપાસવી જરૂરી છે..અહીં માજી ને સ્વ.પ્રમૂખ રેગનની પત્ની નેન્સી રેગનનો ટી.વી પર ઈન્ટવ્યું હતો (જ્યારે રેગન પ્રેસિડેન્ટ હતાં)અને તેણી ને પૂછવામાં આવેલ કે પતિ-પત્નીના સંબંધો ફિફટી-ફિફટ હોય છે કે કેમ ? ત્યારે એમણે બહુંજ સૂંદર જવાબ આપેલ કે એ કાયમ શક્ય્ નથી કે પતિ-પત્ની વચ્ચે સંબંધ કાયમ ફિફટી ફિફટી હોય શકે! કોઈ વાર પતિ ૬૦% અને પત્ની ૪૦% તો કોઈવાર પત્ની ૭૦% તો પતિ ૩૦% ,પતિ-પત્નીના સંબંધમાં કોઈ કાયમી એકજ મેજરમેન્ટ આંકી ન શકાય!
મને હજુ મિત્રની પતિ-પત્નીની વાત યાદી આવી જાય છે. એ ભારત થી આવ્યાને એકાદ -બે વરસ થયાં હશે .હ્યુસ્ટ્નમાં સ્થાઈ થયાં અન અમારે એમને ત્યાં અવાર-નવાર જવાનું થતું.. મિત્ર પોતે રેફ્રી-જેટર પાસે ઉભા હોય ને તેની પત્નીને કહે ..”મને પાણી આપ!” આપણને જરૂર લાગે કે એક નાની વસ્તું પણ જાતે કરી ન શકે ! એક ત્રીપિકલ ઈન્ડીયન હસબન્ડ!( જોકે સમય પ્રમાણૅ હવે એ મિત્ર ઘણાં ચેઈન્જ થઈ ગયાં છે)
અને લેખમાં ઉલ્લેખ પણ થયો છે કે પતિ-પત્ની સંબંધો સચવાય તેના સાવચેતી અને ચોકસાઈ ના પગલા તેણી લેતી હોય છે.આ દેશમાં પણ ઘણી પત્નીઓ
હાઉસ-વાઈફ હોય છે અને કૌટુંબિક જવાબદારી પોતાની પર રાખે છે.અહીં પણ ઘણાં ઉત્તમ-કક્ષાના ફેમીલી છે અને તેમાં કોઈ જાતની હરિફાઈ જોવા નમળે કે કોનું વધારે ચાલે છે!
પતિ-પત્નીના સંબંધો સિક્કાની બે સાઈડ જેવા છે! અરસ-પરસની સમજૂતી સાથે ત્યાગની ભાવના!કોનું કેટલું ચાલે છે એના કરતાં એક-બીજા સાથ મળી કુટુંબની જવાબદારી કેટલી સુંદર રીતે નિભાવે એ મહત્વનું છે.
ચાલો દોસ્તો, આપણે નિરંજન ભગતે સ્ત્રી-પુરુષ વિષે લખેલ કાવ્ય માણીએ.
“તમે જે નથી..”
સ્ત્રીઃ આમ શું તમે મને જોઈ રહ્યા છો?
આમ જોઈ જોઈને હવે તમે મને ખોઈ રહ્યા છો.
આજે જ મને જૂઓ છો?કદી મને જોઈ નથી ?
જૂઓ, હું એની એજ છું, જે આજ લગી હતી.
આમ આજે શું મારી આંખમાં આંખ પ્રોઈ રહ્યા છો?
પુરુષઃ તમે એનાં એ જ છો એ માત્ર તમારો વહેમ છે,
તમે સ્ત્રી છો ને તોયે આમ માનો એમ કેમ છે?
આમ હવે તમે જે નથી તેને તમે રોઈ રહ્યાં છો.
આપની તલવાર
નથી ભૂલ્યો તમારાં દ્વાર આ પગથારને પૂછો;
અમારી સાધના માટે તમારા દ્વારને પૂછો.
