ફૂલવાડી

શબ્દગંગાની હૃદય-ઉર્મિ એટલે ફૂલવાડી

સૌ તને મુબારક

 

એશો-આરામ  આજ સૌ તને મુબારક,
સુખ   ને   શાયબી   સૌ   તને   મુબારક.

કણ-કણ   માટે   ઘર , ઘર  ફર્યો છું,
અન્નકુટના થાળ સૌ તને મુબારક.

સંમદર નાથી નિકળેલું  ઝેર પિધું  છું
અમરતના ઘુંટડા સૌ   તને    મુબારક.

કાયા-માયાના મોહથી દૂર થયો છું,
જગત  સારું     સૌ    તને     મુબારક.

ન સોના,ન ચાંદી  થી ના  મોહીત થયો  છું,
માયાવી   નગરી    સૌ    તને      મુબારાક.

ભભુતી-ભાંગ ને ભૈરવ-નાદી થયો છું,
બાગ   અને   ફુલ  સૌ   તને    મુબારક.

 

                                                                                                                                

February 27, 2007 - Posted by વિશ્વદીપ બારડ | સ્વરચિત રચના | | 4 Comments

4 Comments »

  1. Jay ho
    mangal ho
    nilkanthanaa tyagne vandan ho

    Comment by vijayshah | February 27, 2007

  2. બધુ તમને મુબારક. બહુ સરસ કવિતા છે.

    Comment by Rekha | February 27, 2007

  3. ૐ નમઃ શિવાય

    Comment by shivshiva | February 28, 2007

  4. તેરા તુઝકો અર્પણ ક્યા લાગે મેરા

    Comment by pravinash1 | February 28, 2007


Leave a comment