ફૂલવાડી

શબ્દગંગાની હૃદય-ઉર્મિ એટલે ફૂલવાડી

“જાન” જાતી એકલી !

 imagescacpqjsc.jpg

સૂર   સ્વપ્નમાં  શરણાઈના !
    “ધડમ,ધડમ” આ ઢોલ !

કરે કો-કો ડાળ પર  કાગ, 
     ઘુવડ ઘુઘવાટી કરે!

સ્મિત કરતી કો’  સુંદરી ,
     આંગણે  ઊભી   મંડપે !

અગોચર મંત્ર-ઉચ્ચાર !

જવતલ-જ્વાળા ઘણી !

અબીલ-ગુલાલ , કંકુ  છાંટણા !!
   ફરતા  ડાઘુ    આસ-પાસ   !!

ઊચક્તી કેવી આ “પાલકી”?
   લીધી વિદાય છેલ્લી ચોતરે!!

વળાવ્યા સૌ ,સીમા લગી !
જુવો અટુલી “જાન “જાતી એકલી
!!

February 19, 2007 - Posted by વિશ્વદીપ બારડ | કાવ્ય | | 1 Comment

1 Comment »

  1. અંત તો આજ રહેવાનો ને?

    Comment by shivshiva | February 21, 2007

Leave a comment