અંકિત ત્રિવેદી- ગઝલ
(અંકિત અને વિશ્વદીપ ( હ્યુસ્ટ્નમાં-૨૦૦૬)
અહીંયા ફ્રર્યુ જે રીતથી ત્યાં પણ ફ્ર્યું હશે ,
એકાદ પીંછું યાદનું ત્યાં પણ ખર્યું હશે.
આજે ફરી હું આંસુની પાછળ પડી ગયો,
સપના ને પાછું કોઇકે સામે ધર્યું હશે.
બાજી અધુરી છોડવાનું એક કારણ કહું?
જાણી બૂજીને એમણે એવું કર્યું હશે.
અટકી ગયેલી વાત ના આગળ વધી શકી,
મૂંગા થયેલા હોઠમાં શું કરગર્યું હશે.
મારા વિના હું એકલો ટોળે વળી ગયો,
મારા વિશેનું ગામ ત્યાંથી વિસ્તર્યું હશે.
-અંકિત ત્રિવેદી



અહીંયા ફ્રર્યુ જે રીતથી ત્યાં પણ ફ્ર્યું હશે ,
એકાદ પીંછું યાદનું ત્યાં પણ ખર્યું હશે.
અટકી ગયેલી વાત ના આગળ વધી શકી,
મૂંગા થયેલા હોઠમાં શું કરગર્યું હશે.
……………………………
આ પંક્તિ મા રહેલી વ્યથા હ્રદય ને સ્પર્શી જાય છે…!
nice gazal!
મારા વિના હું એકલો ટોળે વળી ગયો,
મારા વિશેનું ગામ ત્યાંથી વિસ્તર્યું હશે.
અટકી ગયેલી વાત ના આગળ વધી શકી,
મૂંગા થયેલા હોઠમાં શું કરગર્યું હશે.
saras gazal