અરે આ પ્રશ્ન કેવો ? જિગર કેવું અમારું છે,
અમોને શું પૂછો છો? આપની તલવાર ને પૂછો.
અમારાથી તમોને પ્યાર છે એ વાત સાબિત છે,
તમારા આ વદન પરના બધા અણસારને પૂછો.
અમે મઝા માણી કેવી પ્રણય, આંધી, તૂફાનોની
કિનારાથી જઈ આઘે જરા મઝધારને પૂછો.
અમારા પર કરી જુલ્મો તમે પણ ચોટ ખાધી છે,
જઈ દર્પણની સામે આપના દિદારને પૂછો.
તમારા નામની નિશદિન કરી છે સાધના કેવી,
જરા છોડી તમે આ ઉર-વીણાના તાર ને પૂછો.
અમેતો આગ જેવી આગને પોષી છે આ દિલમાં,
સરી જાતી નયનથી ઊની અશ્રુધાર ને પૂછો.
મિલનમાં કે જુદાઈમાં મજા કેવી સમાઈ છે,
કો’ દિપને, પતંગાને , ગુલોને, ખારને પૂછો.
મિલન કેરી ઊતાવળનું મને પૂછો નહિ ‘નાઝિર’
હ્ર્દયની વાત છે માટે હ્ર્દય-ધબકાર ને પૂછો.
-નાઝિર દેખૈયા
જુલાઈ-૦૭..ઈશ્વરે આપેલ ફળ..’આશિષ”
આજનો દિવસ અમારા માટે ફળદાઈ, આશિષરૂપ અને ગૌરવવંતો દિવસ.ત્રીસ વર્ષ પહેલા અમેરિકામાં શિકાગો શહેરમાં હજું નવા નવા નિશાળીયા, નવો દેશ, એપાર્ટમેન્ટમાં નવા, નવા સ્થાઈ થયા હતાં, અમેરિકાની ધરતી પર પગ મૂક્યા દોઢ વરસનો ટૂંકો ગાળો, ઘણું શિખવાનું બાકી હતું, આ અજાણી ભોમ પર ,જુલાઈ,૦૭,૧૯૭૭નો દિવસ હતો,વ્હેલી સવારે રેખાને લેબર શરૂ થયું. જલ્દી, જલ્દી મિત્રોની સલાહ મુજબ ડાયપર બેગ તૈયાર હતી એ લઈ ગાડીમાં બેસી ગયાં! રેખાને સખત પેઈન હતું, હું પણ બે-બાકળો! પહેલી ડીલીવરી પિયર થઈ હતી એટલે આ બીજી ડિલીવરીમાં આપણાને કશું ભાન ન પડે!
શિકાગોની વાઈસ મેમોરિયલ( લેક-શૉર )હોસ્પિટલ માં માંડ, માંડ પહોંચ્યાં, નર્શ આવી , વ્હિલ-ચેરમાં રેખાને બેસાડી સીધી લેબર-રુમમાં લઈ ગઈ.. તેમના કહેવા મુજબ વૉટર-બેગ રસ્તામાંજ ફૂટી ગઈ હતી તેથી બેબી આવવાની તૈયારી! ત્યાં મને ખ્યાલ આવ્યો કે મારી કારની ચાવી કારમાં રહી ગઈ છે! શું કરવું ? કાર પણ ચાલું રહી ગઈ હશે?
