કવિશ્રી રાજેન્દ્ર શુકલને રણજીતરામ સુવર્ણચંદ્રક એનાયત
‘રણજીતરામ સુવર્ણ ચંદ્રક’ જુન ૨ - ૨૦૦૭ ના રોજ મધૂસુદન પારેખના હસ્તે એનાયત થયો. ગુજરાતી ગઝલનું નવ સંસ્કરણ તેમના દ્વારા થયું છે.ઘણાં વર્ષોથી તેઓ ગઝલની જ એકોપાસના કરતા રહ્યા છે.ગઝલનું રૂપ અને ભજનોનો રંગ જ્યારે એમની કલમમાં ઘૂંટાઈને પ્રગટે છે ત્યારે પ્રગટે છે એક અનોખા મિજાજની ગઝલો.
રાજેન્દ્ર શુક્લનો જન્મ ૧૯૪૨, ૧૨મી ઓકટોબરના રોજ જૂનાગઢ જિલ્લા બાંટવા ગામે. ૧૯૬૫માં બી.એ. અને ૨૦વર્ષની ઉંમરે એમનું પ્રથમ કાવ્ય ‘કુમાર’માં પ્રગટ થયેલ. ૧૯૮૧માં પ્રગટ થયેલ ‘અંતર ગાંધાર’ને ગુજરાત રાજ્ય સરકાર દ્વારા શ્રેષ્ઠ કાવ્યસંગ્રહનું ઈનામ મળેલ.તેમજ તેમને ‘સ્નેહરશ્મિ’તથા ‘કવિશ્રી ન્હાનાલાલ પારિતોષિક પણ પ્રાપ્ત થયેલ છે.
સુંવર્ણચંદ્રકે એનાયત કરતાં સમયે એમના પ્રતિભાવ આપવા કહ્યું ત્યારે તેમણે કહ્યું ‘પ્રતિભાવ’ તો હજુ જન્મે છે.
ક્રિયા વિશુધ્ધ કે કશી પ્રતિક્રિયા નવ હો..
કાવ્યની પંક્તિઓ ટાંકતા કહ્યું.
આ વખત તો વેશમાંથી નીકળી ગયો છું હું,
શબ્દના પ્રદેશમાંથી નીકળીં ગયો છું હું .
અને ઉમેર્યુ કે આ દાઢી જો વધુ વધી હોતતો આ ચ્રંદ્રક પણ કદાચ ઢંકાઈ જાત.
સભાનું સંચાલન પ્રિયકાન્ત પરીખે કરતા કહ્યું હતું કે વક્તાઓનાં વક્તવ્યો બિનજરુરી રીતે દોહરાવશો નહી,સમારંભને સ્વયમ સંચલિત રહેવા દેશે. કાર્યક્રમમાં કવિપુત્રોનું આગમન અને કાવ્યગાન પછી શ્રી રાજેન્દ્ર પટેલે કવિની આધ્યાત્મિક અને ગઝલેતર કવિતાની સારી વાત કરી હતી.
શ્રીકુમારપાળ દેસાઈ એ કવિનું સમગ્રલક્ષી મૂલયાંકન કરતો આલેખ રજૂ કર્યો હતો
આ સુદીર્ઘ સમારંભ પૂરો થતાં, ઘર ભણી ગોઠવાતાં કવિપંક્તિઓજ મનમાં ઘૂંટતી રહી.
એ કહે જે મૌન રાખ ભીતરે જ ઘૂંટ સકલ
શું કરું હું શ્વાસ શ્વાસ ઉચ્છલંત ગાન ખૂલે.
રાજેન્દ્ર શુક્લના એક કાવ્યનો આસ્વાદ માણીએ.
સૂરજ The Sun
આંધળાને મન ઓરતો સૂરજ, An eternal yearning for the blind one-the sun
રાત દહાડો બસ ઘોરતો સૂરજ. Sleeping and snoring forever -the sun
લોક તો સકળ નીડ લપાયું, When all the folk nestle in the nest
ડુંગરામાં ઘર કોરતો સૂરજ. carves a home in the hills -the sun
કોણ્ર રે ભૂંસી નાંખતું, નભે And lo! who rubs off the sky
રોજ જે રેખા દોરતો સૂરજ? the line drawn everyday be the sun?
