"ફૂલવાડી"

શબ્દગંગાની હૃદય-ઉર્મિ એટલે ફૂલવાડી

Happy Republic Day- પ્રજાસત્તાક દિનની ખુબ ખુબ વધાઈ!

 આ દેશ અમારો છે.દેશવાસી સૌ અમારા છે,

 ભવ્ય ભારતના સુંવર્ણ-ઈતિહાસો અમારા છે,

‘ મા-ભોમની રક્ષા’ અમારું ધ્યેય છે હરપળ

 ’ વિશ્વ સુખ-શાંતીના પ્યારા નારા અમારા છે.

January 25, 2012 Posted by | સ્વરચિત રચના | 1 Comment

પ્રભુ અહી બાળરૂપે બેઠો હોય છે!

પ્રેમ ક્યાં કોઈનો ઈજારો હોય છે ?

પશુ,પ્રાણી,અમીર-ગરીબ સૌની

 લાગણી-પ્રેમ બસ એકજ હોય છે.

 

શિશુની લાગણી અદભૂત હોય છે,

મા ની મજબુરી જાણે છે આ બાળ,

પ્રભુ અહી બાળરૂપે બેઠો હોય છે.

 

January 24, 2012 Posted by | સ્વરચિત રચના | Leave a Comment

જુવાનીને જોશ આવ્યું!

જુવાનીને  જોશ આવ્યું,

 કુદી કુદી ઠેક્યું ઝાડથી પહાડ પર,

 રોક્યું રોકાઈ નહી, ટોક્યું ટોકાઈ નહી.

 

સુરજને સાદ દઈ,

 ચાંદનીને હાક દઈ,

ધરતીની ધમકાવી, સિંહ ગર્જના કરી  દોડ્યું.

 

આકાશને નાથી,

બ્રહ્માંડને બાહુંમાં લઈ,

બલી બળવાન  બની,

સૌને પડકાર   દેતું દોડ્યું.

 

હાફ્યું અંતે.

હાફમાંને હાફમાં પડ્યું,

 સીધું પાતાળમાં,

કદી ના પાછું ફર્યું. !જુવાનીને  જોશ આવ્યું.

 

January 20, 2012 Posted by | સ્વરચિત રચના | 1 Comment

કાકાને જબરો ફાંકો..

કાકાને જબરો ફાંકો

 નિત નવા એ કરે અખતરા પાડી દેવા છાકો.

 

રોજ આગાશી પર જઈને એ કસરત જેવું કરતાં;

અલ્પ કરે માલીસ ને ઢગલો તેલ શરીરે  ઘસતા,

શ્યામ કલપથી રંગે શ્યામલ ઉજળાં કેશ-કલાપો.

 

બેત્રણ દાંત હતાં એ કઢાવી બનાવરાવ્યું ડેન્ચર;

સજધજકે ફિર નીકલ પડે હૈ કરનેકો એડવેન્ચર,

 રોશન શમ્મા જોઈ નથી  ફૂદકે    છે પરવાનો,

 

મુગ્ધાઓ જ્યાં કાકા સંગે જરાક અમથું બોલે ;

બીન બજે ને નાગ ડૉલતો;કાકા એમજ ડોલે,

“કાકા’! કહી સંબોધે ત્યાં તો ઝમરખ દીવડો ઝાંખો.

 

-અરૂણ દેશાણી (ભાવનગર)

 

January 13, 2012 Posted by | ગમતી ગઝલ | 3 Comments

ભાવનગરથી અમદાવાદ…

મોબીલ -ફોનમાં વહેલી સવારે મુકેલ આલાર્મ ૩.૩૦ વાગે રણકી ઉઠ્યો. મમ્મી-પપ્પાનો ડોર મેં ખટખટાવ્યો.મારો નાનો ભાઈ મુકેશ ઉર્ફે માઈક સૌ જાગી નાહી ધોઈ,ચા -પાણી પીઈ,’તૂફાન”ની રાહ જોઈ રહ્યા હતાં.ભાવનગરથી અમદાવાદના એરપોર્ટ પર સવારના  ૯વાગે પહોંચવાનું હતું. માઈકની ફિયાન્સે રતી અમેરિકાથી  આવવાની હતી.માઈકના લગ્નને ત્રણ દિવસજ બાકી હતાં.અમો સૌ અમેરિકાથી વહેલાં આવી ગયાં હતા.મમ્મી-ડેડીની ઈચ્છા હતી કે માઈક અને રતીના લગ્ન ભારતમા કરીએ અને બહુંજ ધામધુમથી કરીએ.અમદાવાદની જાણીતી  હોટેલ કામામાં ત્રણ દિવસનું રિઝર્વેશન સાથે બધીજ વ્યવસ્થામાં એક દિવસ ડાંડિયા રાસ,સંગીતની મહેફીલ અને લગ્ન પછી રિસ્પેશનનો ભરચક કાર્યક્રમ લાઈન-અપ થઈ ગયેલ હતો. માઈક મારાથી બે વર્ષ નાનો હતો છતાં અમો બન્ની ભાઈ કરતાં મિત્ર બની રહેવાતાં.મે હજું સુધી લગ્ન નથી કર્યા પરંતું હું અને મારી ગર્લ-ફેન્ડ નાન્સી છેલ્લા ત્રણ વર્ષથી સાથે રહેતા હતાં છતાં મેરેજ કરવાનો હજું કોઈ પ્લાન વિચાર્યો નથી.

ફોર્ડ કંપનીને બનાવેલ” તૂફાન”માં ૧૨ પેસેન્જર્સ આરામથી બેસી શકે. તૂફાન લઈને આવનાર ડ્રાવરને બે વખત ફોન કર્યો પણ” હું હમણાંજ આવ્યો.” તેના જવાબમાં કોઈ સમયની કિંમત જણાઈ નહી..અંતે ૫.૩૦ વાગ્યા પછી આવ્યો અને કહ્યુ..’સાહેબ અમદાવાદ તમને ૩ કલાકમાં પહોચાડી દઉ, આ તૂફાન ૧૨૫ કિલોમિટરેની સ્પીડે જાય . ચિંતા ના કરો સાહેબ..મારી પર છોડી દો.. હું વચ્ચે,મારી સાથે મમ્મી-ડેડી અને પાછલી સિટ પર માઈક અને મારા મામી અને મામા. ૬ વાગે તૂફાન ભાવનગરથી નિકળ્યું. સૌ અડધા ઉંઘમાં હતા. મેં  લેબ-ટોપ ખોલી નેન્સી સાથે ચેટ કરી રહ્યો હતો તેણી પણ રીટા સાથેજ આવવાની હતી અને પહેલીજ વખત ભારતની મૂલાકાત લઈ રહી હતી.તેમાંય નેન્સીની ઈચ્છા ભારતામાં ગુજરાતી લગ્ન અને ‘તાજ-મહાલ’ જેવાની બહુંજ આતુરતા હતી..માઈકના લગ્ન પછી મે દિલ્હીમાં હોટેલનું રિઝર્વેશન પણ કરાવી રાખ્યું હતુ..મને રોહિત ને બદલે રૉન કહીને બોલાવતી. Ron, our plane landed in Mumbai on time and we are taking domestic flight within couple of  hours..so see you soon my love..’( રૉન, અમારું પ્લેન મુંબઈમાં સમય સર આવ્યું અને એકાદ-બે  કલાકમાં લોકલ ફ્લાઈટ લઈશું, પ્રિયે…આપણે ટૂક સમયમાં જ મળીએ)’ મે,ચેટ બંધ કર્યું…તુફાન ૧૨૦ થી ૧૨૫ કિલોમિટની સ્પીડમાં આગળ વધી રહ્યું હતું..એકાદ બે વખત સામેથી આવતા ટ્રક  ફૂલ સ્પિડે ઓવેર ટેઈક કરી અમારી લાઈનમાં સામે આવતા જોતાં મારો તો શ્વાસજ અધ્ધર થઈ ગયો. મેં ડ્રાવરને કહ્યૂ…ભાઈ જરા સંભાળીને…અરે,સાહેબ હું ૧૫ વર્ષથી કાર ચલાવું છુ, ભાવનગરથી અમદાવાદ તો હું આંખ મિચી ચલાવું તો કોઈજ વાંધો ન આવે..તમે બે ફિકર રહો…બે થી ત્રણ વખત…ઓવર-ટેઈકની સંતાકુકડી મેં જોઈ.રસ્તા સાંકડા-માત્ર ટુવે અને ફૂલ સ્પિડમાં હાઈ-બીમ સાથે કોઈ પણની આંખ અંજાઈ જાય!

‘watch out!’ (સામુ જો) મારાથી ચીસ પડાઈ ગઈ! અમારીજ લાઈનમાં  મોટો ટ્ર્ક  આવતો જોયો,,,કાન ફાડી નાંખે એવો છેલ્લો અવાજ મે સાંભળ્યો.પછી શું થયું એનું મને કશો ખ્યાલ નથી.

હોસ્પિટલમાં ત્રણ દિવસ પછી આંખ ખોલી. મમ્મી-ડેડી , મારો નાનો ભાઈ માઈક, મામા-મામી કોઈને જોયા નહીં.. નેન્સી,,રતી બસ બે જણજ  ઉભા હતાં…જેની આંખમાં મૌનના આંસુ પડું પડું થઈ રહ્યા હતાં.

‘મારો દેશ છે, મારું વતન છે, મારી જન્મભૂમી છે.મારી આખરી શ્વાસ આ દેશમાંજ છોડીશ’

પિતાના આ શબ્દો  ચારે બાજું ઘુમી રહ્યા હતાં સાથો સાથ  રતીએ કરેલી કરુણાત્મક વાતઃ

‘રોહિત, કહેતા દુંખ થાય છે મને માહિતી મળી છે કે પોલીસ ત્રણ ચાર કલાક પછી આવી અને સારવાર તાત્કાલિક ના મળી તેમજ મમ્મીએ પહેરેલા સોનાના ઘરેણા-દાગીના અને ડેડીને ચેઈન તેમના દેહ પરથી  ઉતારી  કોઈ લુટી ગયા.  ઉપરાંત દોઢલાખ કેશની બ્રીફ-કેઈશ પણ કોઈ ચોરી ગયું.’

હું શું બોલું ?મે તો મારા મા-બાપ અને ભાઈ,મામા,મામી  ગુમાવ્યા હતા…મા-ભોમની આ પવિત્ર ધરતી પર!

 વાર્તા વાંચ્યા બાદ આપનો અમૂલ્ય પ્રતિભાવ જરૂરથી આપશોજી

January 9, 2012 Posted by | ટુંકીવાર્તા, વાચકને ગમતું, સ્વરચિત રચના | 8 Comments

જે વિચારો તે સુ-વિચારજો..!

એમ અમને બદનામ ના કરો વગર વાંકે,

 પીટો ના  ઢંઢેરો ગામ  વચ્ચે વગર વાંકે.

January 3, 2012 Posted by | ગમતી વાતો | 2 Comments

મિલકતની ડાકણ !