રેખાને નર્શને હવાલે! હું હોસ્પિટલમાંથી નીચે આવ્યો..સિક્યોરિટી-ગાર્ડને પૂછ્યું કે મને મદદ્ કરી શકે ? કાર પાસે ગયાં. કાર ચાલું હતી ! સિક્યોરઇટીની મદદ તો ના મળી! ચેતવણી મળી કે કાર ચાલું રહેશે તો એન્જીન બળી જશે! નવા , નવા એટલે એમનું સુચન માન્યું , ગભરાઈ ગયો! કારનું એન્જીન બળી જશે તો! વધારાની ચાવી ઘેર હતી! આ કારની ચિંતામાં ઘેર તરફ, બસ લીધી ધીરી લાગી, ટેક્ષી લીધી ધીરી લાગી! ચાલવા માડ્યો, ઘેર આવી ચાવી લીધી ,પાછો હોસ્પિટાલમાં,કાર ખોલી, કાર બંધ કરી! આ સમયમાં રેખાએ બાબાનો જન્મ આપી દીધો હતો! રેખાએ કહેલી ઘટાનાં મુજબ, બાબાના જન્મબાદ નર્શે બાબાને તેણીના પડખામાં મૂક્યો! પણ રેખા એ નર્શને એક સવાલ વારંવાર પૂછ્યોકે મારા હસબન્ડ ક્યાં છે? નર્શને પણ ખબર નહોતી! રેખા નિરાશ થઈ! એજ સમયે કોઈ બીજી ગુજરાતી બેનનું નામ રેખા હતું તેણી એ બેબી-ગર્લનો જન્મ આપેલ તેથી મારી પત્ની રેખાએ માની લીધું કે આ નામના ગોટાળામાં મે ગર્લ આવી એ માની હું અપ્સેટ થઈ જતો રહ્યો હઈશ!( માનવીને હંમેશ અને સૌથી પહેલા વિચારો ખરાબ(નેગેટીવ) આવતાં હોય છે).. હકીકત જુદી હતી!
હું હોસ્પિટલ પહોંચ્યો, પ્રથમ ડોકટર મળ્યા, મને અભિનંદન આપ્યાં! નર્શ મળી અને કહ્યું કે તમને ખબર છે કે આજ ૭મી તારિખ બહૂજ નસિબવંતી ગણાય છે! તેમજ ૦૭/૦૭/૧૯૭૭ સો વરસે એકજ વાર આવેછે! મને આ કશી ખબર નહોતી! સિધ્ધો રેખાના રૂમમાં પહોચ્યો, રેખાના મોં પર થોડો ગુસ્સો અને હર્ષન આસું બન્ને જોયા! દિકરા! આશિષને જોઈ આનંદ-ઉંમંગ સાથે વ્હાલનું ચુંબન પહેલું રેખાને પછી આશિષ ને આપી, વિતેલ ઘટના લેશ માત્ર મનમાં ન રહીં! પણ રેખા એ મને માફ તો જરૂર કરી દીધો! પણ એ વખતે મે કરેલી ભુલ એ ભુલી નથી શકતી..”માફ કરવું સહેલું છે! ભુલવું માનવી માટૅ બહુંજ અઘરું છે ! મારો દિકરો આશિષ ૦૭/-૭/૦૭૭, ૭.૩૦ વાગે , ૭.૦૬ (પાઉન્ડ) અને ભારતમં પણ સાતમના દિવસે જન્મ! અમારા માટે આ એક સોનેરી સિવસ હતો અને આજ પણ છે..આજ એ શિકાગોની હોસ્પિટલમાં બાળકોના ડૉકટર તરીખે ફરજ બજાવે છે અને સાથે સાથે બાળકોના ફિલ્ડમા જી/આઈ
માં સ્પેશ્યલટી કરે છે. ત્રીસ વરસના વાણા સુખ-દુઃખના સહારે ક્યાં વીતી ગયાં ખ્યાલ પણ ન રહ્યો! બેટા આશિષ તારા આ સોનેરી જન્મ દીને અમારી ખુબ ખુબ જન્મની બધાઈ!
‘આશિષ’ને આશિષ આપતાં આજ હૃદય હરખાય છે,
સાત,સાત, સાતના સોનેરી દિન આજ મલકાય છે,
યશ ,કિર્તિ, આયુના સ્વસ્તિકો રચાય તુંજ આંગણે,
યૌવન તણી કુંજગલી મહીં હરખતી કોયલ મલકાય છે.
-
એક ગઝલ- હિતેન આનંદપરા
બેસી નિરાંતે બે ઘડી પૃથક્કરણ કરતા રહો;
જે પણ મળે સારું સતત એને ગ્રહણ કરતા રહો.
