ફૂલવાડી

શબ્દગંગાની હૃદય-ઉર્મિ એટલે ફૂલવાડી

તોફાન રાખે છે-શૂન્ય પાલનપૂરી

showletter-4.jpg 

 તરંગોથી  રમી  લે   છે    ભંવરનું  માન રાખે છે.
નહીંતર   નાવ પોતે    સેંકડો  તોફાન    રાખે છે,

અવિરત   શૂન્યનું   અંતર  કોઈનું ધ્યાન  રાખે છે,
પ્રણય-જામે   અનોખું રૂપનું     મદ્યપાન  રાખે છે.

પળે  પળે   મોકલે છે    ચોતરફ   સંદેશ મોજાંથી,
સમંદર    ડૂબતાનું    સર્વ   વાતે ધ્યાન  રાખે છે.

તમારી   યાદમાં  સળગે છે રોમે રોમ તો પણ શું ?
હંમેશાં   ખેલદિલ   ખેલી   નિયમનું માન રાખે છે.

દરદ  છે   એટલે   તો જિંદગીમાં    જાન બાકી છે,
પ્રણય છે   એટલે    સૌ રૂપનું    સન્માન  રાખે છે.

ધરીને   શૂન્ય   બેઠો છે   ઉરે   ટુકડાઓ પ્યાલીના,
અમરતાનો   પૂજારી   પણ   ફનાનું માન  રાખે છે.
                                                               

March 28, 2007 - Posted by વિશ્વદીપ બારડ | ગમતી ગઝલ | | 6 Comments

6 Comments »

  1. Nice effort, I like that you are keeping our Gujarati Kavita and Language alive through this web site.
    Keep up the good work
    Regards

    Nilesh Rami,

    Comment by Nilesh Rami | March 28, 2007

  2. aa jivan che anamoltema mitra
    ,mitranu dhyan raakhe che

    Comment by pravina kadakia | March 28, 2007

  3. bahu saras gazal! good selection vishvadeepbhaai!

    Comment by hemantpunekar | March 29, 2007

  4. ધરીને શૂન્ય બેઠો છે ઉરે ટુકડાઓ પ્યાલીના,
    અમરતાનો પૂજારી પણ ફનાનું માન રાખે છે.

    શૂન્ય સાહેબ સિવાય કોઇની મજાલ છે કે આ ચીજ લખી શકે??

    અદભૂત…

    Comment by Kunal Parekh | March 29, 2007

  5. આ કવિતા બહુ સરસ છે. ખરેખર જિંદગી ટપાલ જેવી છે કે ટપાલી જેવી છે એજ ખબર નથી પડતી.

    Comment by Rekha | March 29, 2007

  6. your blog make everybody happy like bhavnagari gadhia

    Comment by atul rao | April 12, 2007

Leave a comment