કુટુંબના કપરા સંજોગોને લીધે હું ભણી ના શકી.માંડ માંડ એસ.એસ.સી.મિડિયમ ઈગ્લીશ સાથે પહેલા નંબરે પાસ થઈ.પિતાનું વાત્સલ્ય મેં પાચ વર્ષની ઉંમરે અને મમ્મી પણ પિતાના મૃત્ય બાદ છ મહિના બાદ આઘાતમાંજ દેહ છોડી પિતા પાસે જતી રહી.મા-બાપની છત્રછાયા વગર મામા-મામીના સહારે જીવવાનું હતું. તેમની પણ આર્થિક પરિસ્થિતી જરી પણ સારી નહી. મેં બાળ-મંદીરમાં એક શિક્ષિકા તરીકે નોકરી સ્વિકારી. મારાથી બને તેટલી મદદ મામા-મામીને કરતી.તેમને પણ કોઈ સંતાન નહોતું. મનેજ પોતાનું  સંતાન માની મોટી કરી.મુંબઈ જેવા શહેરની મોંઘવારીમાં જીવવું એટલી રેલ્વેની પાટા વચ્ચે ચાલવા સમાન હતું. મારા નસીબ જોગે મિતેશ  અમેરિકાથી લગ્ન કરવા આવ્યો હતો અને તેની પસંદગી મારા ઉપર હતી.મેં મામા-મામીની લાગણી-પ્રેમ અને એક એનોખા ત્યાગને લક્ષમાં રાખી  મામાને મેં લગ્ન કરવાની ના કહી.હું જતી રહું તો તેમનું કોણ ? હું જ તેમને માટે દિકરો કે દીકરી હતી. ‘બેટી,પહાડ સમા પિતાના હ્ર્દયમાંથી નીકળતી દીકરી જેવી સરિતાને  સાગર તરફ જતી હું કેમ રોકી કેમ શકું ? અમારા સ્વાર્થ માટે તારું જીવન અમો સ્થગીત કેમ કરી શકીએ ?  મારી દીકરી,અમારી નમ્ર વિનંતી છે કે હાથમાં આવેલી આ તક તું જતી ના કર.મિતેશ જેઓ મૂરતિયો મળવો મુશ્કેલ છે.અમેરિકામાં જન્મેલો. એમ.બી.એ. ભણેલો છે ઉપરાંત જોબ પણ સારી છે અમને ખાત્રી છે કે તને એ જરૂર સુખી કરશે. બસ તું હા પાડી દે.’           મામા-મામીને મેં ઘણી આના-કાની કરી પણ તેમની લાગણીને અંતે મારે માન આપવુંજ રહ્યુ.

આજ કાલ કરતાં લગ્નને ૨૫ વર્ષ થઈ ગયાં.નીશા અને સંદીપ બે સુંદર સંતાનો છે. હું પણ અહીં આવ્યા બાદ કોલેજ કરી બી.એ ડીગ્રી મેળવી.બબ્બે વર્ષે મામા-મામીની મુલાકત લઉં છું મિતેશ ખુદ અવાર-નવાર મામાને આર્થિક મદદ કરે છે તેનું મને ગૌરવ છે.મામા-મામી આ ભવના મારા માતા-પિતા છે, જેમણે મને કદી પપ્પા-મમ્મીનું મોત ક્યાં સંજોગોમાં થયું તેની  સાચી વાત કદી કરેલ નહી.બે વર્ષ પહેલાં જ્યારે હું ભારત ગઈ ત્યારે મામાએ કહ્યું. ‘બેટી. અમો હવે વૃદ્ધ થયાં છીએ અને અમો કેટલું જીવીશું તેની અમને ખબર નથી.તારા પપ્પાને બહુંજ  સારો બિઝનેસ હતો અને એ સમયમાં તેઓ બહું જ શ્રીમંત વ્યક્તિ તરીકે ગણાતા.વિશ્વાસની સહારે ચાલતી હોડને વિશ્વાસ કરતાં હોડને હલેસા મારતા આ માનવી ક્યારે એને ડુબાડી દેશે તેની કોઈને પણ ખબર પડતી નથી.લાખોનો ધંધો એક દમ પડી ભાંગ્યો. ભાગીદારોનો દગો અને સંપતી  હડપ થઈ ગઈ. આવા કપરા આઘાતમાં તારા પિતાને એટેક આવ્યો. અને તેનાજ આઘાતમાં તારી મમ્મી પણ ઈશ્વરને પ્યારી થઈ ગઈ !. તું નાની હતી મેં તારા વતી કોર્ટમાં કેસ કર્યો.પણ મુદત ઉપર મુદત. કદી પણ ફેંસલો આવ્યો નહી.વકીલો પૈસા ચાવતા ગયાં.કેસ લંબાવતા ગયાં. આજ કાલ કરતાં ૨૦ વર્ષ થવા આવ્યાં.પણ હજું એક કોડી આપણાં હાથમાં આવી નથી. મેં જ્યારે આ વાત સાંભળી ત્યારે એકદમ આભી બની ગઈ.આંખમાં આંસુ આવી ગયા…

૨૬ વર્ષબાદ મુંબઈથી અમારા વકીલ સુમિત શાહનો ફોન આવ્યોઃ  ‘પરેશાબેન, તમને  અભિનંદન. આપણાં કેસનો ચુકાદો આપણી તરફેણમાં આવ્યો છે અને આપણે કેસ જીતી ગયાં છીએ..તમો  કરોડોનો મિલકતના માલિક બની ગયાં.’

કરોડો મિલકતના માલિક ? કરોડોની મિલકતેજ મારા પિતાને મોતને ઘાટ ઉતાર્યા! મારું પિતાનું  વાત્સલ્ય છીનવી લીધું. માની મમતા છીનવી લીધી હવે હું એ કરોડોની મિલકતની ડાકણને ઘરમાં સંઘરીને મારા આત્માને મારા માતા-પિતાના આત્માને ઠેસ પહોંચાડવા માંગતી નથી.

આપનો અમૂલ્ય પ્રતિભાવ જરૂરથી આપશોજી.

December 4, 2011 Posted by | ટુંકીવાર્તા, લઘુકથા, સ્વરચિત રચના | 5 Comments

સજ્જન સંત ?

‘સૌરભભાઈ જેમને નાનું બાળકથી માંડી ગામના સૌ   વ્યકતિ ‘અંકલ સેમ’થી ઓળખે અને સૌના હ્ર્દયમાં ઘર કરી એક અલૌકિક
ભાવના અને નિસ્વાર્થ પ્રેમની જ્યોત જગાવી સ્વર્ગ સિધાવી ગયાં.પણ ખરેખર એ  ગયાંજ નથી.એક એકના દિલમાં વસી ગયેલી વ્યક્તિ કદી મરતીજ નથી.એની પ્રમાણિકતા,અતુટ પ્રેમ-ગંગા, સૌ પ્રત્યે એક સરખી લાગણીની સરિતા, નિસ્વાર્થ માનવ સેવા આ બધા એમના સદગુણો  હતાં . સદાય આપણને યાદ રહેશે .  એમની મહાનતા એક યાદ રૂપી મંદીરમાં સદેવ એક અમર જ્યોત બની જલતો રહેશે. મારા કર્મચારી  કરતાં ’ મિસ્ટર સેમ’ મારા પિતા સમાન હતાં મે એક  પિતા ગુમાવ્યા છે. આજ ફ્યુનરલમાં  એમને ચાહનારા ૨૦૦થી ૩૦૦ સ્ત્રી અને પુરુષો આખરી વિદાય આપવા હાજરી આપી હતી. હું એક પણ શબ્દ આગળ બોલી ના શક્યો ગળગળો થઈ મારી ખુરસી પર બેસી ગયો

સૌરભભાઈ  ૨૦ વર્ષથી મારી મોટલ “હાઈવે હેવન”મા મેનેજર તરીકે જોબ કરતાં હતાં. વૉશિંગ ડીસીથી અહીં ટેક્ષાસમાં મુવ થયા હતાં . એમના કમનસીબે  એમની પત્નિ કાર એકસીડન્ટમાં મૃત્યું પામી હતી. એકલાં પડી ગયાં! જ્યારે તેમણે મને એમના કુટુંબ વિશે વાત કરી મને અરેરાટી થઈ ગઈ હતી.મેં એમને જોબ આપી. આ દુઃખી જીવડાને મેં કદી કોઈ એમનાં કુટુંબ વિશે આગળ ચર્ચા કરી એમને દુઃખ ના થાય તેની તકેદારી રાખી હતી.એમનો માયાળું  તેમજ હસમુખા સ્વભાવને કારણે  એ આવ્યા બાદ મારી મોટલ બહુંજ સારી ચાલવા લાગી. મારી મોટેલ હાઈવે-૧૦ પર હતી અને અમારા ગામની વસ્તી માત્ર ૫૦૦૦નીજ હતી.મારા કરતા પણ અંકલ સેમ(સૌરભભાઈ)ને સૌ વધારે ઓળખતા હતા.
એ એટલાજ પ્રમાણિક હતાં કે મારે કેશ-બીઝનેસ કે કોઈ પણ હિસાબમાં  કદી કોઈ ગોટાળા  કરતા નહી.તેમજ એક પણ પૈસો ખાવાની આદત પણ નહી.એમનો હિસાબ સો ટચ સોના જેવો ચોખો. બધુંજ કામ જાતે કરે. મારો બિઝનેસ એમનેજ લીધે ઘણો સારો એવો વધી ગયો મે અમનો પગાર વધારી આપ્યો તો કહેઃ’ ‘ના મને જે પગાર મળે છે તે મારા માટે પુરતો છે અને મારે કોઈ-આગળ પાછળ છે નહી તો વધારે પગાર લઈને હું શુ કરીશ ?’  આવા કર્મચારી મોટેલ બીઝનેસમાં મળવા મુશ્કેલ છે.કોઈવાર મોટલમાં રૂમ સાફ કરવા એમ્પલોઈ ના આવે તો એ ખુદ રૂમ સાફ કરી નાંખે! દિવાળી-કે  ક્રિસમસમાં સૌ બાળકોને ગીફ્ટ આપવાનું તેમજ કેન્ડી આપવાનુ કદી પણ ભુલે નહી.નર્સિંગ હોમમાં જઈ સૌને  ક્રિસમસ ગીફટ આપે. આપણા સૌ ઈન્ડીયનથી માંડી  એમરિકનમાં એ માનીતા..અંકલસેમ.. સૌને માટે એક ફરિસ્તા સમાન અને એક સીધા-સાદા સંત હતાં.