એ ભ્રમ કદી ના પાળવો , આકાશ અહીંથી અહીં સુધી,
ક્ષિતિજ કંઈ સીમા નથી જો વિસ્તરણ કરતા રહો.
જેની ઉપર ના હક હતો, ના છે ન બનાવો કદી,
મનમાં નિરંતર એ જ વ્યક્તિનું સ્મરણ કરતા રહો.
આ પ્રેમ નામે ગ્રંથોનો ફેલાવ વધવો જોઈએ,
જો પ્રત કદી ખૂટી પડે તો સંસ્કરણ કરતા રહો.
આ પિંડ ફરતે રક્ત-અસ્થિ પર ત્વચા, પર વસ્ત્ર છે,
અહીંયા તો પહેલેથી રૂઢી છે આવરણ કરતા રહો.
એ નામ લખવાનું અગર મુમકિન નથી તો કંઈ નહીં,
ખાલી જગાના બેય છેડે અવતરણ કરતા રહો.
-હિતેન આનંદપરા(૨૭-૦૭-૧૯૬૮) જન્મ મુંબઈ.’સૂર્યનું પ્રથમ કિરણ’ કાવ્યસંગ્રહ.એકાંતમાં માણવી ગમે એવી આ કવિની ગઝલો અને ગીતોની સૃષ્ટી છે. ‘ઈમેજ’ની મુંબઈ ઓફીસ સાથે સંકળાયેલા.સ્વસ્થ રીતે કાવ્યને રજૂ કરવાની ત્રેવડ. વિના સંકોચે જૂના સર્જકોને કહી શકે “
‘ નવા સર્જકને ત્રાંસી આંખથી જૂવે જૂના સર્જક,
ઘણાં વૃક્ષો કૂંપળની વાતને જીરવી નથી શકતાં.
મોતીનાં તોરણ-શયદા
જાશું, જઈને મોતથી પંજો લડાવશું;
મળશે સમય તો આપની મહેફીલમાં આવશું.
તમને અમારી આંખની કીકી બનાવશું,
એમાં અમારા પ્રેમની વસ્તી વસાવશું.
નયનોને દ્વાર અશ્રુનાં બિંદુ જો આવશે,
પાપણમાં ટાંકી મોતીનાં તોરણ બનાવશું.
અપમાન સાથ કાઢો છો ઘરમાંથી આજ પણ,
આસું બનીને આપની આંખોમાં આવશું.
નાદાન શત્રુઓ અને નાદાન સ્નેહી ઓ,
ઓ જીવ, જીવવાની મજા ક્યારે લાવશું.
આવી જુઓ તો આપને સત્કારવાને કાજ,
બીજું નથી જો કાંઈ તો આંખો બિછાવશું.
‘શયદા’ જીવન-રમત મહીં એ પણ ખબર નથી,
શું શું ગુમાવી દીધું છે- શું શું ગુમાવશું?
-શયદા
શણગાર્યા નથી જાતાં
અમે એથી જ તો કોઈ સ્થળે માર્યા નથી જાતાં;
કોઈની ધારણા માફક અમે ધાર્યા નથી જાતાં.
બરાબર લાગ જોઈને નિશાને ઘાવ ફેકું છું,
અને તેથી જ મારાં તીર અણધાર્યા નથી જાતાં.
તમે તો એ રીતે પણ મોકળું મનને કરીલો,
અમારાંથી તો અશ્રુઓય જ્યાં સાર્યા નથી જાતાં.
હઠીલા હોય છે એને કાં સમજાવે છે મન મારા!
એ જાયે છે તો હાર્યા જાય છે વાર્યા નથી જાતાં.
તમે કાં વાતે વાતે નીર ટપકાવો છો નયનોથી,
બધા અવસર સમે કંઈ દ્વાર શણગાર્યા નથી જાતાં.
નમન પર નાઝ કરનારને ‘નાઝિર’ આટલું કહી દે,
ઘણાય એવાય સઝદા છે જે સ્વિકાર્યા નથી જાતાં.
