ફૂલવાડી

શબ્દગંગાની હૃદય-ઉર્મિ એટલે ફૂલવાડી

એક ગઝલ-’બ્રેન્યાઝ ધ્રોલવી’

showletter2.gif 

 શબ્દ મક્કા , શબ્દ  કાશી છે  સમજ,
ધર્મની  ઊંચી   અગાસી   છે  સમજ.

આંસુંનું       મેવાડ  લૂછી    પોપચે,
એક     મીરાંની  ઉદાસી   છે  સમજ.

ગોમતીની     જેમ    ભટકી  કલ્પના,
એક   શાયરની  તલાશી  છે   સમજ.

આજ    ગંગાની  અદાલતમાં    ઉભા,
પાપને  ધોતા    પ્રવાસી  છે   સમજ.

‘બ્રેન્યાઝ ધ્રોલવી’(૦૬-૦૨-૧૯૪૭) મૂળ નામ અબ્દુલ કાઝી
‘સૂર્યનો દસ્તાવેજ’કાવ્ય સંગ્રહ.

May 29, 2007 - Posted by વિશ્વદીપ બારડ | ગમતી ગઝલ | | 6 Comments

6 Comments »

  1. very nice…

    Comment by chetu | May 29, 2007

  2. એક શાયરની તલાશી છે સમજ….એક કવિની કલ્પના છે સમજ…..મને બહુ ગમી…

    Comment by Rekha | May 29, 2007

  3. Good

    Comment by pravinash1 | May 29, 2007

  4. આંસુ નું મેવાડ લૂછી પોપચે…
    એક મીરાની ઉદાસી છે…

    સરસ રચના..

    Comment by nilam doshi | May 30, 2007

  5. આંસુંનું મેવાડ લૂછી પોપચે,
    એક મીરાંની ઉદાસી છે સમજ.

    આજ ગંગાની અદાલતમાં ઉભા,
    પાપને ધોતા પ્રવાસી છે સમજ.

    ખુબ જ સુંદર…

    Comment by કુણાલ | May 30, 2007

  6. પહેલી જ વાર આ શાયરનું નામ સાંભળ્યું.

    Comment by સુરેશ | May 31, 2007

Leave a comment