“UNCLE SAM” I am sorry to let you know that your blood test result came  positive and you have prostate cancer. Doctor McDonald said.(ડો.મેક-ડોનાલ્ડે કહ્યું..મિસ્ટ સેમ તમારું..લોહી તપા સતા ખબર પડી છે કે તમને પ્રોસ્ટેટ કેન્સર છે). ત્યારે સૌરભભાઈએ ડોકટરને હસતાં હસતાં કહ્યું કહ્યું હતું.  ‘ડોકટર સાહેબ હવે ૬૫ થયાં. સંધ્યાની સવારી પાછળ યમર્ની યાત્રા આવે તો હવે તો વધાવવીજ જોઈએને ? મને પણ ઘણોજ આઘાત લાગ્યો..કેન્સર હોવા છતાં રોજ સમસર પોતાની ફરજ પર હાજર હોય.માત્ર ઑપરેશન સમય પછી ડોકટરના કહ્યાં મુજબ માત્ર ત્રણ વીક આરામ કરી પાછા..મોટેલ સંભાળવા લાગ્યાં..મે ઘણીવાર કહ્યુ હતું કે સૌરભભાઈ આપણે એક આસિટ્ન્ટ મેનેજર રાખી લઈએ જેથી તમને થોડો બ્રેક મળી જાય.   ‘ ના ના  આવા કોઈ ખોટા ખર્ચ કરવાની જરૂર નથી..મને હવે ઘણુંજ સારૂ છે.’ અંદરથી ઘણીજ પીડા થતી હશે પણ હંમેશા એમનુ મોં હસતું જ હોય !
કેન્સર  બાદ માત્ર છ મહિનાંમાંજ ઈશ્વરને વ્હાલા થઈ ગયા! એમના સ્વર્ગવાસને આજ  ત્રણ મહિના  થઈ ગયાં પણ એમની ખોટ અને યાદ મોટેલની એક એક રૂમમાં ‘અંકલ-સેમ”ના પડઘા પાડતી પથરાયેલી છે.મને પણ એમના જેવી બીજા વ્યક્તિ મળી નથી. એ  વિચારોમાં હેલ્પ-ડેસ્ક પર બેઠો હતો ત્યાં ત્રણ જણ એક પૉલીસ ઓફીસર અને એમની સાથે પ્રાઈવેટ ડ્રેસમાં એફ.બી.આઈના ઓફીસર આવ્યા અને તેમનું આઈ.ડી બતાવી  મને કહ્યું.
‘અમને ખબર પડી છે કે મિસ્ટર અંકલ સેમ.અહી કામ કરે છે.’ ‘ પણ એ તો…’  હું આગળ બોલું તે પહેલાંજ તેમણે કહ્યું..”અંકલ સેમ”(સૌરભ) એ એમનું બનાવટી નામ છે..એમનું સાચું નામ…”શ્યામલાલ સોમાણી” અને અમો તેમને છેલ્લા વીસ વર્ષથી શોધી રહ્યાં છીએ…..કેમ ? …. તેમની પત્નિના ખુનના આરોપ માટે!!! …શું એક માનવતાવાદી સંત જેવા  સજ્જન આવું  કૃત્ય કરી શકે ? શામાટે ?

આપ આપનો અમૂલ્ય પ્રતિભાવ જરૂરથી આપશોજી.

November 10, 2011 Posted by | ટુંકીવાર્તા, લઘુકથા, સ્વરચિત રચના | 5 Comments

મારા ડેડી(મારા પિતા)

i love my dad

‘મૉમ, તમે લોકો મને કદી પણ સમજી નહી શકો. બહુંજ જુના વિચારોમાં પડ્યા પાથર્યા રહો છો..નવી દુનિયાનું તને અને ડેડીને કશું ભાન પડતું નથી. મારી સ્કૂલમાં મારા ફ્રેન્ડ્સ પાસે હું સાવ ચીપ(સસ્તી-કજુંસ) લાગુંછુ, તેનું  તને કશું ભાન પડે છે ? તમે બસ મારા બધાજ ડ્રેસ અને વસ્તું “કે-માર્ટ”સ્ટોર માંથીજ લઈ આવ્યો છો..’બેટી.મારા અને તારા ડેડીની કોઈ   એવી મોટી આવક નથી કે કોઈ મોટા  ખર્ચાળ ડિપાર્ટમેન્ટમાંથી વસ્તું લાવી શકીએ.આપણને કોઈ ખોટો દેખાવ કરવો પોસાઈ તેમ નથી.’

આ દલીલ મારા પેરન્ટસ સાથે રોજની ચાલતી.તેઓ હંમેશા વસ્તું સેલમાં હોય તેની રાહ જુએ અથવા ૫૦% કે ૭૫% ટકા કોઈ વસ્તું સેલમાં આવે ત્યારેજ લે અને એ પણ કે-માર્ટ સ્ટોરના સ્પેસિયલ બ્લુ-લાઈટ સેલમાં, મને તેઓની સાથે શૉપિંગ કરવા જવુંજ ના ગમે, બધી વસ્તું બહુંજ સસ્તી  લઈ આવે..

‘ટીન-એઈજ અવસ્થાજ  એવી છે જેના હોર્સ(ઘોડા)ને કોઈ લગામ હોતી નથી.’    હું મીડલ-સ્કૂલમાંથી ગ્રેજ્યુએટ થઈ હાઈસ્કુલમાં જવાની હતી અને સ્કૂલમાં ગ્રેજ્યુએશન સાથે સાંજે પાર્ટી હતી.હું અને મમ્મી બન્ને શૉપિંગ-મોલમાં ગયાં.ત્યાં સ્પેસિયલ નાનો સ્ટોર હતો જેમાં મને  ગ્રેજ્યુએશન પાર્ટી માટે ડ્રેસ બહુંજ ગમી ગયો અને સાથે મેચીંગ શૂઝ જેની કિંમત ૫૦ ડોલર્સ હતી મમ્મીને મેં જીદ કરી કે મારે બસ આજ ડ્રેસ લેવો છે. મમ્મી એ કહ્યું. ‘ બેટી ડ્રેસ ઘણોજ મોઘો છે..આપણને પોસાઈ નહીં. મે કહ્યું.
‘Mom, you are very cheap. you are always buying from cheap store and cheap items.look at my friends, they are always buys from expensive store and expensive dresses. what are you  doing for me ?(મમ્મી, તું બહુંજ કંજુસ છો,તું હંમેશા બધુંજ સસ્તું વસ્તું આલતું-ફાલતું સ્ટોર માંથી લાવે છે.મારી બહેનપણી જો..તેઓ હંમેશા સારામાં સારી કિમતી જગ્યાએથી કિમતી વસ્તુઓ લાવે છે.તું મારા માટે શું કરે છે?’)

‘બેટી, અમારે તને તેમજ  રિન્કુ અને રીટા સૌને  સારી કોલેજમાં ભણાવાના છે તેથી  એના પૈસા પણ બચાવવા પડે. અને અમારા બન્નેની એવી  કોઈ સારી આવક નથી કે બધી વસ્તુ અમને પરવડે.’

હું રડી પડી.મમ્મી ઉપર બહુંજ ગુસ્સે થઈ ગઈ..ઘેરે આવી મમ્મી સાથે કશું બોલી પણ નહી અને સીધી મારા રૂમમા જતી રહી..
સાંજે  ડેડી આવ્યા..હું તેમની સાથે જલ્દી જલ્દી જમી, કોઈની સાથે બોલ્યા વગર પાછી મારા રૂમ માં જતી રહી.

મમ્મી, ડેડી બન્ને એના રૂમમાં સુવા ગયા.તેમની બાજુંજ મારો બેડરૂમ હતો. તેમને એમ કે હું સુઈ ગઈ છું પણ હું અપસેટ હતી તેથી જાગતી પડી હતી.એમની વાતો મેં સાંભળી

‘ કવિતા, આજે ટીનુ કેમ અપસેટ છે ?  ‘ ટીનુ અને અમો બન્ને શૉપીગ-મોલમાં ગયાં હતાં અને ટીનુ ને ગ્રેજ્યુએશન્માં ૫૦ ડોલર્સનો ડ્રેસ લેવો હતો અને મેં ના પાડી કે કહ્યું કે આપણને એ પોસાઈ નહીં.બસ આ ઉંમરજ એવી છે કે  આપણી આર્થિક પરિસ્થિતી સમજીજ નહી શકે.આપણે  તેણીનો તેમજ બીજી બે દીકરીઓનો  કોલેજનો ખર્ચ કાઢવા  થોડી આવકમાં કેટલા કરક્સરથી રહીએ છીએ.તમો અને હું  આપણાં કપડા સ્ટોરમાંથી સસ્તામાં સસ્તા લાવીએ છીએ.

‘કવિતા, ટીનું આપણી મોટી દીકરી છે, કાલ સવારે પરણીને સાસરે જતી રહેશે, દીકરીની લાગણી દુભાવવી  સારી નહીં. મેં બે-દિવસ પહેલાં બ્લુ-લાઈટમાં ત્રણ શર્ટ્સ  અને બે પેન્ટ લીધા છે જે તું કાલે પાછા આપી દેજે અને જેના ૪૦ ડોલર્સ પાછા આવશે અને બાકીના મારા લન્ચ-મની માંથી ૧૦ ડોલર્સ લઈ લે હું બે દિવસ ઘેરથી સેન્ડવીચ લઈ જઈશ પણ ટીનુંને  તું  ખુશ કર . મારે તેણીના આસું જોઈ શકાતા નથી. ‘ પણ તમે કેટલા જુના શર્ટ અને પેન્ટ પહેરો છો..ઓફીસમાં….
હની..તેની તું ચિંતા ના કર…’

બીજેજ દિવસે મારો ફેવરિટ ડ્રેસ મમ્મી અને હું લઈ આવ્યા…હું બહુંજ ખુશ થઈ ગઈ…ડેડીએ પોતાના કપડા પાછા આપી દીધા તેનો મને કશો ક્ષોભ કે દુઃખ આ ટીન-એઈજ ઉંમરે ના થયો જેટલો આનંદ મને મારો ડ્રેસ મળવાથી થયો!

હું અને મારી નાની બે બહેનો સૌ સારું એવું ભણ્યાં.મારા મમ્મી-ડેડીએ  અમોને ભણાવવા માટે પૈસાની વ્યવસ્થા કેવી રીતે કરી, શું  કર્યું ? એ અમોને કશી ખબર નથી..બન્નેની ઈન્સ્યુરન્સ કંપનીમા  ક્લેરિકલ જોબ હતી એ અમોને ખબર હતી..

