ફૂલવાડી

શબ્દગંગાની હૃદય-ઉર્મિ એટલે ફૂલવાડી

મારા તે ઘરમાં-લોકગીત

                                16025483321.jpg

ઘંમ રે  ઘંમ ઘંટી બાજરો ને બંટી, જીણું દળું  તોઊડી  ઊડી જાય.
                   જાડું દળું તો કોઈ નવ ખાય.

મારા તે ઘરમાં સસરોજી એવા, હાલતા જાય,ચાલતા જાય,
                   લાપસીનો કોળિયો ભરતા જાય.

મારા તે ઘરમાં નણંદબા એવા, નાચતાં જાય, કૂદતાં  જાય,
                       રાંધી રસોઈ ચાંખતાં જાય.

મારા  તે ઘરમાં દિયરજી  એવા, રમતા  જાય, કૂદતાં  જાય,
                        મારું  ઉપરાણું લેતા જાય.

મારા  તે ઘરમાં  સાસુજી  એવાં, વાળતાં  જાય  બેસતાં જાય,
                       ઊઠતા બેસતાં ભાંડતાં જાય.

મારા  તે ઘરમાં  પરણ્યાજી એવા,   હરતા  જાય  ફરતા જાય,
                       માથામાં ટપલી મારતા જાય.

ઘંમ રે ઘંમ ઘંટી, બાજરો ને બંટી, જીણું દળું તો ઊડી ઊડી જાય,
                        જાડું દળું તો કોઈ નવ ખાય.

લોકગીત

February 23, 2007 - Posted by વિશ્વદીપ બારડ | કાવ્ય | | 2 Comments

2 Comments »

  1. રેખાબેનને ટપલી ન મારતા હોં!

    Comment by સુરેશ જાની | February 24, 2007

  2. હવે તો એમ લખાય કે

    મારા તે ઘરમાં વહુજી એવા હાલતા જાય ચાલતા જાય
    સાસુમાને ઑર્ડર કરતા જાય

    Comment by shivshiva | February 24, 2007

Leave a comment