ફૂલવાડી

શબ્દગંગાની હૃદય-ઉર્મિ એટલે ફૂલવાડી

નહીં મળે !!

20962047321.jpg 

હસે   છે   ચાંદની  બેફામ   બની   પૂનમ  રાતે,
નિહાળી  લે આજ , અમાસ  રાતે  એ નહી મળે.

હસીલો   આજ   ફૂલો,સૌ    ને   સુગંધ આપીને,
પાઈ  દે થોડું  પાણી, પાનખરે   એ  નહી  મળે.

ગમ  ખાઈ એ   તો વરાળી  વાદળા  થઈ  ગયા,
વરસાવી દે આજ, ફૂંકાતા પવનમાં એ નહી મળે.

ખંડેરમાં  ભટકતા   ભૂત, મહેફીલ  માણે માધરાતે,
મળી લે એને આજ, સૂરજના તેજમાં એ નહી મળે.

ઝખ્મી છું  એથી જ  તારા   દદૅ ને  સમજી  શકુ છું,
ઘાવને  ચંદન  લગાવી   દઉં,પછી   એ  નહી મળે.

સમય છે,  સૌ ને સાથે ગમે એવી વાતો કરી   લ ઉં,
કોને  ખબર છે   કાલની , કદાચ  એ   નહીં  મળે.

સ્વપ્નમાં તો  રોજ , રોજ    પ્રેમની   વાતો  કરે છે,
મજા   માણું છું   રાતમાં , આંખ  ખુલે એ નહી મળે.

જિંદગીનો રસ્તો છે ઘરથી સ્મશાન ઘાટ લગી,જાણુ છું,
મળી  લઉં ચાર  કાંધિયાને,પછી   દીપ એ નહીં મળે
.

February 5, 2007 - Posted by વિશ્વદીપ બારડ | Uncategorized | | 5 Comments

5 Comments »

  1. આજનો લ્હાવો લઇ લઇએ કાલની કોને ખબર છે.આજની કવિતા બહુ સરસ છે. આવી રીતે સારી કવિતા લખતા રહો.

    Comment by Rekha Barad | February 5, 2007

  2. Nice blog and nice poems… congratulations ! I will have to visit often !

    Comment by Dhaval | February 6, 2007

  3. Dhaval
    Nice poem nice blog ane nice made for each other couple!
    good friend and philosopher and guide too!

    Comment by vijayshah | February 7, 2007

  4. it’s very nice, my mind is getting fresh, i like to read gujrati news paper. also bal vibhag is very nice too, it’s remind me my child hood in india. i will teach my kids those beautiful varta & kavita. thanks again

    Comment by koki | February 17, 2007

  5. મળેલી ક્ષણો મ્હાલવી રહી ગયેલી ક્ષણો પછી નથી આવતી.

    Comment by shivshiva | March 1, 2007

Leave a comment