ફૂલવાડી

શબ્દગંગાની હૃદય-ઉર્મિ એટલે ફૂલવાડી

પ્રાથૅના/બંદગી

4k9dcaob35cmcan20pumcao1758pcaiexoq3cayvgaa9caqu1wozca6dsc63ca63i2excam44vbvca75dkzkca6fmjdqca7959ogca7iy7cxcajgemtbcawt1y9zcarxh9ewcaraiwdmcapy6viwcap35p28.jpg

બાબર નામે એક બાદશાહ હતો.તે દિલ્હીમાં રાજ્ય કરતો હતો.તેને ચાર દિકરા હતા. તેમાં  મોટો
હુમાયુ હતો. બાબરને બધા દિકરા વહાલા હતા. પણ હુમાયુ ઉપર તેનું હેત વધારે હતું.
       એક વખત હુમાયુ સખત માંદો પડ્યો.બાબર બાદશાહ હોવાથી દવા દારૂ માટે પૈસાની ખોટ ન હતી.સારા સારા વૈદો અને હકીમોની દવા કરી પણ હુમાયુ ને કોઈ દવાથી આરામ  થયો નહિ. માંદગી દિવસે દિવસે વધતી ગઈ.તાવ ઓછો થાય અને હુમાયુ ને આરામ થાય એમ માની
બાબરે ધમૅદાન કર્યા, ગરીબોને અન્ન-વસ્ત્રો આપ્યા, પણ હુમાયુ ને કશો ફેર પડ્યો  નહિ.
     હુમાયુની માંદગી ઘણીજ વધી ગઈ અને તે એક બે દિવસનો મહેમાન છે એવું સૌ ને લાગ્યું.
બાબર હુમાયુના બિછાના  પાસેથી જરા પણ ખસતો નહિ.તેની ભુખ તરસ ઊડી ગઈ હતી.શું કરવાથી હુમાયુની જિંદગી બચે તેની રાત દિવસ ચિંતા કરતો હતો.
    એવામાં એક ફકીર આવ્યો.  તેણે હુમાયુને જોઈ બાબરને કહ્યું, “હે બાબર, તું તારી પાસેની સૌથી મુલ્યવાન વસ્તુ ખુદાને નામે દાન આપે, તો તારો પુત્ર સાજો થાય.હીરાનો એકાદ હાર આપી દે.”
    બાબરે કહ્યું” હીરા કરતાતો મારો જાન વધારે કિંમતી છે. તેજ ખુદાને અપૅણ કરું” એમ કહીં ખુદાનું ધ્યાન ધરી ને બોલ્યો,”હે ખુદા, મારા હુમાયુને સારો કર. અને તેનું બધું દુઃખ મને આપી દે, હું મારો પ્રાણ તને અપૅણ કરું છું”
   ખુદાએ બાબરની બંદગી(પ્રાથૅના) સાંભળી હોય તેમ તેજ દિવસથી હુમાયુ ને આરામ થવા માંડ્યો. છેવટે હુમાયુ તદ્દન સાજો થઈ ગયો, પણ બાબર તે વખતથી માંદો પડ્યો અને આખરે ગુજરી ગયો..

************************

“પ્રાથૅના એટલે પરમાત્મા સાથે ગોઠડી, પરમાત્માનું ચિંતન અને અનુભવ” સ્વામી રામતીથૅ

February 28, 2007 Posted by વિશ્વદીપ બારડ | ટુંકીવાર્તા | | 2 Comments

કોણ હતી ?

20949430451.jpg 

પ્રથમ દિન કોલેજનો હતો
                  ને એક સંગાથી મને મળી,
કૈ જાણથી ને કૈ  અજાણથી
                  પ્રેમ   અમારો  થઈ ગયો,
લાલ -પીળી ને ભભકતી,
           સુંદર સાડી હંમેશ પહેરતી,
બીજી પ્રાંતી ભાષા બોલતી,
           હું  એ  શાનથી  સમજતો.
ભલી ક્યાંની રહેવાસી હતી,
           મેં    કદી   પૂછ્યું   નહીં,
નિયત સ્થળે એ આવતી,
           સંગાથે  સદા  સાથે જતી,
નાજુક શા અંગના ભાગ પર,
            કૈ  વાર   બાજુ ઢાળ તો,
ખેર? રજાઓ કોલેજમાં પડી,
            હું  ગયો મારા દેશ ભણી,
કહ્યું કોઈ એ ,” એ તો નિયત સ્થળે આવતી,
          મને ન જોઈ ચાલી જતી,”
મિત્રો સાથે મળી પૂછે” એ કોણ હતી ?”
         ભાઈ એ તો માત્ર ” બસ” હતી.