રોજનું દખ તે કહિયે કોને? With whom to share this daily despair?
સુખની નીંદર ચોરતો સૂરજ. Steals such a pleasant sleep , the sun!
આંખમાં કાં અંધાર ભરાતો Why doth darkness becloud the vision
મનમાં જ્યારે મ્હોરતો સૂરજ? When in the neing blooms the sun ?
(’ઉદ્દેશ’ સૌજન્ય) (English translated by Narayan Jani)
3 Comments »
Leave a comment
પરિચય અને સ્વાગત
વિશ્વદીપ બારડ
“આવો, આવો તો મારી આંખો ઠરે,
ને નહિ આવો તો મુખ નહિ મોડું”
જન્મભુમિ અને ઊછેરઃ ભાવનગર
પ્રથમ આપ સૌ નું ભાવભીનું સ્વાગત છે. આપ સૌ ની પ્રેરણા મારા માટે ઘણીજ મહત્વની છે.આપ સૌ નો અભિપ્રાય અને સુચન ” ફૂલવાડી ” ને સિંચન કરવા સમાન છે.
કવિતા સાથે લાગણીશીલ હૈયાનો પરિચય , નિકટતા શિશુવયથી છે એ કહું તો અતિશયોક્તિ નહી થાય. “મંગળ મંદીર ખોલો “, “આભમાં ઊગેલ ચાંદલો”, અને “આ પસ્તાવો વિપુલ ઝરણું “જેવા પ્રિય કાવ્યો મન,તન અને હૈયા ને હરી લેતા.
આજ ભાવના ના બીજ ૧૯૬૭માં, કોલેજકાળ દરમ્યાન “અદયભીંત્” કોઈ બિચારી,(”સ્ત્રી” મેગેઝીનમાં)અને કહેશો નહી, હસતો રહ્યો, કાવ્યનો પ્રવાહ શરૂ થયો.
૧૯૭૫માં ફેમીલી સાથે અમેરિકા આવ્યો. નવો દેશ તેમજ સ્થાયી થવાની ચિંતા. બાળકો ના આભ્યાસ, આ બધી કૌટુંબિક જવાબદારીની વણઝાર માં કાવ્ય-સુંદરી થી આળગો થઈ ગયો.૧૯૭૯માં હ્યુસ્ટ્નમાં આવી સ્થાઈ થયો , હ્યુસ્ટ્નમાં ચાલતી ગુજરાતી સાહિત્ય સરિતાએ આવેગ આપ્યો. ” કાવ્ય-સુંદરીની સાથે સાથે ” મારો પ્રથમ સંગ્રહ ગઝલ સમ્રાટ શ્રી આદિલ મનસૂરીને હસ્તે પ્રગટ થયો(૨૦૦૨). પરદેશમાં આપણી માતૃભાષા ગુજરાતી ધીરે ધીરે ભુલાતી જાય છે. આપણાં બાળકો ગુજરાતી બોલી શકે છે, પણ લખી કે વાંચી શકતા નથી તો પછી આપણાં બાળકોની પેઢીમાં આપણી માતૃભાષા તદ્દન ન બોલાય એવું પણ બને ! ચાલો આપણે સયુંકત પ્રયાસ કરીએ અને પરદેશમા એક પ્રકટતા દીપ ને તેલ ની ધાર સતત આપ્યા કરીએ.આશા રાખીએ કે આપણી માતૃભાષા પરદેશમાં પણ અમર રહે.



આંધળાને મન ઓરતો સૂરજ….કલ્પના કરવી બહુ સરસ છે….
Comment by Rekha | July 30, 2007
What took them so long ? He deserves every “Chandrak”-including “Gyanpith award”–Congratulations to Bapu-
Comment by Harnish Jani | July 30, 2007
Nice information
Comment by pravinash1 | July 31, 2007