ફૂલવાડી

શબ્દગંગાની હૃદય-ઉર્મિ એટલે ફૂલવાડી

ઊલ્ટી ગંગા

250px-nataraja_chola_period_11th_century_india1.png 

બાળ  સમજી એ તો  હંમેશ  નિકટ  સૌ ને  રાખેછે,
સંસારમાં   કેમ સૌ   નફરત ની   નજર   રાખેછે.

સારું કરજે  સૌનું આ  જગતમાં   જનમ   લઈ ને,
કેમ  અહીં  સૌ  સંસારી  પીઠમાં  ખંજર રાખે છે ?

નમી ને ચાલવું એવી નીતી  ની શિક્ષા આપી છે,
અભિમાન છે આદર એવી  ઊલ્ટી ગંગા  રાખે છે.

જીવન સફળતા નો  ઉપદેશ છે  પવિત્ર ગંગામાં,
જગત આખુ અહીં  યુધ્ધની  ખુમારી    રાખે છે.

ક્લ્યાણ કરી  સૌનું ,  સારું ભાતું  ભરી ને જજે,
કોણ જાણે કેમ અહીં સૌ હિટ્લરની નીતી રાખે છે.

January 26, 2007 - Posted by વિશ્વદીપ બારડ | સ્વરચિત રચના | | No Comments

No comments yet.

Leave a comment