મુજથી રોવાયું નહીં-બરકત વીરાણી ‘બેફામ’
આધુનિક વૈજ્ઞાનિક યુગમાં કરતાં નવા નવા પ્રયોગો અને તુક્કા લગાડવા જતા સિંહ જો કાંગારૂ બની જાયતો તે કેવો લાગે?
******************************************************************
સંકુચિત માન્યો મને એને એ સમજાયું નહીં,
દિલ તને દીધા પછી દુનિયાને દેવાયું નહીં.
મેં કર્યો એક જ સ્થળે ઊભા રહીને ઈન્તેજાર,
એટલે તારા સુધી મારાથી પહોંચાયું નહીં.
આપનો પરદો વિરહની રાતના જેવોજ છે,
આપને જોતો રહ્યો ને કાંઈ દેખાયું નહીં.
થઈ ગયો કુરબાન હું તો આ જગતમાં કોઈ પર.
મોત આવે ત્યાં સુધી મારાથી જિવાયું નહીં.
જેને દર્શાવ્યું મેં, એણે ફેરવી લીધી નજર,
મારી એકલતાનું દુઃખ કોઈથી જોવાયું નહીં.
સાથ મારા શત્રુનો લેવો પડ્યો એ કાર્યમાં,
મારે હાથે તો જીવન મારું મિટાયું નહીં.
મારું જીવનકાર્ય મિત્રોએ કર્યુ મરવા પછી,
સૌ રડ્યા ‘બેફામ’ જ્યારે મુજથી રોવાયું નહીં.
-બરકત વીરાણી ‘બેફામ’
5 Comments »
Leave a comment
પરિચય અને સ્વાગત
વિશ્વદીપ બારડ
“આવો, આવો તો મારી આંખો ઠરે,
ને નહિ આવો તો મુખ નહિ મોડું”
જન્મભુમિ અને ઊછેરઃ ભાવનગર
પ્રથમ આપ સૌ નું ભાવભીનું સ્વાગત છે. આપ સૌ ની પ્રેરણા મારા માટે ઘણીજ મહત્વની છે.આપ સૌ નો અભિપ્રાય અને સુચન ” ફૂલવાડી ” ને સિંચન કરવા સમાન છે.
કવિતા સાથે લાગણીશીલ હૈયાનો પરિચય , નિકટતા શિશુવયથી છે એ કહું તો અતિશયોક્તિ નહી થાય. “મંગળ મંદીર ખોલો “, “આભમાં ઊગેલ ચાંદલો”, અને “આ પસ્તાવો વિપુલ ઝરણું “જેવા પ્રિય કાવ્યો મન,તન અને હૈયા ને હરી લેતા.
આજ ભાવના ના બીજ ૧૯૬૭માં, કોલેજકાળ દરમ્યાન “અદયભીંત્” કોઈ બિચારી,(”સ્ત્રી” મેગેઝીનમાં)અને કહેશો નહી, હસતો રહ્યો, કાવ્યનો પ્રવાહ શરૂ થયો.
૧૯૭૫માં ફેમીલી સાથે અમેરિકા આવ્યો. નવો દેશ તેમજ સ્થાયી થવાની ચિંતા. બાળકો ના આભ્યાસ, આ બધી કૌટુંબિક જવાબદારીની વણઝાર માં કાવ્ય-સુંદરી થી આળગો થઈ ગયો.૧૯૭૯માં હ્યુસ્ટ્નમાં આવી સ્થાઈ થયો , હ્યુસ્ટ્નમાં ચાલતી ગુજરાતી સાહિત્ય સરિતાએ આવેગ આપ્યો. ” કાવ્ય-સુંદરીની સાથે સાથે ” મારો પ્રથમ સંગ્રહ ગઝલ સમ્રાટ શ્રી આદિલ મનસૂરીને હસ્તે પ્રગટ થયો(૨૦૦૨). પરદેશમાં આપણી માતૃભાષા ગુજરાતી ધીરે ધીરે ભુલાતી જાય છે. આપણાં બાળકો ગુજરાતી બોલી શકે છે, પણ લખી કે વાંચી શકતા નથી તો પછી આપણાં બાળકોની પેઢીમાં આપણી માતૃભાષા તદ્દન ન બોલાય એવું પણ બને ! ચાલો આપણે સયુંકત પ્રયાસ કરીએ અને પરદેશમા એક પ્રકટતા દીપ ને તેલ ની ધાર સતત આપ્યા કરીએ.આશા રાખીએ કે આપણી માતૃભાષા પરદેશમાં પણ અમર રહે.



થઈ ગયો કુરબાન હું તો આ જગતમાં કોઈ પર.
મોત આવે ત્યાં સુધી મારાથી જિવાયું નહીં.
very nice..!!!!!!!
Comment by chetu | July 17, 2007
મેં કર્યો એક જ સ્થળે ઊભા રહીને ઇન્તેજાર, એટલે તારા સુધી મારાથી પહોચાયું નહીં…આ બેફામની સરસ ગઝલ છે.
Comment by Rekha | July 17, 2007
મારું જીવનકાર્ય મિત્રોએ કર્યુ મરવા પછી,
સૌ રડ્યા ‘બેફામ’ જ્યારે મુજથી રોવાયું નહીં.
બેફામ એટલે બેફામ. બહુ જ સરસ .
Comment by સુરેશ જાની | July 17, 2007
Have you ever thought–Where does baby Kangaroo goes bathroom?-In its bedroom.
Comment by Harnish Jani | July 17, 2007
5 DIL NE TOUCH KARI JAY EVI SHAILY CHHE
LAGE CHHE KAHANI HAR EK DILNI CHHE
BAHOT ACHCHHI LAGI
Comment by REKHASDEDHIA | July 17, 2007