ફૂલવાડી

શબ્દગંગાની હૃદય-ઉર્મિ એટલે ફૂલવાડી

હોયછે.

 imagescaf2smbd.jpg

રોજ રોજ આંસુ પાડનારા, મજાકનુ કારણ  બનતા હોય છે
દદૅ  કોણ લે,  સૌ    વાતનું   વતેતર    કરતા   હોય છે.

કેટલાય  ઘર  એમને  એમ  બળી  ખાખ થઈ જતાં હોય છે,
 ભભુકતી આગને   ફૂંક મારવાની   મજા   માણતા   હોય છે.

યજ્ઞ   કરનાર  ઘીના   ડબ્બા   હજારો   હોમાતા     હોય છે,
દલીતોના   પેટ પર  પાટુ     મારવાનું  કામ  કરતા હોય છે.

મોતની મજાક ઉડાવી લાશપર  આંખ આડા કાન કરતા હોયછે,
“દીપ” રાખજે  કાળજું   કઠણ  ,દુનિયા સાવ નઠારી  હોયછે.

 

January 29, 2007 - Posted by વિશ્વદીપ બારડ | Uncategorized | | 4 Comments

4 Comments »

  1. “દીપ” રાખજે કાળજું કઠણ ,દુનિયા સાવ નઠારી હોયછે.

    એકદમ સાચી વાત

    Comment by vijayshah | January 29, 2007

  2. દુનિયા નઠારી હોય કે સારી
    ‘દીપ” એમાંજ જીવવાનું હોય છે

    Comment by pravinash1 | January 29, 2007

  3. Very well said!

    Comment by Rachit | January 29, 2007

  4. દીપ, તમે ખરેખર સાચી વાત કરી છે. સાવચેતી રાખીને જીવન જીવવુ જોઇએ. જે જીવન મળ્યું છે તેને સારી રીતે સદ ઉપયોગી બનાવવુ જોઇએ.

    Comment by Rekha Barad | January 29, 2007

Leave a comment