મેં કમ્પુટરમાં માસ્ટર કર્યુ અને આજે મારે કમ્પુટર સોફ્ટવેરનો બીઝનેસ છે અને મારો પતિ રિચર્ડ પોતે  એક મોટી પ્રાઈવેટ ફર્મમાં પ્રેસીડેન્ટ હતો.મેં  રિચર્ડને કહ્યું. Richard, I wanted to buy B.M.W. for my parent’s 40 marriage anniversary and this is going to be best gift for them from us.( રિચર્ડ, મારા મમ્મી-ડેડી ની ૪૦મી લગ્નની તીથીમાં  હું તેમના માટે બી.એમ.ડબ્લ્યુ(કાર).લેવા માંગુ છુ, આ તેમના માટે સારામાં સારી કિંમતી ભેટ આપણાં તરફથી હશે.)’ ‘ Honey, ofcourse!They deserve the best…just do it darling and surprise them..( દિલેજાન, જરૂર,,તેઓ માટે જેટલું કરી એટલુ  ઓછુ છે..પ્રિયે…ચાલ  આવી કિંમતી ભેટ  આપીશું તો નવાઈ પામશે)…

૪૦ એનિવર્સરી ના દિવસે ૩૦૦ મહેમાનોની હાજરીમાં ૪૦,૦૦૦ ડૉલર્સની કિમતી કારની ચાવી મમ્મી-ડેડીને અમોએ આપી. મમ્મી-ડેડીની આંખમાં હર્ષના આંસું સરી પડ્યા. ‘ દીકરી, અમારાથી…’ એ કશું આગળ બોલે તે પહેલાં હું તેમને ભેટી પડી..મારી આંખમાંથી  પણ આંસુ સરી પડ્યા..પણ એ મારા આંસું  મને કહી રહ્યાં હતાં.  ” ટીના, યાદ છે ?૨૫ વર્ષ પહેલાં તારા ગ્રેજ્યુએશના  ડ્રેસ માટે  ડેડીએ   પોતાના માટે લીધેલા ૪૦ ડોલર્સ શર્ટસ અને પેન્ટ પાછા આપ્યા અને ઘરેથી સેન્ડવીચ લઈ ચલાવી લીધું એ નિરાપેક્ષીત પ્રેમની ગંગા અને સંપૂર્ણ સર્મપણ પાસે આ તારી ૪૦,૦૦૦ કારની કિંમત શું ?

આપ આપનો અમૂલ્ય પ્રતિભાવ જરૂરથી  આપશોજી.

November 3, 2011 Posted by | ટુંકીવાર્તા, લઘુકથા, સ્વરચિત રચના | 10 Comments

Halloween..

History

Historian Nicholas Rogers, exploring the origins of Halloween, notes that while “some folklorists have detected its origins in the Roman feast of Pomona, the goddess of fruits and seeds, or in the festival of the dead called Parentalia, it is more typically linked to the Celtic festival of Samhain (pronounced sow-an or sow-in)”, derived from the Old Irish Samuin meaning “summer’s end”.[1] Samhain was the first and by far the most important of the four quarter days in the medieval Irish and Scottish[2] calendar[3][4] and, falling on the last day of Autumn, it was a time for stock-taking and preparation for the cold winter months ahead.[1] There was also a sense that this was the time of year when the physical and supernatural worlds were closest and magical things could happen.[3][4] To ward off these spirits, the Gaels built huge, symbolically regenerative bonfires and invoked the help of the gods through animal and perhaps even human sacrifice.[1]

Snap-Apple Night (1832) by Daniel Maclise.
Depicts apple bobbing and divination games at a Halloween party in Blarney, Ireland.

Halloween is also thought to have been heavily influenced by the Christian holy days of All Saints’ Day (also known as Hallowmas, All Hallows, and Hallowtide) and All Souls’ Day.[5] Falling on November 1st and 2nd respectively, collectively they were a time for honoring the Saints and praying for the recently departed who had yet to reach heaven. By the end of the 12th century they had become days of holy obligation across Europe and involved such traditions as ringing bells for the souls in purgatory and “souling“, the custom of baking bread or soul cakes for “all crysten [christened] souls”.[6] Read more »

October 31, 2011 Posted by | ગમતી વાતો | 1 Comment

A Good Wishes From The President Obama(USA) For Diwali

 

Statement by the President on the Observance of Diwali

Today, here in America and around the world, Hindus, Jains, Sikhs and some Buddhists will celebrate the holiday of Diwali – the festival of lights.  Many who observe this holiday do so by lighting the Diya, or lamp, which symbolizes the victory of light over darkness and knowledge over ignorance.  I was proud to be the first President the mark Diwali and light the Diya at the White House, and last year Michelle and I were honored to join in Diwali celebrations during our visit to India.

Diwali is a time for gathering with family and friends and—as we experienced in India—celebrating with good food and dancing.  It is also a time for contemplation and prayer that serves as a reminder of our obligations to our fellow human beings, especially the less fortunate.  To all who are observing this sacred holiday here and around the world, Happy Diwali and Saal

Mubarak.

***************************************************

Please see message in you tube..

http://youtu.be/6V6DMHVdyJw  (click here)

 

 

October 29, 2011 Posted by | ગમતી વાતો | Leave a Comment

10 Reasons to Celebrate Diwali

Why do we celebrate Diwali? It’s not just the festive mood in the air that makes you happy, or just that it’s a good time to enjoy before the advent of winter. There are 10 mythical and historical reasons why Diwali is a great time to celebrate. And there are good reasons not just for Hindus but also for all others to celebrate this great Festival of Lights.

1.Goddess Lakshmi’s Birthday: The Goddess of wealth, Lakshmi incarnated on the new moon day (amaavasyaa) of the Kartik month during the churning of the ocean (samudra-manthan), hence the association of Diwali with Lakshmi.

2. Vishnu Rescued Lakshmi: On this very day (Diwali day), Lord Vishnu in his fifth incarnation as Vaman-avtaara rescued Lakshmi from the prison of King Bali and this is another reason of worshipping Ma Larkshmi on Diwali.

 3. Krishna Killed Narakaasur: On the day preceding Diwali, Lord Krishna killed the demon king Narakaasur and rescued 16,000 women from his captivity. The celebration of this freedom went on for two days including the Diwali day as a victory festival.

4. The Return of the Pandavas: According to the great epic ‘Mahabharata’, it was ‘Kartik Amavashya’ when the Pandavas appeared from their 12 years of banishment as a result of their defeat in the hands of the Kauravas at the game of dice (gambling). The subjects who loved the Pandavas celebrated the day by lighting the earthen lamps.

5. The Victory of Rama: According to the epic ‘Ramayana’, it was the new moon day of Kartik when Lord Ram, Ma Sita and Lakshman returned to Ayodhya after vanquishing Ravana and conquering Lanka. The citizens of Ayodhya decorated the entire city with the earthen lamps and illuminated it like never before.

 6. Coronation of Vikramaditya: One of the greatest Hindu King Vikramaditya was coroneted on the Diwali day, hence Diwali became a historical event as well.

 7. Special Day for the Arya Samaj: It was the new moon day of Kartik (Diwali day) when Maharshi Dayananda, one of the greatest reformers of Hinduism and the founder of Arya Samaj attained his nirvana.

8. Special Day for the Jains: Mahavir Tirthankar, considered to be the founder of modern Jainism also attained his nirvana on Diwali day.

9. Special Day for the Sikhs: The third Sikh Guru Amar Das institutionalized Diwali as a Red-Letter Day when all Sikhs would gather to receive the Gurus blessings. In 1577, the foundation stone of the Golden Temple at Amritsar was laid on Diwali. In 1619, the sixth Sikh Guru Hargobind, who was held by the Mughal Emperor Jahengir, was released from the Gwalior fort along with 52 kings.

10. The Pope’s Diwali Speech: In 1999, Pope John Paul II performed a special Eucharist in an Indian church where the altar was decorated with Diwali lamps, the Pope had a ‘tilak’ marked on his forehead and his speech was bristled with references to the festival of light.

courtesy:Hinduism

October 25, 2011 Posted by | ગમતી વાતો | 4 Comments

જ્યારે પથ્થર દિલ પિગળે!

ત્રણ બાળકો થયાં બાદ પહેલીવાર ભારત જવાનું થયું.દશ વર્ષ પહેલાં ભારતની મુલાકાત મારા મમ્મી-ડેડી  સાથે કરી હતી અને ઉમેશ પર મારી પસંદગી ઉતરી.દેખાવડો,મિકેનિકલ એન્જિનિયર  સાથે લગ્ન નક્કી કર્યા.હું સિટિઝન હતી તેથી ઉમેશને ફિયાન્સે વિઝા પર તુરત અહી અમેરિકા આવવા મળ્યું.નસીબ જોગે બે મહિનામાં મારીજ કંપનીમાં એન્જિનિયર તરીકે જોબ મળી ગઈ.પહેલી બે બેબી ગર્લ પછી મેં ઉમેશને કહ્યું.ઉમેશ,આપણે અહીં બાળકોનો પૂર્ણવિરામ મુકવો પડશે…રુકેશા.તારી વાત સાચી છે પણ હું મારી ઈચ્છા કહી શકું ?
‘એક બેબી-બૉય હોય…તો.’  ‘ના..ના ઉમેશ..It’s impossible! I can not raise more than two kids….it’s too much hassle( એ શક્યજ નથી…કેટલી હાડમારી પડે..)’  ઉમેશ..આગળ એક શબ્દ ના બોલ્યો માત્ર એટલું જ કહ્યું. ‘As you wish’( જેવી તારી ઈચ્છા)..

તમો   રેઈની સીઝનમાં રોજ છત્રી લઈ જાવ અને  એક દિવસ છત્રી લઈ જવાનુ ભુલી જાઉ તેજ દિવસે ધોધમાર વરસાદ પડે ને  પલળી જવાય એવું મારા જીવનમાં બન્યું.  હું બર્થ-કન્ટ્રોલ પિલ્સ લેવાનું  બે વખતભુલી ગઈ.એના પરિણામ રુપે આકાશનો જન્મ થયો.ઉમેશની ઈચ્છા પુરી થઈ  બન્ને જણાં જોબ કરતાં હોયએ ત્યારે ત્રણ બાળકોને સંભાળ  રાખવી,બેબી સિટર શોધવાની…બહુંજ હાર્ડ હતું..ઉપરાંત
છોકરા માંદા-સાજા હોય ત્યારે બે માંથી એકને ઘેરે રહેવું પડે એ જુદું.  પણ પડ્યું પત્તુ નિભાવે છુટકો નહી! ત્રણ બેડરૂમનું હાઉસ નાનું પડે..તેમાંય કોઈ ગેસ્ટ આવે ત્યારે તો ખાસ. બે વર્ષનો આકાશ,ટીનાને પાંચ અને લીનાની ઉંમર સાત સૌને લઈ  પહેલી વખત અમદાવાદ  આવ્યાં.ત્રણે બાળકોને પેલી વખત ભારત લઈ જતાં હતાં તેથી બહુંજ કેર-ફુલ રહેવું પડ્યુ.મેં અહીંથીજ ડોકટરની સલાહ મુજબ જરૂરી શોર્ટ બાળકોને અપાવી દીધા હતાં.ડીસેમ્બર મહિનો હતો એટલે થોડી ઠંડી હતી તેથી અમદાવાદ મારા સાસુ-સસરાના ત્યાં રહેવાની મજા  આવતી હતી.ઉમેશે ફાયનાન્સિયલી હેલ્પ કરી અને તેના પેરન્ટસે  ઘર અહીં અમેરિકન સ્ટાઈલનું બનાવેલ જેથી અમને કશી મુશ્કેલી પડી નહી.છતાં ત્રણ, ત્રણ બાળકો સાથે કઈ પણ જવા-આવવામાં થોડી હેરાનગતી લાગે.અહીં ભારતના વાતાવરણમાં બાળકો ટેવાયેલા નહી એથી શર્દી-ઉધરસ,શોરથોટ અને એને લીધે ફિવર આ બધું ચાલ્યા કરે. આને કારણે અમો બહું બહાર ફરવા જવાનો પ્લાન ઓછો કરતાં હતાં. ઘરમાં જ રહી બાળકો સાથે સમય ગાળતા તેથી મારા-સાસુ-સસરાને પણ ગમ્યું. પહેલીજ વખત ગ્રાન્ડ-કીડ્સ  જોયા તેથી તેઓનો હરખ ને ઉત્સાહ અનેરો હતો બાળકોને પણ દાદા-દાદી સાથે રમવાની મજા પડતી હતી..

