ગૌરવવંતી ગાથા મારી
ભારત મારી જન્મભૂમી,ગૌરવવંતી ગાથા મારી,
અમરિકા મારી કમૅભૂમી,ગૌરવવંતી ગાથા મારી.
એક મારી માવલડી, જન્મ દેનાર જનેતા મારી,
પીધા અમરતપાન મેં, ગૌરવવંતી ગાથા મારી.
બીજી પાલનહાર, યશ ગાથા યશોદા મારી,
વરસો વિતાવ્યાં વ્હાલમાં,ગૌરવવંતી ગાથા મારી.
વતન વ્હાલું કેમ વિસારું , એ મા-ભોમ છે મારી,
ભારત મા સો સો સલામ ,ગૌરવવંતી ગાથા મારી.
દીધો રોટલો-ઓટલો,એવી છે આ ધરતી મારી,
અમરિકા સો-સો સલામ,ગૌરવવંતી ગાથા મારી.
દેવકી જન્મદાતા ને યશોદા પાલનહાર મારી,
આંખ મારી બેવું સરખી ,ગૌરવવંતી ગાથા મારી.
(ભારતની પવિત્ર ભૂમી માં જન્મ લીધો એથી વિશેષ ગૌરવ શું હોય શકે ?.. પણ સાથો સાથ
જે અમેરિકન ભૂમી પર આવી રિધ્ધી-સિધ્ધી બંન્ને મળ્યાં છે તેનું ઋણ કેમ ભુલાય ?)




This is fact. We should proud of both countries.
તમે વતનને અને કર્મભૂમિને સારી રીતે વાગોળી છે ! આ વતનપ્રેમ સૌને વળગે એવી આશા. ગઝલમાં તમે વધુ જામો છો. જુ.
જન્મભૂમી અને કર્મભૂમી આદર બંને માટે સમાન
ઋણ ચૂકવવા હંમેશ તૈયાર ગૌરવવંતી ગાથા મારી
ભાઈશ્રી જુગલકિશોર, તમારા જેવા પ્રિય મિત્રોનો પ્રેમ, પ્રકાશ અને પ્રેરણા પ્રકટાતા દીપ ને તેલની ધાર પુરવાનું કામ કરે છે.
saras kavita
Dear Vishwadeepbhai,
I enjoyed reading your poem.It was a pleasure reading gujarati mail.We have a wedding in family and I was wondering if you have any collection of fatana?Reading your “gham re gham ghanti”-gave me hope that you might have some authentic fatanas.
Shefali ong>Jhaveri.
two in one. both r equale to u
i want the gujarati fatana song for marriage if have that ” chodi kai dada nu pani pani kar ti