હસો ને હસાવો..વિકેન્ડ છે ને!!
ટિકીટ બારી પર મોટી લાઈન હોય તો આ યુક્તિ કેવી કામ લાગે!!
************************************************************
પતિ-દેવની ચિંતા!!
અમેશ ને ઓફીસથી ઘેર આવતાં થોડું મોડું થઈ ગયું.. ઘેર આવતાની સાથેજ એમની પત્ની બોલી, “હું તમારી કેટલી ચિંતા કરતી હતી, ડિયર !! અમેશે કહ્યું કે આજે થોડું કામ આવી ગયું. પત્ની બોલી, મને તો તમારી ચિંતા બહુંજ થાય, ડિયર ! અમેશે કહ્યું કે મારા થી ફોન કરવાનો રહી ગયો, ડાર્લીંગ!! સોરી!..પણ હું તો અડધી, અડધી થઈ ગઈ.. “હા કોક વાર મોડું થઈ જાય, એમાં આટલી બધી ચિંતા તારે નહીં કરવાની!!ડાર્લિગ!”! પત્ની બોલી કે શું ચિંતા નહીં કરવાનું કહો છો !! થોડીવાર પહેલાંજ મેં ટીવી માં સમાચાર સાંભળ્યાં કે..” એક ગાંડો માણસ બસ નીચે કચડાઈ ગયો!! ત્યારથી તો તમારી ચિંતાજ ખાઈ જાતી હતી!…હે! તે શું કિધું??????
*******************************************************
એક ટ્રેઈનને આક્સ્મા થતાં તેના ચાર ડબ્બા ઉથલી પડ્યાં. એમાં ૧૦ જેટલાં વ્યક્તિ મરણ પામ્યાં. એમાંથી બચી ગયેલ એક ભાઈ ઘેર આવી પત્નીને કહ્યું..” ડાર્લિગ!! તારા અમર અને
સાચા પ્રેમને કારણે હું બચી ગયો !! નસીબ જોગે હું જે ડબ્બા ઉથલી પડ્યાં તેના પછીના ડબ્બામાં બેઠેલ હતો!! બીજે દિવસે સવારે પત્ની છાંપુ લઈ ને આવી ને કહ્યું આ વાંચો !!લખ્યું છે કે…”ગઈ કાલના ટ્રેઈન અકસ્માતમાં માર્યા ગયેલા માણસોની પત્ની ને પાંચ લાખ આપવામાં આવશે”
તમે પણ..!! લો !મને શું મળ્યું ?? આ બધા બૈરા નસીબદાર ! પાંચ, પાંચ લાખ તો મળ્યા!
*****************************************************************
પરિચય અને સ્વાગત
વિશ્વદીપ બારડ
“આવો, આવો તો મારી આંખો ઠરે,
ને નહિ આવો તો મુખ નહિ મોડું”
જન્મભુમિ અને ઊછેરઃ ભાવનગર
પ્રથમ આપ સૌ નું ભાવભીનું સ્વાગત છે. આપ સૌ ની પ્રેરણા મારા માટે ઘણીજ મહત્વની છે.આપ સૌ નો અભિપ્રાય અને સુચન ” ફૂલવાડી ” ને સિંચન કરવા સમાન છે.
કવિતા સાથે લાગણીશીલ હૈયાનો પરિચય , નિકટતા શિશુવયથી છે એ કહું તો અતિશયોક્તિ નહી થાય. “મંગળ મંદીર ખોલો “, “આભમાં ઊગેલ ચાંદલો”, અને “આ પસ્તાવો વિપુલ ઝરણું “જેવા પ્રિય કાવ્યો મન,તન અને હૈયા ને હરી લેતા.
આજ ભાવના ના બીજ ૧૯૬૭માં, કોલેજકાળ દરમ્યાન “અદયભીંત્” કોઈ બિચારી,(”સ્ત્રી” મેગેઝીનમાં)અને કહેશો નહી, હસતો રહ્યો, કાવ્યનો પ્રવાહ શરૂ થયો.
૧૯૭૫માં ફેમીલી સાથે અમેરિકા આવ્યો. નવો દેશ તેમજ સ્થાયી થવાની ચિંતા. બાળકો ના આભ્યાસ, આ બધી કૌટુંબિક જવાબદારીની વણઝાર માં કાવ્ય-સુંદરી થી આળગો થઈ ગયો.૧૯૭૯માં હ્યુસ્ટ્નમાં આવી સ્થાઈ થયો , હ્યુસ્ટ્નમાં ચાલતી ગુજરાતી સાહિત્ય સરિતાએ આવેગ આપ્યો. ” કાવ્ય-સુંદરીની સાથે સાથે ” મારો પ્રથમ સંગ્રહ ગઝલ સમ્રાટ શ્રી આદિલ મનસૂરીને હસ્તે પ્રગટ થયો(૨૦૦૨). પરદેશમાં આપણી માતૃભાષા ગુજરાતી ધીરે ધીરે ભુલાતી જાય છે. આપણાં બાળકો ગુજરાતી બોલી શકે છે, પણ લખી કે વાંચી શકતા નથી તો પછી આપણાં બાળકોની પેઢીમાં આપણી માતૃભાષા તદ્દન ન બોલાય એવું પણ બને ! ચાલો આપણે સયુંકત પ્રયાસ કરીએ અને પરદેશમા એક પ્રકટતા દીપ ને તેલ ની ધાર સતત આપ્યા કરીએ.આશા રાખીએ કે આપણી માતૃભાષા પરદેશમાં પણ અમર રહે.


