ફૂલવાડી

શબ્દગંગાની હૃદય-ઉર્મિ એટલે ફૂલવાડી

હસો અને હસાવો !!

એક કાઠીયાવાડી, એક મુંબઈવાસી, અને એક અમદાવાદી  ત્રણે મિત્રો  મંદીરમાં દશૅન કરવા ગયા..કાઠીયાવાડી એ ભગવાનને કહ્યું ” હે  ભગવાન આ બધી મિલકત તારી  દીધેલ છે અને તનેજ  થોડું અપૅણ કરું છું” એમ કહીં ભગવાનના ચરણમાં અગિયાર રૂપિયા મૂક્યાં..મુંબઈવાસી એ મનમાં વિચાર્યું કે  આ મિત્રએ અગિયાર મૂક્યાં તો હું સવાઆગિયાર  મૂકું” અને બોલ્યો..તારું દિધેલ તને અપૅણ..તારા ચરણમાં આવે એ તારા અને બાકી મારા ” એ કહીં ભગવાન તરફ પૈસા
ફેક્યાં.. માત્ર એક પાવલી જ ભગવાનની મૂર્તી પાસે ગઈ અને અગિયાર રૂપિયા નીચે પડ્યાં તે મુંબઈવાસી એ ઉઠાવી લીધા. અમદાવાદી ને  તો બન્ને મિત્ર કરતા ભગવાન ને વધારે અપૅણ કરવું છે!!..તેણે ભગવાનને કહ્યું” હે ભગવાન ! તારું દીધેલ તને અપૅણ ને તારો વાસ તો ઉપર સ્વગૅમાં છે તું અહી કયાં વસે છે!! તેમ કહીં તેણે એકવીસ રૂપિયાનું પરચુરણ કાઢી ઉપર આકાશ તરફ ફેક્યાં ને કહ્યું” જે પૈસા ઉપર જાય તે તારા..બાકી બધા મારા!!!

March 17, 2007 - Posted by વિશ્વદીપ બારડ | હસો અને હસાવો!! | | 2 Comments

2 Comments »

  1. આમાં તમે અમદાવાદીની વાત સરસ કરી છે. જૉ કે હુ પણ એક અમદાવાદી જ છુ.

    Comment by Rekha | March 19, 2007

  2. તે બનાવેલા તને બનાવે જેવો ઘાટ :)

    સરસ…

    Comment by Amit pisavadiya | March 19, 2007


Leave a comment