આજના સુવિચારો **
* નિષ્કલંક અંતરાત્મા જેવું મુલાયમ ઓશીકું બીજું કોઈ નથી
*તટસ્થ નિર્ણયશક્તિની સહુથી સાચી કસોટી એ છે કે આપણાં પ્રશંસકો પણ
આપણને અળખામણા લાગી શકે અને આપણી પ્રત્યે અણગમો ધરાવનારની
પ્રશંસા પણ આપણે કરી શકીએ.
*બીજા કોઈને ખોટો પુરવાર કરવાની જરૂર અનુભવ્યા વિના જ આપણે આપણી
સચ્ચાઈ વિશે સંતોષ લઈ શકીએ-ત્યારે આપણા પીઢપણાનો આરંભ થયો ગણાય.
* તેજસ્વી માનવીને દુઃખ પોતાની શક્તિ મર્યાદાનું હોય છે; પોતાનમાં જે શક્તિ છે તેની
લોકોને કદર નથી એ વાતનો રંજ નથી હોતો.
-વિચાર-માળનાં મોતી (સૌજન્યથી)