( નોંધ.. ૧૯૬૮માં કોલેજકાળમાં  રમુજમાં  લખેલ હસ્ય-કાવ્ય અમદાવાદની લાલદરવાજાની
 બસમાં બેઠી, કરેલી મુસાફરી માંથી સ્ફુરેલું  રમુજ કાવ્ય)
 
           

February 28, 2007 Posted by વિશ્વદીપ બારડ | કાવ્ય | | 6 Comments

કહેવાઈ જાય છે

23841149531.jpg                 

રુદન  કે હાસ્યની  રેખા  બધી  વંચાઈ   જાયે છે,
હ્ર્દયના  ભાવ  આંખોમાં  સદા પરખાઈ  જાયે છે.

ગગનના  તારલા, ધરતીનાં ફૂલો બે અસર લાગે,
હ્ર્દયમાં   જ્યારે  એની વેદના  પથરાઈ  જાયે છે.

અમસ્તું  તો ક્યાં બદલે છે કદી વાતાવરણ અહીંયાં,
છતાં એના મિલનની ક્ષણોમાં યુગ બદલાઈ જાયે છે.

કરામત  છે એ તારા હાથની, સાકી, કે- મારાથી,
નથી  આદત છતાં  બે  ઘૂંટ તો   પિવાઈ  જાય છે.

સમજ પડતી નથી,શું આજ દિલમાં થાય છે અમને,
ન   કહેવાનું  અનાયાસે  “મુખી”  કહેવાઈ જાયે છે.

ગિરધરલાલ “મુખી”

February 27, 2007 Posted by વિશ્વદીપ બારડ | Uncategorized | | 5 Comments

સૌ તને મુબારક

392654579_016f9a18a2_m1.jpg 

એશો-આરામ  આજ સૌ તને મુબારક,
સુખ   ને   શાયબી   સૌ   તને   મુબારક.

કણ-કણ   માટે   ઘર , ઘર  ફર્યો છું,
અન્નકુટના થાળ સૌ તને મુબારક.

સંમદર નાથી નિકળેલું  ઝેર પિધું  છું
અમરતના ઘુંટડા સૌ   તને    મુબારક.

કાયા-માયાના મોહથી દૂર થયો છું,
જગત  સારું     સૌ    તને     મુબારક.

ન સોના,ન ચાંદી  થી ના  મોહીત થયો  છું,
માયાવી   નગરી    સૌ    તને      મુબારાક.

ભભુતી-ભાંગ ને ભૈરવ-નાદી થયો છું,
બાગ   અને   ફુલ  સૌ   તને    મુબારક.

 

                                                                                                                                

February 27, 2007 Posted by વિશ્વદીપ બારડ | Uncategorized | | 4 Comments

ગૌરવવંતી ગાથા મારી

  images2.jpg          imagesca7q6g1c.jpg 

ભારત મારી  જન્મભૂમી,ગૌરવવંતી  ગાથા મારી,
અમરિકા મારી કમૅભૂમી,ગૌરવવંતી  ગાથા મારી.

એક મારી માવલડી, જન્મ દેનાર  જનેતા મારી,
પીધા અમરતપાન મેં, ગૌરવવંતી  ગાથા મારી.

બીજી   પાલનહાર,  યશ  ગાથા યશોદા  મારી,
વરસો વિતાવ્યાં વ્હાલમાં,ગૌરવવંતી ગાથા મારી.

વતન  વ્હાલું કેમ વિસારું , એ મા-ભોમ છે મારી,
ભારત મા સો  સો સલામ ,ગૌરવવંતી ગાથા મારી.

દીધો   રોટલો-ઓટલો,એવી   છે આ ધરતી મારી,
અમરિકા સો-સો સલામ,ગૌરવવંતી ગાથા   મારી.

દેવકી  જન્મદાતા  ને  યશોદા   પાલનહાર  મારી,
આંખ  મારી  બેવું સરખી ,ગૌરવવંતી  ગાથા મારી.

