ફૂલવાડી

શબ્દગંગાની હૃદય-ઉર્મિ એટલે ફૂલવાડી

મ્રૂત્યુઃ મધરાતે

image0051.gif

એક ડોશી
રાતે અઢીક વાગ્યે
હાથમાં ઝાંખું ફાનસ લઈ
ફળીમાંથી થાય છે પસાર.
 

એનાં જીથરવીંથર(ઊડતા) વાળ સમારવા
એ જે ઘર સામે
મૂકે ફાનસ
સવારે
તે ઘરમાં ઓછું થાય એક “માણસ”.

સાંભળ્યું છે:
એને ઝાંપો ઠેકતી જોતાં
ગામ આખાનાં કૂતરા રડી ઊઠે છે…

હું જાગી ગયો છું…

મારા પલંગ તળેથી ઊભરાતો
અંધકાર
કદાચ એક ઝાંખા ઝાંખા ફાનસમાં
પલટાઈ રહ્યો છે..

હું ચાદર ખેંચું છું
ફળીનો વાંસો પોલો જણાય…
સુસવાતો લાગે…

પાંપણના એક વાળ પર ધ્રૂજતો ઊભો છું
ઘૂઘવે છે ફેનિલ દરિયો
પાંપણો પાછળ
તરે છે દૂ…ર
એક ઝાંખૂ ઝાંખૂ ફાનસ

                    -    અજિત ઠકોર

April 3, 2007 - Posted by વિશ્વદીપ બારડ | કાવ્ય, મને ગમતી કવિતા | | 4 Comments

4 Comments »

  1. Death is inevitable,may be she has a sixth sense.
    That is the reason where ever she keeps ‘fanas’
    some one leave this world.

    Comment by pravinash1 | April 3, 2007

  2. એ કદાચ ડોશી નહિ હોય પણ ડાકણ હશે.

    Comment by Rekha | April 4, 2007

  3. મૃત્યુનું આગમન

    Comment by Neela Kadakia | April 14, 2007

  4. અજિત ઠાકોર આમ તો વિદ્યાનગરમાં સંસ્કૃતના પ્રાધ્યાપક.
    આ કાવ્ય તો એકદમ ગુજરાતી અને પાછું લોકકથા જેવું.

    Comment by spancham | August 4, 2007


Leave a comment