એનાજ મંદીરમાં જૂઓ કેવાં બંદૂકધારી ઊભા?
ફોટોઃ “ગુજરાત સમાચાર”
જગન્નાથ-મંદીરનું રક્ષણ કરવા ભારતિય લશ્કરના યુવાનો ભરી બંદૂકે ઊભાછે..ભક્તોની સંખ્યા કરતાં,રક્ષકોની સંખ્યા વધારે દેખાય છે.ઈશ્વરનું સ્થાન પણ સલામત નથી?
(મંદીરની સુરક્ષા કરતા બંદુકધારી સૈનિકને જોઈ સ્ફુરેલ કાવ્ય.)
*****************************************************************
જગના કહેવાય નાથ જે જગન્નાથ-મંદીરમાં,
એનાજ મંદીરમાં જૂઓ કેવાં બંદૂકધારી ઊભા?
શરણ માંગુ જેનું નિશદિન હર દુઃખમાં,
એનાજ મંદીરમાં જૂઓ કેવાં બંદૂકધારી ઊભા?
ભક્તોની ભીડ-ભાંગે જે હર-પળમાં,
એનાજ મંદીરમાં જૂઓ કેવાં બંદૂકધારી ઊભા?
દૂશ્મન જેને જોઈ જાય ભાગી પળમાં,
એનાજ મંદીરમાં જૂઓ કેવાં બંદૂકધારી ઊભા?
કોણ કોનું રક્ષણ કરે પ્રભુ આ જગતમાં?
એનાજ મંદીરમાં જૂઓ કેવાં બંદૂકધારી ઊભા?
સુદર્શન-ચક્ર ક્યાં આજ થંભી ગયું તારા હાથમાં?
એનાજ મંદીરમાં જૂઓ કેવાં બંદૂકધારી ઊભા?
4 Comments »
Leave a comment
પરિચય અને સ્વાગત
વિશ્વદીપ બારડ
“આવો, આવો તો મારી આંખો ઠરે,
ને નહિ આવો તો મુખ નહિ મોડું”
જન્મભુમિ અને ઊછેરઃ ભાવનગર
પ્રથમ આપ સૌ નું ભાવભીનું સ્વાગત છે. આપ સૌ ની પ્રેરણા મારા માટે ઘણીજ મહત્વની છે.આપ સૌ નો અભિપ્રાય અને સુચન ” ફૂલવાડી ” ને સિંચન કરવા સમાન છે.
કવિતા સાથે લાગણીશીલ હૈયાનો પરિચય , નિકટતા શિશુવયથી છે એ કહું તો અતિશયોક્તિ નહી થાય. “મંગળ મંદીર ખોલો “, “આભમાં ઊગેલ ચાંદલો”, અને “આ પસ્તાવો વિપુલ ઝરણું “જેવા પ્રિય કાવ્યો મન,તન અને હૈયા ને હરી લેતા.
આજ ભાવના ના બીજ ૧૯૬૭માં, કોલેજકાળ દરમ્યાન “અદયભીંત્” કોઈ બિચારી,(”સ્ત્રી” મેગેઝીનમાં)અને કહેશો નહી, હસતો રહ્યો, કાવ્યનો પ્રવાહ શરૂ થયો.
૧૯૭૫માં ફેમીલી સાથે અમેરિકા આવ્યો. નવો દેશ તેમજ સ્થાયી થવાની ચિંતા. બાળકો ના આભ્યાસ, આ બધી કૌટુંબિક જવાબદારીની વણઝાર માં કાવ્ય-સુંદરી થી આળગો થઈ ગયો.૧૯૭૯માં હ્યુસ્ટ્નમાં આવી સ્થાઈ થયો , હ્યુસ્ટ્નમાં ચાલતી ગુજરાતી સાહિત્ય સરિતાએ આવેગ આપ્યો. ” કાવ્ય-સુંદરીની સાથે સાથે ” મારો પ્રથમ સંગ્રહ ગઝલ સમ્રાટ શ્રી આદિલ મનસૂરીને હસ્તે પ્રગટ થયો(૨૦૦૨). પરદેશમાં આપણી માતૃભાષા ગુજરાતી ધીરે ધીરે ભુલાતી જાય છે. આપણાં બાળકો ગુજરાતી બોલી શકે છે, પણ લખી કે વાંચી શકતા નથી તો પછી આપણાં બાળકોની પેઢીમાં આપણી માતૃભાષા તદ્દન ન બોલાય એવું પણ બને ! ચાલો આપણે સયુંકત પ્રયાસ કરીએ અને પરદેશમા એક પ્રકટતા દીપ ને તેલ ની ધાર સતત આપ્યા કરીએ.આશા રાખીએ કે આપણી માતૃભાષા પરદેશમાં પણ અમર રહે.



અરે…ભગવાન કેવી છે તારી માયા…તારા જ બનાવેલ માનવી તારી રક્ષા કરે….મન એક ગીત યાદ આવે છે..દેખ તેરે સંસારકી હાલત ક્યા હો ગઇ ભગવાન…..
Comment by Chetna Shah | July 18, 2007
અરે જગના તારણહાર આંખે છલકી ઉઠયા દીઠા
તું કરે રક્ષા તારી રક્ષા કાજ આજે બંદુકધારી ઉભા
Comment by pravinash1 | July 19, 2007
આ શું ભગવાનની પણ રક્ષા કરવી પડે છે… માનવજાતથી તો ભગવાન પણ સુરક્ષિત નથી એમ લાગે છે… બિજાને સલામત રાખતો ભગવાન ખુદ સલામત નથી તેવું લાગે છે.
Comment by નીરજ શાહ | July 19, 2007
અરે…ભગવાન કેવી છે તારી લીલા…માનવીને તારી રક્ષા કરવી પડે છે…તો આ લાચાર માનવીની રક્ષા કોણ કરશે…
Comment by Rekha | July 19, 2007