અમો બન્નેને મળવા એના એક મિત્ર મુકેશભાઈ આવ્યા.ઑપચારિક વાતો થઈ..વાતમાંને વાતમાં મુકેશભાઈએ ઉમેશના બીજા એક મિત્ર સુમિત વિશે વાત કાઢી તો જાણવા મળ્યું કે સુમિત અને તેની પત્નિ ઉમા બન્ને
બસ એક્સીડેન્ટમાં ગુજરી ગયાં હતાં.  અને તેમની પાછળ તેનો ત્રણ વર્ષનો છોકરો મુકી ગયાં…’ મુકેશ, તેના છોકરાની સંભાળ કોણ રાખે છે ?’ ‘કોઈ નહી.’  તેમના નજીકના સંગાઓ  છોકરાને  રાખવા  તૈયારજ નથી..અત્યારે તો  અનાથ-આશ્રમમાં.’  ઉમેશની આંખમાંથી ગંગા-જમના વહેવાવા લાગ્યા.મને પણ દુખ થયું પરંતુ  મારા કરતાં ઉમેશ વધારે લાગણીશીલ બની ગયો હતો..

ઉમેશ સવારે ઉઠીને બાજુંના પાર્કમાં વૉક કરવા ગયો અને હું થોડી મોડી ઉઠી..તો મારી નજર ટેબલ પર પડી.ઉમેશની ચિઠી હતી…’પ્રિય રુકેશા,
ગઈ કાલે જે મારા મિત્રની કરૂણ ઘટના સાંભળી.તેના છોકરાને કોઈ સગાએ  આસરો ના આપ્યો અને બિચારાને અનાથ-આશ્રમમાં જવું પડ્યું. બહુંજ દુઃખ થયુ..મારી એક નમ્ર વિનંતી સાંભળીશ ? આપણે તેના છોકરાને એડાપ્ટ કરી લઈએ તો……?
હું તુરતજ મનોમન બોલી ઊઠી ..’ઉમેશ..ગાંડો થયો છે.આપણું ઘર કઈ ધર્મશાળા છે ? ત્રણ ત્રણ છોકરાઓને ઊછેરવા કેટલો હાર્ડ-ટાઈમ પડે છે. મારે આવા લફરામાં નથી પડવું.મારે કોઈ હવે કુટુંબમાં કોઈપણ જાતની વધારાની જવાબદારી લેવી નથી..હું બહુંજ અપ્સેટ થઈ ગઈ.

ઉમેશ જેવો ઘરમાં આવ્યો તુરતજ મેં તેને બેડરૂમમાં બોલાવ્યો..’આ શું છે ઉમેશ ?’  હું ધુવાપુવા થઈ ગઈ હતી.ભારતમાં લાખો બાળકો અનાથ છે તું કેટલાની ચિંતા કરીશ ? આપણે એટલાં અમીર નથી કે આવી ખોટી જવાબદારી માથે લઈએ. હું કદી પણ આવી જબાવદારી લેવા માંગતી નથી.ઉમેશ કશો પણ ગુસ્સે થયાં વગર મારી વાત સાંભળી રહ્યો હતો..’જો તું મને બોલવાનો ચાન્સ આપે તો મારે કઈક કહેવું છે.’

‘ હું પણ અનાથ હતો.’ ‘શું વાત કરે છે ? તે મારાથી આ વાત કેમ છુપાવી ?’ ‘તેના માટે મને માફ કરજે.કહેવાની તક મળી નથી. અને આ મારા પાલક માતા-પિતાએ સદા પોતાનું સંતાન માનીનેજ મને ઉછર્યો છે,,સારા સંસ્કાર આપી મને ઉચ્ચ શિક્ષણ આપ્યું છે.’ ઉમેશ વાત કરતાં કરતાં ગળગળો થઈ ગયો.મને મારા જન્મ આપનાર મા-બાપ કોણ છે એ પણ ખબર નથી.હું પાંચ વર્ષનો હતો અને અનાથ આશ્રમના મેનેજર   બહું ખરાબ સ્વભાવના હતાં અને એક દિવસ મેં બીજા છોકરા સાથે ઝગડો કર્યો મને આખો દિવસ ખાવા  ના આપ્યું. બહુંજ ભુખ લાગી હતી ત્યાંથી ભાગ્યો. નજદિકના એક પ્લોટમાં પાર્ટી ચાલતી હતી ત્યાં ગયો પણ મારા ચીંથરેહાલ કપડાંમા મને અંદર જવા ના મળ્યુ. રડતો રડતો ભુખ્યો  તરસ્યો ખુણા પાસે બેસી ગયો અને આ મારા પાલક માતા-પિતા  મારા જીવનમાં ભગવાન બની આવ્યા મને ઉગાર્યો..દિકરા તરિકે સ્વિકાર્યો એમને ચારા ચાર સંતાન હતાં છતાં,,,ઉમેશ…I am so sorry…(મને માફ કરજે)..કહી તેને ભેટી પડી..પણ મમ્મી-ડેડીના બીજા ચાર દિકરા ક્યાં છે ? રુકેશા..સૌ ગામમાં રહે છે પણ કોઈ મમ્મી-પપ્પાનું ધ્યાન  રાખતાજ નથી.તેમના માટે તો આપણે બેઉજ જે ગણીએ તે છીએ.’

ઉમેશની ઘટનાએ મારું દિલ પિગળાવી દીધું..ઉમેશના પાલક માતા-પિતા ચાર ચાર સંતાનો હોવા છતાં એક અનાથને આસરો આપ્યો. અને એ અનાથ ઉમેશે આજે જીવનની સુંદર કારકિર્દી  બનાવી એક પ્રેમાળ પતિ એક પ્રેમાળ પિતા બન્યો.જીવનની જવાબદારીમાંથી હું કેમ ભાગું છુ ? હું પણ એક માનવ છું. માનવી પ્રત્યે મારી લાગણી અને પ્રેમ નહી રાખું તો આ માનવજીવન શા કામનું ? બસ મેં  સ્વ.સુમિતના એકલો અટુલા સંતાન  સુકેતુ માટે ફાઈલ કરી દીધું.હવે એ અનાથ નથી..મેં ફાઈલ કર્યું ત્યારે ઉમેશના ચહેરા પર જે ખુશી જોઈ છે તેને  અહીં શબ્દમાં મુકી શકાય તેમ નથી..

આજ હું ચાર ચાર છોકરાની મમ્મી છું એનો મને અનહદ આનંદ છે. સમય જતાં ક્યાં વાર લાગે છે ? સુમિત હાઈસ્કુલમાં  valedictorian  તરિકે ગ્રેજ્યુએટ થયો.  તેના ગ્રેજ્યુએશન સેરિમનિમાં  પ્રિન્સિપલે અમને કહ્યુ. ‘You are very proud  and lucky parents to have this kind of  intelligent kid in your family(તમે નસીબદાર અને ગૌરવશાળી મા-બાપ છો જેના કુટુંબમાં આવો હોશિયાર બાળક  હોય)…સુમિતને  ગ્રેજ્યુએશન સેરિમનિમાં સ્પીચ આપવાની હતી.

‘Mom, thank you for your encouraging words, your advice, and for always believing in me even at times when I gave up on myself. Just as you have stood by me and helped me accomplish so many goals, I hope to be able to fulfill many of your dreams. Dad, thank you for your support, guidance, and for the lifelong values and morals you have instilled in me.(મમ્મી,તમારું પ્રોત્સાહન,સલાહ માટે હું આપનો ઋણી છું તેમજ હું જ્યારે, જ્યારે  નિરાશ થયો છે ત્યારે તમને મારામાં પુરે પુરો વિશ્વાસ રાખી ઉત્સાહ આપ્યો.માર લક્ષ્યને પહોચવા મારી પડખે ઉભી રહી છો.ઈશ્વરને પ્રાર્થુ છું કે આપના સ્વપ્ન સાકાર કરી શકું. ડેડ,આપના માર્ગદર્શન,ટેકા  તેમજ આ જીવનની કિંમત અને ઉદ્દેશ મને સમજાવ્યા  તે બદલ આપનો પણ ઋણી છું).

મિત્રો,મેં મારા માતા-પિતાની છત્રછાયા બહુંજ નાનપણમાં ગુમાવી હતી. એનો મને કશો અફસોસ નથી.પણ આનંદ અને ગૌરવ સાથે કહુંછું કે મારા પાલક માતા-પિતા એક કચરા પેટામાંથી ઉચકી મને એક સ્વર્ગ જેવા ઘરમાં લાવી આસરો આપ્યો, સંસ્કાર આપ્યા,શિક્ષણ આપ્યું ,માર્ગદર્શન આપ્યું છે.આજે  મને જે valedictorian નો એવોર્ડ મળ્યો છે તે એવોર્ડ મારા માતા-પિતાને આભારી છે અને હું તેમને સ્ટેજ પર આવવા વિનંતી કરૂ છું..હું અને ઉમેશ  ભાવ-વિભોર અને ગળગળા થઈ સ્ટેજ પર ગયાં..’Mom, dad, Only you deserve this award,,not only me..all thanks goes to you ..All I needs is you blessing…(મમ્મી, ડેડી..આ  એવોર્ડના આપ અધિકારી છો..હું  નહી. યશ અને જશ અધિકારી આપજ છો.મને તો માત્ર આપના અશિર્વાદ જોઈએ છીએ..) કહી..હજાર પ્રેક્ષકોની હાજરીમાં અમારા ચરણે પડી ગયો….!

આપનો મૂલ્યવાન પ્રતિભાવ જરૂરથી આપશોજી.

October 24, 2011 Posted by | ટુંકીવાર્તા, સ્વરચિત રચના | 11 Comments

આવો આજ હસતા મારે આંગણે,દિવાળી આવી છે

 

આવો આજ હસતા મારે આંગણે,દિવાળી આવી છે,
રંગ-બેરંગી ભાવથી ભીંજાયેલી,દિવાળી આવી છે.

શુભ-લાભના સાથિયા હર આંગણે સજાવતી આવી,
ઘર ઘર લીલા તોરણ બાંધતી ,દિવાળી આવી છે.

સમદ્ધિનો થાળ ભરી લક્ષ્મી આપના દ્વાર આવી,
ત્યજીદો રાગ-દ્વેષ મન માંથી, દિવાળી આવી છે.

કુટુંબના કકળાટને કુંડાળે પધરાવતી કાળી ચૌદશ,
સ્નેહથી સૌને ભેંટીલો ભાઈ, દિવાળી આવી છે.

