ફૂલવાડી

શબ્દગંગાની હૃદય-ઉર્મિ એટલે ફૂલવાડી

એનું નામ જિંદગી

19199757011.jpg image0031.gif

હતી નજર  હંમેશ આગળ ને એ હતી  પાછળ ,
ના ક્દી એ હાથમાં આવી, એનું નામ જિંદગી.

સ્વાથૅ તારો ને મારો રમી ગયાં એટલી રમતો,
અંતે  ખુદ થયાં બરબાદ, એનું નામ જિંદગી.

કોણ, કેવું   ને  એ    કેટલામાં  શું    રમે છે.
પારખવું   છે  મુશ્કેલ , એનું    નામ  જિંદગી.

સજ્જન સાધુ થઈ એ આવ્યો હતો એના આંગણે,
ભરમાવી ને લઈ  ગયો, એનું  નામ   જિંદગી.

લુંટી  હતી  આબરૂ  ભલે  એની  જાહેર  સભામાં,
વહારે  આવ્યાં  ક્રુષ્ણ-કાળા, એનું નામ જિંદગી.

બને  રંક માંથી  રાજા  ને રાજા  બની  જાય રંક,
ભેદ  કોઈ  જાણે  નહી , એનું  નામ    જિંદગી.

એ  ઊગે  ને આથમે   સૌ જુવે એને  નરી આંખે,
હકીકતમાં જાગતો  નિરંતર, એનું નામ જિંદગી.

નિસ્વાથૅ જિંદગી જીવનારા છે માનવ અહીં ઘણાં,
કદર  કોઈ  એની  ના  કરે, એનું  નામ જિંદગી.

ઝંઝાવટી  જિંદગી જીવી એ થાકી ગયો ” દીપ “,
તોય  ઝંપી કયાં બેસેછે  ?  એનું  નામ  જિંદગી .

February 22, 2007 - Posted by વિશ્વદીપ બારડ | કાવ્ય, સ્વરચિત રચના | | 4 Comments

4 Comments »

  1. મારી છે છતા મારી બની શકી નથી એ જિંદગીનો સો ભરોસો. આ તમારી રચના યાદ આવી જાય છે.

    Comment by Rekha | February 22, 2007

  2. નિત્ય નવલાં ખેલ ખેલે
    એનું નામ જીંદગી
    તોયે મુજને અનહદ પ્યારી
    લાગે આ જીંદગી

    Comment by pravina kadakia | February 22, 2007

  3. Very nice!

    Comment by Rachit | February 22, 2007

  4. જિંદગીની વ્યાખ્યા કોઈ આપી શક્યું છે ખરું?

    Comment by shivshiva | February 24, 2007

Leave a comment