શાયર થઈ ગયો
શરુયાત કરી હતી જેણે જવાની એક નાના બાળ મંદીરમાં,
મળી ગયુ ” માઈક ” એને, માને એક મોટો શાયર થઈ ગયો.
વાદળાતો વરસાતા રહેછે આ ધરતી પર કાયમ મે’ર કવાને,
તાલી પડતા માને કે વાહ , વાહનો હું વારસદાર થઈ ગયો.
હજુતો કેટલુંયે દુર દુર !! ચાલીને જવાનુંછે એને,
એક પગલું ભર્યુ ને માને કે હું તો મહા માનવ બની ગયો.
છલકાઈછે શાને “દીપ ” ? વિચારોના વમળમાં ડુબી ને !
હજુતો એક બુંદ પણ નથી ને માને કે મહાસાગર થઈ ગયો .
વતન તારી યાદમાં !!
વર્ષો વિતી ગયા, હજુ આ હૈયુ ધબકે છે, વતન તારી યાદ માં,
યાદોની ઝંઝીર હજુ પણ મજબુત છે, વતન તારી યાદ માં.
સાત સમંદર પાર કરી ઊડીને આવ્યા છે આ દેશી પારેવડા,
મા-ભોમની ધુળ હજુ શીર પર છે, વતન તારી યાદ માં.
કોણે કહ્યું? પૈસા કમાવી અહી સૌ પ્યારી મા-ભોમ ને ભુલી જાયછે,
એક હાકલ દે ફના થઈ જશુ, વતન તારી યાદ માં.
ચાંદ- સૂરજ ને આ તારા મંડળ સૌ અમારા સાક્ષી છે,
રગે રગમાં બસ તારુજ લોહી વહેછે ,વતન તારી યાદ માં.
ખબર નથી આ જિંદગી કયાં જઈને અટકશે “દીપ”,
માગું , તારીજ ધુળમાં બસ આ દેહ ઢળે , વતન તારી યાદમાં.