દિલમાં પ્રેમની જ્યોત જગાવી ભલુ સૌનું કરજો,
વિશ્વ મંગળની ભાવના ભરતી દિવાળી આવી છે.

શાંતીનો સંદેશ લઈ નવુ વર્ષ પધારે છે આંગણે,
રંગીન સ્વપ્નો સજાવતી આજ દિવાળી આવી છે.

દિવાળી-નૂતન-વર્ષ આપ સૌને ફળદાયી નિવડે,આપ સૌની મનમાં માનેલી મહેચ્છા પૂર્ણ થાય અને સમગ્ર વિશ્વમાં  સદા શાંતીની જ્યોત-જલતી રહે,વિશ્વના સૌ ભાઈ-ભાડું એક-મેક બની સૌનું કલ્યાણ કરે એજ“ફૂલવાડી“ના વાંચકોને શુભેચ્છા. દિન-પ્રતિદિન વાંચકોની સંખ્યા “ફૂલવાડી”માં વધતી જાય છે તેનો મને અનહદ આનંદ અને ગૌરવ છે.આપ સૌને મારો હાર્દિક-આભાર.
-વિશ્વદીપ

October 22, 2011 Posted by | વાચકને ગમતું, સ્વરચિત રચના | 5 Comments

શરદ પૂર્ણિમા

courtesy: Facebook

October 15, 2011 Posted by | ગમતી વાતો | 3 Comments

દિવાળી અભિશ્રાપ બની ગઈ !

ચાંદ તને જોઈ શરમાય જાય,
સોળેકળએ રુપ તારુ ખિલ્યું છે,
જોઈ તને મન પાગલ થઈ જાય.

‘બસ કર ભાવિન, what do you want?(તારે શું જોઈએ છે?)’ . ‘તારા આવા સુંદર વખાણ કર્યા તોય તું …’  ‘.ભાવિન, જ્યારે જ્યારે તું  મારા વખાણ કરે છે ત્યારે મને લાગે છે કે તું બહુંજ રોમેન્ટિક મુડમાં…’
‘યાર…તારી જેવી રુપાળી સ્ત્રી મળે ને હું રોમેન્ટિક ન થાઉ તો…એ  શક્યજ નથી…ચાંદની પોતાનું રૂપ કળશ ભરી ભરી ઢોળતી હોય અને હું ખોબે ભરી પિઉં નહી.. હું નિષ્ક્રીય પતિ કહેવાઉ……’  ‘વાહ! વાહ..કવિજી, આવી મીઠી મધુરી વાત કરી…મને પિગળાવવા માગો છે’. ‘હની, વિકેન્ડ છે…રજામાં મજાતો કરવીજ જોઈએ ને ?…Please my sweet heart…miss..shreya.
let’s roll the good time..’ (મારા હ્ર્દયની રાણી..મીસ શ્રેયા…એક સુંદર પળમાં ખોવાઈ જઈએ!)…O.K  finaly you win…( ઑકે..તારી જીત થઈ.)..

ભાવિનને દસ વર્ષ પહેલાં  ગુજરાતી સમાજની દિવાળી પાર્ટીમાં મળી હતી અને પહેલી નજરમાં નયનમાંથી તસ્વિર સીધી હ્ર્દયમાં ઉતરી ગઈ. એક પ્રેમાળ પતિ , એક જીગરી દોસ્ત, સ્ત્રીના જીવનમાં જીવનસાથી બની આવે તો સ્ત્રીનું જીવન ધન્ય બની જાય. હું કેટલી નસીબવંતી છું.  એજ ફળશ્રુતી રુપે પ્રિયા અમારી દીકરી પરી સ્વરૂપે જીવનબાગમાં આવી. અમારું જીવન ધન્ય ધન્ય બની ગયું.

ભાવિન ભારતમાં જન્મ્યો છે.પરંતુ ત્રણ વર્ષની  નાની ઉંમરે તેના મા-બાપ સાથે  અમેરિકા આવી ગયેલ અને કોમ્પુટર સાયન્સમાં ડીગ્રી અને એમ.બી.એ. કરી  આઈ.બી.એમ. કંપનીમાં મેનેજર તરીકે જોબ કરે છે.અમો બન્ને  લગ્નબાદ ઓસ્ટીન ટેક્ષાસમાં સ્થાઈ થયા. મેં સી.પી.એ ડીગ્રી પ્રાપ્ત કરી ચીફ-એકાઉન્ટન્ટ તરિકે હોસ્પિટમાં જોબ કરતી હતી.અમો બન્ને આર્થિક રીતે ઘણાં સુખી હતાં.અમારું બે માળનું પાંચ બેડરૂમનું મકાન Lake front(તળાવના કિનારે) હતું. જેમાં મારા માતા-પિતા સમાન સાસુ-સસરા માટે નીચે બેડરૂમ અને એટેચ ગરાજ અને ફૂલ-બાથરૂમ કરાવેલ જેથી મોટી ઉંમરે  દાદરા ચડવા ના  પડે.ભાવિનના માતા-પિતા મને દીકરી તરીકે જ પ્રેમ-ભાવ આપતાં.મારા મમ્મી-ડેડીને હું અવાર-નવાર આર્થિક રીતે મદદ કરતી ત્યારે ભાવિન કહેતોઃ ‘શ્રેયા,તારા મમ્મી-ડેડી માટે પણ આપણે આપણાં ઘરની નજીક બે-બેડરૂમનું મકાન બંધાવી લઈએ જેથી એ નિવૄત થાય ત્યારે આપણે તેમનું ધ્યાન પણ રાખી શકીએ’.આવા ઉમદા વિચાર  એક પ્રેમાળ પતિમાં આવે એ પત્નિનું જીવન સ્વર્ગમય બની જાય!

‘શ્રેયા, દિવાળી નજીક આવી રહી છે.આ વખતે આપણે બન્ને એક સુંદર પાર્ટીનું આયોજન કરીએ’ ‘ભાવિન,તને ખબર છે કે મારે બેબી નવેમ્બરમાં ડ્યુ છે અને મારાથી હવે બહું બોજો ઉઠાવી  નથી શકાતો. આપણાં ગ્રૂપમાં આપણેજ હંમેશા દિવાળીની પાર્ટીનું આયોજન કરતાં હોઇએ છીએ  તો આ વખતે કોઈ બીજા મિત્રને તક આપીએ.’  ”હની, તને આ વખતે કશી જવાબદારી નહી આપું હું અને મુકેશ બન્ને સાથે મળી પાર્ટીનું આયોજન કરીશું.’  ‘ઑકે…બાબા. મને ખબર છે તને હંમેશા આ જવાબદીરી લેવી ગમે છે.’ ‘ ‘શ્રેયા,બસ તું હસતી રહે અને આપણાં  બેબી-બોય માટે પણ   સારું કહેવાય.વાતનો દોર બદલતા ભાવિન બોલ્યો. ‘શ્રેયા,પ્રિયાનું નામ તે સિલેકટ કર્યું આ વખતે હું બેબી-બોયનું નામ સિલેકટ કરીશ..હા બોલ..તે શું નામ પસંદ કર્યું છે ?’  ‘ભાવેશ….ભાવિન..ભાવેશ..ભ…ભ એકજ  રાશી.’  ‘વાહ.. મને  પણ આ નામ ગમ્યુ.’ ‘હની…”I can not wait to see our Bhavesh.’ I am so exited Shreya.( ભાવેશ ને જોવા હવે અધુરો થઈ ગયો છું. શ્રેયા, હું બહુજ ખુશ છું). ઉપરવાળાની દયા-પ્રેમ સદા રહ્યો છે..એક બેબી અને એક બાબો બસ હવે અહીં ફેમીલીની મર્યાદા બાંધી લેવાનું નક્કી કર્યું.

અમારા ગ્રુપમાં પચ્ચીસ ફેમિલી છે અને તેના માટે નાનો એવો હોલ, ઉપરાંત પાર્ટી માટે ફુડ..સોફ્ટ ડ્રીન્કસ, હાર્ડ લીકર ,પેપર પ્લેટ્સ,એપેટાઈઝર,ઘણી બધી વસ્તું નું ધ્યાન આપવાનું હોય છે પણ ભાવિનને શોખ અને ઉમળકો બન્ને છે.He loves party,and me too.( તેને પાર્ટી કરવી બહુંજ ગમે…મને પણ એવુંજ છે)અમારા ગ્રુપમાં સૌ ભાવિનના વખાણ કરતાં થાકે નહી.

સમય, સ્થળ અને ફુડ નક્કી થયાં અને દરેક વ્યકતિ દીઠ ૧૫ ડોલર્સનો ખર્ચ આવે એ ગણત્રી સાથે દિવાળીના આગલા વિકેન્ડમાં દિવાળી પાર્ટી ઉજવવાનું નક્કી કર્યું, સૌ મિત્રોને ઈ-મેલ કરી વિગત આપી અને  આર.એસ.વી.પી પાર્ટી પહેલાંના અઠવાડિયા જાણ કરવાં જણાવ્યું. ટોટલ મિત્રો અને બાળકો સાથે ૬૦ માણસોની  ગણત્રી થઈ.અમારા ગ્રુપમાં ભોજન બાદ અંતાકક્ષ્રરી, જોક્સ તેમજ એક બે મિત્રો સુન્દર ગાય છે તેના ગીતો  રાત્રીના એક વાગ્યા સુધી ચાલે.

‘ શ્રેયા, પાર્ટીનો સમય સાંજે સાત વાગ્યાનો છે પણ આપણે મોડામાં મોડું પાંચ વાગે તો પહોંચવું જોઈએ.’ ‘ભાવિન બરાબર છે પણ આ વખતે.’  ‘હા.તું આરામ કરજે બસ હું બીજા મિત્રોને પણ વહેલા બોલાવી લઈશ જેથી કામમાં  મદદ કરી શકે.’  ‘I love you Bhavin…Me too.(  ભાવિન.હું તને હંમેશા ચાહુંછુ…હું પણ..)

‘શ્રેયાભાભી pregnant(સારા દિવસો)  હોવા છતાં તમો બન્ને એ ખુબજ મહેનત કરી આ પાર્ટીનું આયોજન કર્યું છે તેના માટે સૌ મિત્રો આપનો આભાર વ્યકત કરે છે. મુકેશભાઈએ સૌની વચ્ચે આવી કહ્યું..Please give them a big hands..(સૌ તેમને તાળીઓથી વધાવી લો..)..સૌ એ આભાર , ‘Happy Diwali’  કહી એક પછી એક  રાત્રીના એક વાગે છૂટા પડ્યા.અમો અને બે-ત્રણ  મિત્રોને બધું સમેટતા બે વાગી ગયાં…હોલથી અમારું ઘર ૧૦ માઈલ છે. મેં ભાવિનને કહ્યું.
‘ભાવિન, તે ડ્રીન્ક લીધું છે તો કાર હું ચલાવી લઉં છું..નાના હની,  પ્રિયા સુઈ ગઈ છે.  Honey, you are almost nine months pragnant..I do not want to give you driving stress( હની, તને  નવમો મહિનો બેસી ગયો છે અને હું તને આ કાર ચલાવાનો ખોટો બોજો આપવા માંગતો નથી)   તું પાછળની સીટમાં પ્રિયાની બાજુંમાં બેસી કાર સીટમાં તેણીને સુવાડી દે.હું એને ઉંચકી કારમાં લઈ જાઉ છું.’ ‘પણ ભાવિન..તે બે-ત્રણ ડ્રીન્ક લીધા છે અને મને ચિંતા થાય છે.’ ‘હની..મને કશી ચડી નથી…હું ઓ કે છું.’