(ભારતની પવિત્ર ભૂમી માં જન્મ લીધો એથી વિશેષ ગૌરવ શું હોય શકે ?.. પણ સાથો સાથ
 જે અમેરિકન ભૂમી પર આવી રિધ્ધી-સિધ્ધી બંન્ને મળ્યાં છે તેનું ઋણ કેમ ભુલાય ?)
                                                                                             

February 26, 2007 Posted by વિશ્વદીપ બારડ | કાવ્ય | | 9 Comments

હે! મા સરસ્વતી!

                       p37m-saraswati-16-x-201.gif                      

નમું હાથ જોડી , પડું પાવ તારી ,  હે! મા સરસ્વતી !
ના કદી દૂર તું , પાસ રહેજે સદા ,  હે! મા સરસ્વતી !

રુઠું હું કદી,રાખજે માથે હાથ તારો,  હે ! મા સરસ્વતી !
મીઠી વાણી,મીઠા રહે બોલ મારા  ,  હે! મા સરસ્વતી !

તુંજ  ગુણછે   નિરાળા આ જગતમાં, હે! મા સરસ્વતી !
તુજ   વિના નહીં  ઊધ્ધાર    મારો,    હે! મા સરસ્વતી !

તુજ   થકી    મહેંકતી” ફૂલવાડી,” હે ! મા સરસ્વતી !
તુજ      ગુણ     ગાન    સદા ગાઉં,  હે! મા   સરસ્વતી !

February 25, 2007 Posted by વિશ્વદીપ બારડ | કાવ્ય | | 1 Comment

આરામ થઈ જાશે.

showletter.gif 

તમે   બોલાવશો   એને   તો   મારું   કામ  થઈ   જાશે,
વિના   ઉપચાર   આ    બિમારને   આરામ   થઈ જાશે.

 

પછી  મંદીર   કે  મસ્જીદ   જે  ગણું  તે   ઘર   હશે મારું,
કદમથી   આપના   મુજ દ્વાર  તીરથ   ધામ  થઈ   જાશે.

નિછાવર   થઈ   જનારા ! આટલો  તો ખ્યાલ કરવો તો ?
જગતમાં   રૂપવાળાઓ     બધે   બદનામ   થઈ   જાશે.

ખબર    કરશો  નહીં  નિજ   આગમનની    હષૅ-ઘેલા ને!
નકર  એ    કેણ એના   મોતનો   પયગામ    થઈ જાશે.

તુષાતુર    જાઉં છું   કિન્તુ     ત્રુષા    કેરી   અસર  જોજો,
છલકતાં   કંઈક   સાકીના   નયનના   જામ    થઈ  જાશે.

ચૂકયા  અવસર   ક્રુપાનો   તો   વગોવાઈ   જાશો    વિશ્વે,
થવું છે   એ તો   જ્યાં ને   ત્યાં ઠરી   ને ઠામ   થઈ જાશે

દયાળું ! દાન    જો   કરવું   ઘટે   તો   પાત્ર   ને  કરજો,
નહીં   તો કંઈક આ ” નાઝિર”  સમા  બેફામ   થઈ જાશે.

February 24, 2007 Posted by વિશ્વદીપ બારડ | ગમતી ગઝલ | | 3 Comments

મારા તે ઘરમાં-લોકગીત

                                16025483321.jpg

ઘંમ રે  ઘંમ ઘંટી બાજરો ને બંટી, જીણું દળું  તોઊડી  ઊડી જાય.
                   જાડું દળું તો કોઈ નવ ખાય.

મારા તે ઘરમાં સસરોજી એવા, હાલતા જાય,ચાલતા જાય,
                   લાપસીનો કોળિયો ભરતા જાય.

મારા તે ઘરમાં નણંદબા એવા, નાચતાં જાય, કૂદતાં  જાય,
                       રાંધી રસોઈ ચાંખતાં જાય.

મારા  તે ઘરમાં દિયરજી  એવા, રમતા  જાય, કૂદતાં  જાય,
                        મારું  ઉપરાણું લેતા જાય.

મારા  તે ઘરમાં  સાસુજી  એવાં, વાળતાં  જાય  બેસતાં જાય,
                       ઊઠતા બેસતાં ભાંડતાં જાય.

મારા  તે ઘરમાં  પરણ્યાજી એવા,   હરતા  જાય  ફરતા જાય,
                       માથામાં ટપલી મારતા જાય.

ઘંમ રે ઘંમ ઘંટી, બાજરો ને બંટી, જીણું દળું તો ઊડી ઊડી જાય,
                        જાડું દળું તો કોઈ નવ ખાય.

લોકગીત

February 23, 2007 Posted by વિશ્વદીપ બારડ | કાવ્ય | | 2 Comments

એનું નામ જિંદગી

19199757011.jpg image0031.gif

હતી નજર  હંમેશ આગળ ને એ હતી  પાછળ ,
ના ક્દી એ હાથમાં આવી, એનું નામ જિંદગી.