-નાઝિર દેખૈયા
રસ્તા કરી રહ્યો છું
ના હું અમસ્તો જળમાં લીટા કરી રહ્યો છું,
રત્નોને શોધવાના રસ્તા કરી રહ્યો છું.
વર્ણન નથી કરતો હું આદમના અવગુણો ને,
મારી જ જીભે મારી નિંદા કરી રહ્યો છું.
ઉપદેશ ઈશ કેરો આપું છું નાસ્તિકો ને,
પથ્થર જો થઈ શકે હીરા કરી રહ્યો છું.
સમજીલો કેટલી આ દુર્ભાગી પળ હશે કે
જીવનના શ્વાસને પણ અળગા કરી રહ્યો છું.
એ રીત થી ઉડાવ્યાં આજે કદમ મેં ‘નાઝિર’
ધરતીથી જાણે છુટા છેડા કરી રહ્યો છું.
‘નાઝિર’ પ્રદક્ષિણા એ ઘરની નથી કરતો,
કિન્તું સફળ જીવનના ફેરા કરી રહ્યો છું.
-નાઝિર દેખૈયા
પરિચય અને સ્વાગત
વિશ્વદીપ બારડ
“આવો, આવો તો મારી આંખો ઠરે,
ને નહિ આવો તો મુખ નહિ મોડું”
જન્મભુમિ અને ઊછેરઃ ભાવનગર
પ્રથમ આપ સૌ નું ભાવભીનું સ્વાગત છે. આપ સૌ ની પ્રેરણા મારા માટે ઘણીજ મહત્વની છે.આપ સૌ નો અભિપ્રાય અને સુચન ” ફૂલવાડી ” ને સિંચન કરવા સમાન છે.
કવિતા સાથે લાગણીશીલ હૈયાનો પરિચય , નિકટતા શિશુવયથી છે એ કહું તો અતિશયોક્તિ નહી થાય. “મંગળ મંદીર ખોલો “, “આભમાં ઊગેલ ચાંદલો”, અને “આ પસ્તાવો વિપુલ ઝરણું “જેવા પ્રિય કાવ્યો મન,તન અને હૈયા ને હરી લેતા.
આજ ભાવના ના બીજ ૧૯૬૭માં, કોલેજકાળ દરમ્યાન “અદયભીંત્” કોઈ બિચારી,(”સ્ત્રી” મેગેઝીનમાં)અને કહેશો નહી, હસતો રહ્યો, કાવ્યનો પ્રવાહ શરૂ થયો.
૧૯૭૫માં ફેમીલી સાથે અમેરિકા આવ્યો. નવો દેશ તેમજ સ્થાયી થવાની ચિંતા. બાળકો ના આભ્યાસ, આ બધી કૌટુંબિક જવાબદારીની વણઝાર માં કાવ્ય-સુંદરી થી આળગો થઈ ગયો.૧૯૭૯માં હ્યુસ્ટ્નમાં આવી સ્થાઈ થયો , હ્યુસ્ટ્નમાં ચાલતી ગુજરાતી સાહિત્ય સરિતાએ આવેગ આપ્યો. ” કાવ્ય-સુંદરીની સાથે સાથે ” મારો પ્રથમ સંગ્રહ ગઝલ સમ્રાટ શ્રી આદિલ મનસૂરીને હસ્તે પ્રગટ થયો(૨૦૦૨). પરદેશમાં આપણી માતૃભાષા ગુજરાતી ધીરે ધીરે ભુલાતી જાય છે. આપણાં બાળકો ગુજરાતી બોલી શકે છે, પણ લખી કે વાંચી શકતા નથી તો પછી આપણાં બાળકોની પેઢીમાં આપણી માતૃભાષા તદ્દન ન બોલાય એવું પણ બને ! ચાલો આપણે સયુંકત પ્રયાસ કરીએ અને પરદેશમા એક પ્રકટતા દીપ ને તેલ ની ધાર સતત આપ્યા કરીએ.આશા રાખીએ કે આપણી માતૃભાષા પરદેશમાં પણ અમર રહે.













