ફૂલવાડી

શબ્દગંગાની હૃદય-ઉર્મિ એટલે ફૂલવાડી

હવે તો બસ કર !!

thumbnailca8kp852.jpg 

માનવી ક્યાં સુધી માંગતો રહેશે ?
આદમ   આવી   “ઈવ” માંગી,
રહેવા આસરો,પીવા પાણી ને અન્ન આપ્યું,
ઈવ સાથે સંતાન-સુખ  દીધું..

ન કરી માંગ કોઈ ઓછી માનવીએ,
હાથ ઉંચા કરી કરી માંગતો રહ્યો,
ઉંડવા આકાશમાં, દોડવા ધરતી પર,
સુખ-સાયબી, મહેલો માંગતો રહ્યો.

“ભોગવે છે,માણેછે એજ તારું સ્વગૅ છે,
રહું છું ખુદ સાગર તળે,શેષનાગ સંગ,
શંકર રહે રાખ ચોળી સ્મશાન ઘાટ પર,
રહે બ્રહ્માં કમળ કુંડે,પલાઠી પર.”

“મળ્યું છે   જે સુખ તને વિશ્વમાં,
નથી એવું કોઈ સાધન  બ્રહ્માંડમાં ,
માંગ્યું    એ બધું   જ તને મળ્યુ ,
સુખ શોધવા બીજા ગ્રહે શીદ ફરે ?”

“પૈદા કરી આ માનવ જાત,
ખુદ પસ્તાયો છું મારી જાત પર,
નથી કોઈ આરો તારી માંગનો માનવ,
ખમૈયા કર,  હવે તો બસ કર !!!

  

March 7, 2007 - Posted by વિશ્વદીપ બારડ | કાવ્ય, ગદ્ય્-પદ્ય કવિતા | | 3 Comments

3 Comments »

  1. બહુ સરસ કવિતા છે. માગ્યા વિના તો મા પણ ના પીરસે…આ તો જન્મયા ત્યારથી ચાલતુ આવ્યુ છે. માગવા પાછળ તો દરેકને ખુશામત કરવી પડે છે, વખાણ કરવા પડે છે. વખાણ તો દરેક્ને ગમતા હોય છે.

    Comment by Rekha | March 7, 2007

  2. ‘બનાવી જીવની ઝંઝાળ પ્રભુ તેં હાથ ધોયા છે’

    Comment by pravina kadakia | March 7, 2007

  3. bahu saras

    Comment by vijayshah | March 8, 2007

Leave a comment