સ્વાથૅ તારો ને મારો રમી ગયાં એટલી રમતો,
અંતે  ખુદ થયાં બરબાદ, એનું નામ જિંદગી.

કોણ, કેવું   ને  એ    કેટલામાં  શું    રમે છે.
પારખવું   છે  મુશ્કેલ , એનું    નામ  જિંદગી.

સજ્જન સાધુ થઈ એ આવ્યો હતો એના આંગણે,
ભરમાવી ને લઈ  ગયો, એનું  નામ   જિંદગી.

લુંટી  હતી  આબરૂ  ભલે  એની  જાહેર  સભામાં,
વહારે  આવ્યાં  ક્રુષ્ણ-કાળા, એનું નામ જિંદગી.

બને  રંક માંથી  રાજા  ને રાજા  બની  જાય રંક,
ભેદ  કોઈ  જાણે  નહી , એનું  નામ    જિંદગી.

એ  ઊગે  ને આથમે   સૌ જુવે એને  નરી આંખે,
હકીકતમાં જાગતો  નિરંતર, એનું નામ જિંદગી.

નિસ્વાથૅ જિંદગી જીવનારા છે માનવ અહીં ઘણાં,
કદર  કોઈ  એની  ના  કરે, એનું  નામ જિંદગી.

ઝંઝાવટી  જિંદગી જીવી એ થાકી ગયો ” દીપ “,
તોય  ઝંપી કયાં બેસેછે  ?  એનું  નામ  જિંદગી .

February 22, 2007 Posted by વિશ્વદીપ બારડ | કાવ્ય, સ્વરચિત રચના | | 4 Comments

શાયરી

                   cazx0edzca3hqtv9caru6bbnca7emjo4cagl6qrbca74486bcag68xhzcahd8iujcag5dqzecaosr388cazwm1tscauqc311ca20nw2gcawia623camj7o49caefdvz9ca1lhzzica6erqfpcant74d8.jpg

બુદ બુદા રૂપે પ્રકટ  થઈ ગઈ, ડુબનારાની વ્યથા ,
ઠેસ દિલને, બુધ્ધીને પૈંગામ એવો દઈ ગઈ,
કેવા હલકા છે આ સાગરના પાણી ?શું કહું ?
જીવતો ડુબી ગયો અને લાશ તરતી થઈ ગઈ !!

February 22, 2007 Posted by વિશ્વદીપ બારડ | ગમતી ગઝલ | | 3 Comments

હું પણ જાણું તું પણ જાણે

49503271.gif 

કોણ  ખરું  છે  ખોટું  શું છે ? હું પણ  જાણું  તું  પણ  જાણે,
મનમાં કોના  ઓછું   શું છે ? હું  પણ જાણું   તું પણ જાણે.

સૌનું   હસવું   રડવું  સરખું ,  ચઢવું  ને ઓસરવું  સરખું,
તોય   બધામાં  નોખું  શું  છે ? હું પણ જાણું તું પણ જાણે.

ક્યારે  કેવી ચાલ રમાશે   જો   જાણો  તો  જીતશો , બાકી,
ઊંટ, વજીર ને  ઘોડુ શું છે ? હું   પણ જાણું તું પણ જાણે.

દિલ  પર  રોજે   રોજનું  ભારણ , સંબંધો તૂટવાનું કારણ,
ઝાઝું  નહીં તો થોડું શુ છે ? હું પણ  જાણું  તુ  પણ જાણે.

તારો મોભો, માન,પ્રતિષ્ઠા, વૈભવ, કિર્તી સૌ  ર’વાદે,
કાળું  શું છે, ધોળું શું છે ? હું  પણ  જાણું   તું પણ જાણું.

                  મકરંદ -   ગઝલગરિમા-૨૦૦૧

*********************************************

નિરાશા  ભરેલા  સ્વરે શું  કહો  છો ?
તમે જે કહો છો , મને શું કહો છો ?
વહેતી  જતી આ    નદીને  કિનારે,
હતું એક શબ ક્યાં જશે ? શુ કહો છો?

- ”દીપ”

February 21, 2007 Posted by વિશ્વદીપ બારડ | ગમતી ગઝલ | | 5 Comments

યાદ કરે

 ch201.jpg

પવૅતની ટોચપર ચઢવા  સૌ ને અધુરાઈ  છે,
ધરતી  ના    ભારની  કોઈ   તો  દયા   કરે.

