વાર તો લાગે જ ને
દ્રશ્યથી ધીમા સ્વરોને , લાંબું અંતર પાર કરતાં વાર તો લાગે જ ને,
આ ગઝલ વંચાઈ ગઈ, પણ આંસુઓને કાને પડતાં વાર તો લાગે જ ને.
રીસમાં ભીંના થઈ બીડાઈ ગયેલા નેણ એનાં, એમતો ક્યાંથી ખૂલે,
બોજ ઝાકળનો લઈને, પાંખડીઓને ઊઘડતાં વાર તો લાગે જ ને.
પાંખડીઓને વકાસી, સૂયૅની સામે કમળ જોયા કરે છે કયારનું,
જે છુપાવે મોં તિમિરથી, એને અજવાળું સમજતા વાર તો લાગે જ ને.
ઊછળી-ઊછળીને ફોરા, વારે વારે દઈ ટકોરા બ’હાર બોલાવી રહ્યાં,
ડોકિયું કાઢીને કૂપળ એમ કહેતી હસતાં હસતાં વાર તો લાગે ને.
ઉદયન ઠક્કર




This reminds me Jagjit Singh’s “Pyar Ka Pehla Khat”
(http://www.amazon.com/gp/music/wma-pop-up/B000002SUA001006/ref=mu_sam_wma_001_006/002-9480555-1861664)
Good one!