રાત્રીનો સમય હતો અને આગળ દલીલ કરવાનો કોઈ અર્થ મને લાગ્યો નહી.આમેય ભાવિન મને કદી પણ રાત્રીના ડ્રાઈવ કરવા દેતો નથી..ઘર બહું દૂર નહોતું અને ભાવિન આમેય બહુંજ કેરફુલ ડ્રાઇવર છે..એને કદી પણ ટ્રાફિક ટીકીટ મળી નથી.

૨૯૦ હાઈવે પરથી ૩૫ નોર્થ લઈ રોકફર્ડ માટે બીજી Exit લઈ ફીડર રોડ પર જઈ રહ્યાં હતાં. અચાનક  ભાવિનને જોકું આવી ગયું કે શું થયુ ?  કશી ખબર ના પડી…સામેથી આવતા એક મોટા પિકઅપ સાથે…મારાથી ચીસ પડાઈ ગઈ…’ભાવિન’….ભાવિનનો પણ ‘શ્રેયા’નો છેલ્લો અવાજ..બસ પછી શું થયું તેનો કશો મને ખ્યાલ નથી…

હોસ્પિટલમાં જેવી જાગી ત્યારે ખબર પડી કે પ્રિયા કાર સીટના બેલ્ટને લીધે સંપૂર્ણ સલામત હતી અને..મને તાત્કાલિક Cesarean (પેટ-ચીરી)ને બેબી-બોય-ભાવેશનો જન્મ આપ્યો.અમને હેલિકૉપટરમાં હોસ્પિટલામાં લાવવામાં આવ્યા હતાં..મેં ભાવેશને મારી બાજુમાં લીધો અને   તુરતજ સવાલ કર્યોઃ’ Where  is my husband ? is he OK ?( મારા પતિ ક્યાં છે ? એ બરાબર તો છે ને ?)…He is in another room..he will be OK(એ બીજા રૂમમાં છે..એમને કોઈ વાંધો નહી આવે..) મને બેઠો માર ઉપરાંત સિઝિરિયન એટલે નબળાઈ અને દર્દ ઘણું હતું..મારા સાસું સસરા સૌ ભાવિન સાથે હતાં. મારી ચિંતા વધવા લાગી.મેં ડોકટરને વિનંતી કરી કે મને સાચું કહો..ડૉ. સ્મિથે મને કહ્યું કે ડૉ.પેટરસન તમને સાચી હકિકત કહી શકશે.એ તમારા પતિની સારવાર કરે છે.

બેબી બોય ભાવેશની ખુશાલી જાણે એક ચક્રવ્યુંમાં ફસાઈ ગઈ હતી. ભાવિનજ મને એ ચક્રવ્યું માંથી બહાર લાવી ખુશીના રંગોથી રંગી શકે…બે કલાક  બાદ ડો.પેટરસન આવ્યા..કહ્યું.’Your husband has been badly injured and right now he is in comma.he has multiple injury in his head..he is in critical condition..can not tell what going to happen..hope for good.’ (તમારા પતિને બહુંજ વાગ્યું છે..અત્યારે એ બેભાન અવસ્થામાં છે.એકદમ ખરાબ પરિસ્થિતીમાં છે…સારું થઈ જાય એવી આશા રાખીએ)..આવા સમાચારથી મારું મગજ ભમવા લાગ્યુ,,એકી સાથે હજારો ખરાબ વિચારોનો હુમલો એકી સાથે થવા લાગ્યો..શું કરીશ ?  સ્વર્ગ જેવી જિંદગીએ અચાનક રંગ બદલી નાંખ્યો! મને વ્હીલચેરમાં ભાવિનના રૂમમાં જોવા લઈ ગયાં..ધ્રુસકે ધ્રુસકે રડી પડી.મોઢા પર,માથામાં ચારે બાજું એટલી બધી પટ્ટી તેમજ પ્લાસ્ટિક ભુંગળીઓ હતી કે એનો ચહેરો પણ જોઈના શકી.નિરાધાર સાસુ-સસરા મૌન બની આંસુની ધારામાં ગરકાવ હતાં. મને નર્સ તુરત મારા રૂમમાં લઈ ગઈ.સૌ મિત્રો પણ ત્યાં ઉભાપગે હાજર હતાં. પ્રિયાને કારસીટને લીધે કશું વાગ્યું નહોતું અને પ્રિયાને મારી બહેનપણી શિલા તેના ઘેરે લઈ ગઈ હતી..

ચાર દિવસ પછી મને રજા આપી..ભાવિન હજું બેભાન અવસ્થામાં જ હતો..ડૉ.પેટરસને મને પોતાની ઓફીસમાં બોલાવી.  હું અને સાસુ-સસરા અને એક મિત્ર સૌ સાથે ગયાં. ‘મને કહેતાં દુઃખ થાય છે કે આપના પતિ બેભાન અવસ્થામાંથી કદી પણ બહાર આવી શકશે નહી..His brain is dead..(મગજ મૃત્યુ અવસ્થામાં છે).અત્યારે દવા અને લાઈફ-સપોર્ટથી જીવી રહ્યો છે…તમે જે નક્કી કરો એ મને તાત્કાલિક જાણ કરશો..

દુઃખ આવે છે ત્યારે એની તાત્કાલિક કોઈ દવા હોતી નથી.’ભાવેશને જોવા ભાવિનને  અધુરાઈ આવી ગઈ હતી..કેટલો આનંદીત હતો ? હું ભાવેશ આવશે તો આમ કરીશ ..તેમ કરીશ  કેટલાં સ્વપ્ના સેવ્યા હતાં ? શું મારે ભાવિનની જિંદગી નક્કી કરવાની ? આવા સારા દિવાળીના દિવસોમાં આમ કેમ બની ગયું! દિવાળીનો ઉત્સાહ કેમ શ્રાપ બની ગયો? સાસુ-સસરા એટલા ઢીલા પડી ગયાં હતાં કે એક શબ્દ બોલવા કે  સલાહ આપવા શક્તિમાન નહોતા..ગાંડા..ગાંડા જેવા થઈ ગયાં હતાં…

 જીવાડુ..તો એ રિબાતો રહેશે..એને તો કશી ખબર નહી પડે.. આ જીવતા મૃત્યુ દેહને ઘરમાં રાખું ? જો જીવનદોર ખેચી લઉ તો…મારી જાતને ધિક્કારીશ..મારી જાતને હંમેશા દોષિત ગણીશ…મુઝવણમાં મુકાઈ ગઈ  છું..હું શું કરૂ ?

આપ આપનો પ્રતિભાવ જરૂરથી આપશોજી

October 13, 2011 Posted by | ટુંકીવાર્તા, સ્વરચિત રચના | 11 Comments

મારી યશોદા મૈયા !

શિકાગો શિયાળામાં ખુદ સ્નોની ચાદર ઓઢી  શિકાગોવાસીઓને  પગથી માથા સુધી સૌને ગરમ-કપડા પહેવાની ફરજ પાડે છે. અને આ  આ વિન્ડી સિટીમાં ત્રણ મહિના સુધી હાડકા સોસરવી ઠંડી  આપી ઘડીભર તો ત્યાંથી બીજા વૉર્મ સ્ટેટમાં મુવ થઈ જવા વિચારતા કરી દે!  ઉનાળાની ગરમી સહન થાય પણ આ વિન્ડી-સીટીમાં ટેમ્પરેચર માઈનસ ૧૫ ડીગ્રી હોય પણ મેશિગન લેઈક પરથી ફૂંકાતા પવનને લીધે માઈનસ ૬૦ ડીગ્રી જેવી અસર લાગે !હું નાની હતી અને એકની  એક દીકરી  અને સ્પોઈલ હતી.થોડો સ્નો પડે એટલે મમ્મીને કહું કે મારે બહાર જઈ સ્નો-મેન બનાવવો છે. આવી મારી જીદમાં બીજા બાળ મિત્રો સાથે રમતા રમતા સ્નો માં પડી અને  તાત્કાલિક ઈમરજન્સીમાં લઈ ગયાં.  જમણા પગની થાઈ માં ફ્રેકચર નિકળ્યું  એટલે  ત્રણ મહિના પથારી વશ પડી રહી.બીજા વર્ષે  ફરી સ્નોમા પડી અને હાથમા ફ્રેકચર! મમ્મી-ડેડીએ નિર્ણય લીધો કે બીજા વોર્મ સ્ટેટમાં મુવ થઈ જઈએ..ટેક્ષાસ સ્ટેટમાં મુવ થવાનું નક્કી કર્યું, ડેડીને ઓઈલ કંપનીમાં સારી જોબ મળી ગઈ અને મમ્મીને બેંકમાં અમો હ્યુસ્ટન મુવ થઈ ગયાં કે જ્યાં કદી હેવી સ્નો કે હાડકા સોસરવી ઠંડી પડે જ નહી!

છ મહિના એપાર્ટમેન્ટમાં રહ્યાં બાદ અમો એ ચાર બેડરૂમનું બ્રાન્ડ-ન્યુ ઘર લીધું. બેક યાર્ડમાં સ્વીગ સેટ મમ્મી-ડેડીએ મુકાવ્યો. હું સ્કુલેથી બે કલાક બેબી સિટરને ત્યાં રહું અને મમ્મી મને પાંચ વાગે જોબ પરથી છૂટી પિક-અપ કરી લે જેવી ઘરમાં આવું  એવીજ બેક-યાર્ડમાં.અહીં હ્યુસ્ટનના વેધરમાં અમો સૌને ફાવી ગયું.અહીં વરસાદની કોઈ સિઝન નહીં ગમે ત્યારે પડે! અને જુન થી નવેમ્બર સુધી “Hurricane season”(વાવાઝોડની ઋતુ )સ્નોથી બચ્યા પણ ઉનાળામાં ” Hurricane and Tornado”(વાવાઝોડ-તોફાની પવન) અહીં અવાર-નવાર અણધાર્યા મહેમાન બની જાય!

સપ્ટેમ્બરની મી ૨૦ તારીખ મને બરોબર યાદ છે.હરિકેન “કારલો” Gulf of Mexico(મેક્ષીકો નો દરિયો)થી  વેસ્ટ  ટેક્ષાસ તરફ  ૧૦૦ માઈલના વિન્ડ સાથે મુવ થઈ રહ્યો હતો અને તેમાં Galveston થી સાઉથ corpus Christi વચ્ચે હિટ થવાની પુરેપરી વૉર્નીંગ હતી. મમ્મી-પપ્પાએ precaution   તરિકે ઘરમાં કેન-ફુડ અને ડ્રાય-ફૂડ, બેગ્સ ઓફ ચિપ્સ  તેમજ ત્રણ ચાર કેઈસ બૉટલ વૉટર્સ,કેન્ડલ્સ,એક્સ્ટ્રા બેટરી ઘરમાં રાખેલ.