ક્ર્ષ્ણની  વાંસળી  મુગ્ધ  કરે   ઘેલી  રાધા ને ,
વાંસળીના  બનાવનારને  કોઈ  તો યાદ  કરે.

જન્મથી-મરણ લગી એનોજ સહારો લીધો છે,
લાકડાના   બલિદાનની  કોઈ તો  વાત કરે.

મહા-માનવ  થઈ ગયાં અહી નામ કમાવી,
જન્મ દેનાર એની જનેતા કોઈ તો યાદ કરે.

February 21, 2007 Posted by વિશ્વદીપ બારડ | સ્વરચિત રચના | | 3 Comments

એક આશ !!

 picture-in-scrap.jpg

લાડલો  મારો કાલ આવશે, પરદેશથી   ભણી ગણી,
જોઈ ચંદ્ર, સાગર છલકાઈ,”તાર” જોઈ મા હરખાઈ.

મુજ કંથની આશા  ફ્ળી, મન મહીં માત એમ બોલે,
ઊજાળશે  સારા કુળને  હવે ,  આ   કુળદીપ  મારો.

ભણી-ગણી બનીયો ડૉકટર , સુખના દિવસો આવશે,
વધાઈની   તૈયારી કરો,  મીઠાં-મિષ્ટ  ભોજન કરો.

વિમાનમાં”વિનય” આવશે,  હારતોરાની વધામણી,
મીઠી વાતો મધરાતે કરી,રાત્રી વિતાવી પુલકીત બની.

           

વ્હેલી   પરોઢે  માતા  જાગી,  કરી  પ્રભુ ને નમસ્કાર ,
પ્રભુ  ભજનમાં  ધ્યાન ધરી,   માંગી  મીઠી એક આશ.

હે!પ્રભુ  મુજ આશા  ફળી, ગળ,ગળી માતા ફરી બોલી,
ત્યાં  ટપાલીએ   બુમ પાડી,  માતા  દોડી  ઘેલી બની.

સહી  કરી “તાર” લીધો,  વંચાવ્યો મા એ પડોશી કને,
“થયો  વિમાનને  અક્સ્માત ,મર્યા  એમાં  સૌ   માનવ.”

માતા બની ગઈ  બાવરી,  પડી  ભોંય પર પછડાટ ખાઈ,
હતી એક આશ આજ,  લાશ   બની  પડી  એજ ઘરમાં !

February 19, 2007 Posted by વિશ્વદીપ બારડ | કાવ્ય, સ્વરચિત રચના | | 4 Comments

“જાન” જાતી એકલી !

 imagescacpqjsc.jpg

સૂર   સ્વપ્નમાં  શરણાઈના !
    “ધડમ,ધડમ” આ ઢોલ !

કરે કો-કો ડાળ પર  કાગ, 
     ઘુવડ ઘુઘવાટી કરે!

સ્મિત કરતી કો’  સુંદરી ,
     આંગણે  ઊભી   મંડપે !

અગોચર મંત્ર-ઉચ્ચાર !

જવતલ-જ્વાળા ઘણી !

અબીલ-ગુલાલ , કંકુ  છાંટણા !!
   ફરતા  ડાઘુ    આસ-પાસ   !!

ઊચક્તી કેવી આ “પાલકી”?
   લીધી વિદાય છેલ્લી ચોતરે!!

વળાવ્યા સૌ ,સીમા લગી !
જુવો અટુલી “જાન “જાતી એકલી
!!

February 19, 2007 Posted by વિશ્વદીપ બારડ | કાવ્ય | | 1 Comment

ક્યાં જઈ અટકશે ?

showletter1.gif 

ખળ-ભળ વહેતા નીર સરિતાના, ક્યાં જઈ અટક્શે ?
પળ ભર   કરે   નહી  વિશ્રામ, ક્યા જઈ   અટકશે ?

સાગર ના   કરે   જો   કદી  અંગીકાર     એનો !
ના ફરે પાછી  પિયર  ભણી, એ ક્યાં જઈ અટકશે?

શ્વાસે  શ્વાસમાં  શબ્દો  સરી   પડશે  કયાં લગી ?
બંધ બારણું થશે જ્યારે,  એ ક્યાં જઈ અટકશે ?

નારી  ને  નીર , મૌન  બની  કર્યા  કરે મંથન!
“સદીઓથી ધોતા મેલ, એ ક્યાં જઈ અટકશે?”

 

February 16, 2007 Posted by વિશ્વદીપ બારડ | Uncategorized | | 8 Comments