ફૂલવાડી

શબ્દગંગાની હૃદય-ઉર્મિ એટલે ફૂલવાડી

કોની આ પ્રિયતમા ?

thumbnailcaiwwq72.jpgthumbnailcacsewoq.jpg 

અંતરે    આભલા  ટમ ટમે , 
           પ્રીત-પ્યારું ગીત  ગાતી,
દૂર   દૂર   અણજાણી ભોમ પર
           જાય છે ઉતાવળી ,
કોની આ પ્રિયતમા?

કાળજું  કંપાવતી, અધુરા અરમાન એના,
                   સ્નેહના શપથ આપી  ,
પ્રણયવેદની દીપ-રેખા બુઝાવી,
            જાય છે ઉતાવળી,
કોની આ પ્રિયતમા ?

આંખમાં મીઠા મધુર સ્વપ્ન સારા,
             અકાળે   ઉઠાડતી,
ચોધાર આસું મન મહીં છુપાવતી,
           જાય છે ઉતાવળી,
કોની આ પ્રિયતમા ?

હ્ર્દયમાં રોષ તોય આંખમાં કાજળ ઘસી,
         ઉભય હાથમાં મેંદી ભરી,
સોળે  શણગાર સજી, આ સુંદરી,
         જાયછે ઉતાવળી,
કોની આ પ્રિયતમા?

(મૌન ભાવે જાગતો પ્રણય,   હૈયાને હચમચાવી જાણે છે..એ સ્વપ્ન અધુરા રહી જાય ને..”ગાય દોરે ત્યાં જાય” ત્યારે જાગેલુ આ  ગીત..( ૧૯૬૮માં..!!!)
         
રચેલ..૧૯૬૮

March 2, 2007 - Posted by વિશ્વદીપ બારડ | ગીત | | 5 Comments

5 Comments »

  1. પ્રિતમને સાથ આપનાર પ્રિયતમા ખુબ સુંદર લાગે છે.

    Comment by Rekha | March 2, 2007

  2. વાહ સોનેરી ભૂતકાળ તાજો કરી દીધો…. 1967-68 ની મધુરી યાદો …

    Comment by Suresh Jani | March 2, 2007

  3. હું કહું ?

    રેખાબેન અને વિશ્વદિપભાઈ
    બીજું કોણ??????

    Comment by Neela Kadakia | March 3, 2007

  4. બીજા કોની વિશ્વદીપની

    Comment by pravinash1 | March 5, 2007

  5. (મૌન ભાવે જાગતો પ્રણય, હૈયાને હચમચાવી જાણે છે..એ સ્વપ્ન અધુરા રહી જાય ને..”દિકરીને ગાય દોરે ત્યાં જાય” બે યુવાન હૈયા કદી પાછા મળી શક્યા નથી..ત્યારે જાગેલુ આ ગીત..( ૧૯૬૮માં..!!!)

    Comment by vishwadeep | March 5, 2007

Leave a comment