કોઈ બિચારી !!
કોઈ બિચારી લાજની મારી કાયમ કામે જઈ,
વહેલી પરોઢે ઝોલા ખાતી રોટલા ઘડતી જાય.
કોઈ બિચારી..
બે વરસનું બાળ છે એનું કેડે ઘાલતી જાય ,
કોઈ બિચારી..
ચીંથરે હાલછે ચુંદડી એની અંગે વિટતી જાય,
કોઈ બિચારી ..
દિનછે એને બાળ આવવાના તોયે કામે જાય,
કોઈ બિચારી..
હિંદની નારી લાજની મારી તગારા ઝીલતી જાય,
કોઈ બિચારી ..
ખરે બપોરે થાકી પાકી રોટલો મરચું ખાય,
કોઈ બિચારી..
ઉંચે, ઉંચે મે’લ ચણવાને ટેકે ચડતી જાય,
કોઈ બિચારી..
ટેકે , ટેકે ઉંચે ચડતા પાલવ ભરાતો જાય,
કોઈ બિચારી..
નીચે પડતો દેહજ એનો પ્રાણજ મુકતો જાય ,
કોઈ બિચારી..
હિંદની નારી લાજની મારી બે જીવન મુકતી જાય,
કોઈ બિચારી …



[...] જિંદગી એક સંઘૅષ અહિં [...]
Pingback by જિંદગી, બિચારી « My thoughts | July 29, 2007