વેદ છે-નાઝિર
છે પ્રતિક પુરુષાર્થનું પ્રારબ્ધ પર પ્રસ્વેદ છે;
તોય વંચાયે વિધિના લેખ એનો ભેદ છે.
તું નહીં બોલે તો સઘળા પાપ તારા બોલશે,
બંધ મોઢું છો કરે પણ રોમે રોમ છેદ છે.
ઓ નિરાકારી! થજે સાકાર મારા સ્વપ્નમાં,
બંધ આંખે જોઈ લઉં બસ એટલી ઉમ્મીદ છે.
જો ઉઘાડું હાથતો ભાંગી જશે સઘળો ભરમ,
બંધ મુઠ્ઠીમાં જ મુજ અસ્તિત્વ કેરો ભેદ છે.
શબ્દ બે સંભળાવશો તો ધન્ય જીવન થઈ જશે,
આપની વાણીજ આ ‘નાઝિર’ ને મન વેદ છે.
-નાઝિર દેખૈયા
6 Comments »
Leave a comment
પરિચય અને સ્વાગત
વિશ્વદીપ બારડ
“આવો, આવો તો મારી આંખો ઠરે,
ને નહિ આવો તો મુખ નહિ મોડું”
જન્મભુમિ અને ઊછેરઃ ભાવનગર
પ્રથમ આપ સૌ નું ભાવભીનું સ્વાગત છે. આપ સૌ ની પ્રેરણા મારા માટે ઘણીજ મહત્વની છે.આપ સૌ નો અભિપ્રાય અને સુચન ” ફૂલવાડી ” ને સિંચન કરવા સમાન છે.
કવિતા સાથે લાગણીશીલ હૈયાનો પરિચય , નિકટતા શિશુવયથી છે એ કહું તો અતિશયોક્તિ નહી થાય. “મંગળ મંદીર ખોલો “, “આભમાં ઊગેલ ચાંદલો”, અને “આ પસ્તાવો વિપુલ ઝરણું “જેવા પ્રિય કાવ્યો મન,તન અને હૈયા ને હરી લેતા.
આજ ભાવના ના બીજ ૧૯૬૭માં, કોલેજકાળ દરમ્યાન “અદયભીંત્” કોઈ બિચારી,(”સ્ત્રી” મેગેઝીનમાં)અને કહેશો નહી, હસતો રહ્યો, કાવ્યનો પ્રવાહ શરૂ થયો.
૧૯૭૫માં ફેમીલી સાથે અમેરિકા આવ્યો. નવો દેશ તેમજ સ્થાયી થવાની ચિંતા. બાળકો ના આભ્યાસ, આ બધી કૌટુંબિક જવાબદારીની વણઝાર માં કાવ્ય-સુંદરી થી આળગો થઈ ગયો.૧૯૭૯માં હ્યુસ્ટ્નમાં આવી સ્થાઈ થયો , હ્યુસ્ટ્નમાં ચાલતી ગુજરાતી સાહિત્ય સરિતાએ આવેગ આપ્યો. ” કાવ્ય-સુંદરીની સાથે સાથે ” મારો પ્રથમ સંગ્રહ ગઝલ સમ્રાટ શ્રી આદિલ મનસૂરીને હસ્તે પ્રગટ થયો(૨૦૦૨). પરદેશમાં આપણી માતૃભાષા ગુજરાતી ધીરે ધીરે ભુલાતી જાય છે. આપણાં બાળકો ગુજરાતી બોલી શકે છે, પણ લખી કે વાંચી શકતા નથી તો પછી આપણાં બાળકોની પેઢીમાં આપણી માતૃભાષા તદ્દન ન બોલાય એવું પણ બને ! ચાલો આપણે સયુંકત પ્રયાસ કરીએ અને પરદેશમા એક પ્રકટતા દીપ ને તેલ ની ધાર સતત આપ્યા કરીએ.આશા રાખીએ કે આપણી માતૃભાષા પરદેશમાં પણ અમર રહે.



આપના બ્લોગનો આ નવો દેખાવ હવે વધુ ધ્યાનાકર્ષક લાગે છે… ખૂબ ખૂબ આભાર…. હળવાશમાં જે મજા છે તે વજનમાં ક્યાં? બોલ્ડ ટાઈપ તો કોઈ વાત પર વજન મૂકવું હોય ત્યારે જ સારા લાગે… મારાથી પ્રતિભાવ તો આપતા અપાઈ ગયો હતો, પણ આપ ખુલ્લા દિલે મારા અભિપ્રાયને મહત્વ આપશો એવું ધાર્યું નહોતું….આભાર !
Comment by વિવેક | June 21, 2007
Excellent thoughts for a poem. Congratulations Nazirbhai!
Dinesh O. Shah,Ph.D. Gainesville, FL, USA
Comment by Dinesh O. Shah | June 21, 2007
જો ઉઘાડું હાથ તો ભાંગી જશે સઘળો ભરમ…આનાથી મને યાદ આવે છે કહેવત કે બંધ મુઠી લાખની…બહુ જ સરસ છે.
Comment by Rekha | June 21, 2007
બહુ જ સરસ રચના . નાઝીર દેખૈયાની રચનાઓ મને બહુ જ ગમે છે.
Comment by સુરેશ જાની | June 22, 2007
પ્રસ્વેદ અને પુરુષાર્થની સામે પ્રારબ્ધને સરસ રીતે ભીડાવી દીધું છે.
મોં એક જ છે પણ છીદ્રો તો રોમ રોમે છે. ખાળે ડાટા ને દરવાજા મોકળા છે. પાપની જેમ સારાં કાર્યને પણ આ પંક્તીઓ લાગુ પડે. સારાં કામો કરનાર ભલે ન બોલે પણ એની સુવાસ તો ફેલાશે જ.
નાઝીરજીની ગઝલો બહુ ગમે એવી હોય છે.
Comment by Jugalkishor | June 23, 2007
najirni gazalono sufi andaj niralo chhe……..its exellent.
Comment by naraj | June 29, 2007