ફૂલવાડી

શબ્દગંગાની હૃદય-ઉર્મિ એટલે ફૂલવાડી

આયખું નાનું ને…- અનિલ કડકિયા

image0061.gif 

 આયખું  નાનું   મને  ઓરતા અપાર,
નાનકડી નાવ ને સામે કેવો પારાવાર.     
                                  આયખું નાનું ને…

કોમળ   આ કૂંપળ  ને માથે  આકાશ,
ઝંખે    સૂરજમુખી   સૂરજ -સહવાસ,
હું   તો  છું  રાત  અને    ઝંખું સવાર.
                           આયખું નાનું ને…

માનવની  વચ્ચે હું  શોધું છું  માધવ,
શબરી  પણ  ઝંખે છે પોતાનો રાઘવ,
ચારેબાજું   ભીંત મારે ખોલવા છે દ્વાર.

                                  આયખું નાનું ને…


 

April 1, 2007 - Posted by વિશ્વદીપ બારડ | કાવ્ય, ગઝલ અને ગીત | | 4 Comments

4 Comments »

  1. માનવની વચ્ચે હું શોધું છું માધવ,
    શબરી પણ ઝંખે છે પોતાનો રાઘવ,
    ચારેબાજું ભીંત મારે ખોલવા છે દ્વાર.

    vaah! saras vaat kahi

    Comment by hemantpunekar | April 2, 2007

  2. સુંદર શબ્દો છે.

    Comment by Neela Kadakia | April 2, 2007

  3. Dear Brother,
    I am also from Gujarat and working here in Saudi Arebia but I cann’t forget my Gujarat and Gujarati.Thanks lot for “FULWADI”
    I got lot of GAZALS and many things in that
    Again Thanks

    Comment by Syed Salim | April 4, 2007

  4. Excellent work and not we but God/Allah will give you reward because in Arebic country I got my Gujarati matters what I want .all in one
    thanks

    Comment by Syed Saleem | April 5, 2007

Leave a comment