ફરસાણ પ્રેમી સુરતીનું પ્રણય ગીત
બિલ્લીબેન, આજ દુધ લેવા તમે કેમ ? ‘શેઠાણી હજુ ઘોરે છે ! બિલ્લી બોલી, જલ્દી દુધ આપી દો , મારું તો પેટ ભરાય!
***************************************************************
અમે રસ લેવા માંડ્યો જે ઘડીથી એક છોકરીમાં,
નથી પડતો હવે ઈન્ટ્રેસ્ટ પેટીસમાં કચોરીમાં.
પ્રિયે એવી મને તું પ્રેમ રસથી ભરી ભરી લાગી.
કદી પાણીપુરી લાગી કદી ચટણીપુરી લાગી.
થતી તુંજ વાત ને એમાંયે તારા રૂપની ચર્ચા,
જણે ગરમાગરમ ભજિયા અને હો સાથમાં મરચાં!
અમારો તે છતાં ન થઈ શક્યો મનમેળ તારી સાથ,
નકામી ગઈ જે રોજરોજ ખાધી ભેળ તારી સાથ.
હવે મનમાં છવાયો એ રીતે આલમ હતાશાનો,
હું પેંડા ખાઉં છું તો સ્વાદ આવે છે પતાસાનો.
અમે સાથે અમારી કમનસીબી લઈ મરી જાશું,
કફનમાં ફાફડા સાથે જલેબી લઈ મરી જાશું!
- રઈશ મનીયાર
3 Comments »
Leave a comment
પરિચય અને સ્વાગત
વિશ્વદીપ બારડ
“આવો, આવો તો મારી આંખો ઠરે,
ને નહિ આવો તો મુખ નહિ મોડું”
જન્મભુમિ અને ઊછેરઃ ભાવનગર
પ્રથમ આપ સૌ નું ભાવભીનું સ્વાગત છે. આપ સૌ ની પ્રેરણા મારા માટે ઘણીજ મહત્વની છે.આપ સૌ નો અભિપ્રાય અને સુચન ” ફૂલવાડી ” ને સિંચન કરવા સમાન છે.
કવિતા સાથે લાગણીશીલ હૈયાનો પરિચય , નિકટતા શિશુવયથી છે એ કહું તો અતિશયોક્તિ નહી થાય. “મંગળ મંદીર ખોલો “, “આભમાં ઊગેલ ચાંદલો”, અને “આ પસ્તાવો વિપુલ ઝરણું “જેવા પ્રિય કાવ્યો મન,તન અને હૈયા ને હરી લેતા.
આજ ભાવના ના બીજ ૧૯૬૭માં, કોલેજકાળ દરમ્યાન “અદયભીંત્” કોઈ બિચારી,(”સ્ત્રી” મેગેઝીનમાં)અને કહેશો નહી, હસતો રહ્યો, કાવ્યનો પ્રવાહ શરૂ થયો.
૧૯૭૫માં ફેમીલી સાથે અમેરિકા આવ્યો. નવો દેશ તેમજ સ્થાયી થવાની ચિંતા. બાળકો ના આભ્યાસ, આ બધી કૌટુંબિક જવાબદારીની વણઝાર માં કાવ્ય-સુંદરી થી આળગો થઈ ગયો.૧૯૭૯માં હ્યુસ્ટ્નમાં આવી સ્થાઈ થયો , હ્યુસ્ટ્નમાં ચાલતી ગુજરાતી સાહિત્ય સરિતાએ આવેગ આપ્યો. ” કાવ્ય-સુંદરીની સાથે સાથે ” મારો પ્રથમ સંગ્રહ ગઝલ સમ્રાટ શ્રી આદિલ મનસૂરીને હસ્તે પ્રગટ થયો(૨૦૦૨). પરદેશમાં આપણી માતૃભાષા ગુજરાતી ધીરે ધીરે ભુલાતી જાય છે. આપણાં બાળકો ગુજરાતી બોલી શકે છે, પણ લખી કે વાંચી શકતા નથી તો પછી આપણાં બાળકોની પેઢીમાં આપણી માતૃભાષા તદ્દન ન બોલાય એવું પણ બને ! ચાલો આપણે સયુંકત પ્રયાસ કરીએ અને પરદેશમા એક પ્રકટતા દીપ ને તેલ ની ધાર સતત આપ્યા કરીએ.આશા રાખીએ કે આપણી માતૃભાષા પરદેશમાં પણ અમર રહે.



ધણીને ધાકમાં રાખો….આ આઇડઆ આપવા જેવો નથી….આ તો આગેસે ચલી આતી હે. બહુ સરસ છે….હસાવે છે….
Comment by Rekha | July 23, 2007
આ બહુ જ રમુજી રચના છે…રઇશભાઇને પુછવુ પડસે કે આ અમીબેનની જ વાત કરો છો ને..
Comment by Rekha | July 23, 2007
હા…હાહા..હા..હાહા…
Comment by Devika Dhruva | July 25, 2007