૧૯ સપ્ટેમ્બરની સાંજે મમ્મી અને હું એકલા હતાં, ડેડીને જોબના કામે ન્યુયોર્ક ગયા હતાં,સાંજે ડેડીનો ફોન આવ્યોઃ  ‘હરિકેન ‘કારલો’ ગેલ્વેસ્ટન પર હીટ થવાની પુરેપુરી શકતા છે તમો બહું જ કેરફૂલ રહેજો. આ હરિકેનને લીધે હ્યુસ્ટનની બધી ફલાઈટ કેન્સલ થઈ છે જેથી હું આવી શકું તેમ નથી. મને  તમારી બહુંજ ચિંતા થાય છે કે હ્યુસ્ટનમાં મુવ થયાં પછી આ પહેલો હરિકેન આવે છે અને તમો લોકોને  આ બાબતથી કશો અનુભવ નથી.એવું હોય તો તમો આપણાં મિત્ર સુભાષને ત્યાં જતા રહેજો…’હની, તમો બહું ચિંતા ના  કરો આપણે ગેલ્વેસ્ટનથી ૭૦ માઈલ દૂર છીએ..હરિકેન-કારલો માનો કે હીટ થાય તો પણ હ્યુસ્ટન આવતા તેનો વિન્ડ ઓછો થઈ જાય…’ ‘પણ હની.. અત્યારે તેનો વિન્ડ હરિકેન કેટેગરી પહેલાંમાં  છે અને  ૧૫૦ માઈલની સ્પીડ છે.’ .’મુકેશ તું ચિંતા ના કર હું આવતી કાલે જોબ પર નથી જવાની અને લતાની સ્કુલ પણ આ હરિકેનને લીધે બંધ છે..તું   કશી પણ અમારી ચિંતા ના કરતો..હરિકેન અને ટોરનેડોમાં શું, શું પ્રિકૉશન લેવા જોઈએ તેમજ  મેં સેઈફટી માટે શુ, શું કરવું જોઈએ તે મે બે વખત વાંચી લીધું છે..’ ‘શીલા મને ખબર છે તું આ બાબતમાં બહુંજ સાવચેત અને હોશિયાર છે પણ..’  ‘.મુકેશ..તારા પાસે થી હું ઘણું શિખુ છુ..ચિંતા ન કર.. ઓ,કે હની..આ ઈ લવ યું! બાય મુકેશ!

મને મમ્મીએ આજ રાતે તેણીના બેડરૂમમાં  સુવાડી. સવારના
ચાર વાગ્યા હશે..એક ભયંકર  અવાજ આવ્યો..હું અને મમ્મી સફાળા  જાગી ગયાં ને હું રડતી રડતી મમ્મીને ભેટી, પડી…લતાબેટી ગભરાઈશ નહી..હું છું ને!લાગે છે કે હરિકેન કારલો ગેલ્વેસ્ટનમાં હીટ થયો છે!..મમ્મી. લાઈટ કરને..અંધારામાં બીક લાગે છે..બેટી લાઈટ જતી રહી લાગે છે..મમ્મીએ ફ્લેશ-લાઈટ અને કેન્ડલ સળગાવ્યા અને બેટરી ઓપરેટેડ રિડિયો ચાલુ કર્યો તો સમાચાર આવ્યા કે..’કારોલો ૨.૩૦ વાગે ગેલ્વેસ્ટન ને હીટ થયો છે અને મુવીગ નોર્થ-વેસ્ટ..સમગ્ર ગેલ્વેસ્ટન પાંચ થી છ ફૂટના પાણી ભરાઈ ગયાં છે અને ભારે નુકશાન સાથે  આખું શહેર ઈલેકટ્રીક વગર  પાણીમાં છે. તેમજ હ્યુસ્ટનમાં પણ હેવી વિન્ડ અને ટોરનેડાને લીધે ઈલેકટ્રીસીટી નથી..આખા શહેરમાં ટોરનેડો હેવી વિન્ડ અને સાતથી ૧૦ ઈન્ચ વરસાદ પડવાની પુરે પુરી શકતા છે..’

મમ્મી…હવે શુ કરીશું ? હું તો બહુંજ ગભારાયેલી હતી.વિન્ડ પર જોર જોરથી ફૂંકાવા લાગ્યો..બેટી ચિંતા ના કર હું છું ને! જોર-શોરથી વિજળીના કડાકા-ધબાકા થવાની શરૂઆત થઈ ગઈ..રેડિયો પર અમારા એરિયામાં ટોરનેડો હીટ થવાની વોરનીંગ આવવા લાગી..’મમ્મી મારાથી જોરથી બુમ પડી ગઈ..બેકયાર્ડમાં ટ્રી કડાકા સાથે..તુટ્યું! નસીબ જોગે એ ફેન્સ પર પડ્યું ઘર પર ના પડ્યું! પવન ભયંકર રીતે ફૂકાવો લાગ્યો..બેટી..ટોરનેડો  આપણા એરિયામાંથી જ પસાર થઈ રહ્યો છે..ચાલ આપણે બન્ને મારા બેડરૂમના  બાથરૂમમાં જતા રહીએ..એજ સિક્યોર અને સેઈફ
જગ્યા છે..ભયંકર અવાજ થયો જાણે અમારા ઘર પર પ્લેઈન પડ્યું હોય!નજર કરી તો ઘરનું રુફ પવન સાથે  ઉડી ગયું ..મમ્મી અને હું બન્ને બહુંજ ગભરાઈ ગયા.ઉપર આકાશ અને નીચે અમો ,ખુલ્લી ચાર દિવાલ વચ્ચે..બાથરૂમમાં…કઈ આકાશમાંથી જોરદાર વસ્તું પડતી જોઈ અમારા પર…એ..પછી શું થયું….ખબર ના પડી….

મારી મમ્મી ક્યાં છે ?  હોસ્પિટમાં મેં નર્સને સવાલ કર્યો…
તારી મમ્મી…..’હલ્લો  ગુડ મોર્નીગ લત્તા ‘ ડોકટર રૂમમાં આવ્યા…
ડોકટરને મેં ફરી સવાલ કર્યો..મારી મમ્મી ક્યાં છે! એ રિકવરી રૂમમાં છે અને તારા ડેડી હમણાંજ આવવા જોઈએ…મારા ડેડી ન્યૂ-યોર્કથી આવી ગયાં ?ટોરનેડો હીટ થયાં બે દિવસ થઈ ગયા હતાં એ પણ મને ખ્યાલ ના રહ્યો.

‘ I am sorry my sweet heart…” Daddy,( મને માફ કર મારા હૈયાના હેલ..) ‘ડેડી’, કહી લતા ધ્રુસકે રડવા લાગી..ડેડી મારી મમ્મી …ક્યાં છે?..મને કહો કહી હું જીદ લઈને બેઠી બસ મને મમ્મી પાસેજ લઈ જાવ…ડોકટર, ડેડીની પાસેજ બેઠાં હતાં..ડોકટરે ડેડીના કાનમાં કહી કહ્યું ને ડેડી રડતા અવાજે મને સાચું કહ્યું. ‘Mom, is no more…she saved your life by became a shield when a  big   object dropped from the  sky.( મમ્મી. આ દુનિયામાં રહી નથી…તેણીએ જ તારી જિંદગી બચાવી બેટી..જ્યારે આકાશમાંથી  એક મોટી વસ્તું તમારા પડી ત્યારે એ તારી ઢાલ બની ગઈ!)…

‘મેં મારી જન્મ આપનાર મા ને જોઈ નથી, છ મહીના નાની હતી અને  મને અનાથ આશ્રમમાંથી અહી અમેરિકા લાવી એજ મારી સાચી જનેતા.  પાલનહાર યશોદા-મૈયાએ મારી જિંદગી બચાવી.’

આપનો અમૂલ્ય પ્રતિભાવ જરૂર આપશોજી.

October 5, 2011 Posted by | ટુંકીવાર્તા, સ્વરચિત રચના | 10 Comments

દાદા-દાદી અમેરિકા આવ્યા..!!!

દાદા-દાદી અમેરિકા આવ્યા,આવી એવા ખશુ ખુશ થઈ ગયા,
હેમ-સેન્ડ્વીચ, બલોની સેન્ડવીચ રોજ રોજ ખાતા થઈ ગયા.

સાડીને ધોતિયું બન્ને ઘર કામમાં  એતો  લુછણિયા  થઈ  ગયાં,
દાદાએ પેર્યું પેન્ટ-શર્ટ ને દાદીમા  તો સ્કર્ટ પહેરતા  થઈ ગયાં.

દાદા-દાદી   સૌને હવે ‘યસ-નો’ માં  વાત  કરતા થઈ  ગયા,
રેફ્રીજરેટરને “બાપ” ને માઈક્રોવેવને “મા”  માનતા થઈ  ગયા.

બેડીંગ શુટ ને શોર્ટમાં  સ્વીમીંગ-પુલમાં મજા માણતા થઈ ગયા,
બ્રેડ સાથે દાળ , સલાડ-સુપમાં  ભાખરી   ખાતા   થઈ  ગયાં.

‘હની લવ યુ’ને કીસ કરી એતો અમેરિકન સિટિઝન થઈ  ગયાં,
જમતા પે’લા વાઈન ને જમ્યા બાદ ‘પાઈ’રોજ ખાતા થઈ ગયાં.

September 28, 2011 Posted by | સ્વરચિત રચના | 7 Comments

વૃક્ષ વૃધ્ધ થયું છે!

વૃક્ષ  વૃધ્ધ  થયું છે,
સુકાઈ ગઈ છે  ડાળી ડાળી,
પર્ણ જ્યાં ખરી પડ્યા છે…વૃક્ષ  વૃધ્ધ  થયું છે.

કીડી ધીરે ધીરે મૂળ ખાય છે,
સર્પ થડ સાથે વિટળાઈને
ભરડો લઈ રહ્યો છે…વૃક્ષ  વૃધ્ધ  થયું છે..

પંખી આસપાસ કિલકિલાટ કરતા નથી,
વાયુ લહેરાય  છે આસપાસ,
ને ડાળીઓ પણ તુટતી જાય છે…વૃક્ષ  વૃધ્ધ  થયું છે..

કોઈ  આસ પાસ  હવે રહ્યુ નથી,
બસ સુકાયેલા  થડને,
કઠીયારો કાપવા ઉભો છે…વૃક્ષ  વૃધ્ધ  થયું છે.

September 26, 2011 Posted by | ગીત, સ્વરચિત રચના | 3 Comments

મારી દીકરી મળી ?

ગરાજ-ડૉર ખોલવાનો  અવાજ આવ્યો..રીના એ ઘડિયાળ તરફ નજર કરી, રાત્રીના બે વાગ્યા હતાં.રિયાએ કાર ગરાજમાં પાર્ક કરી કિચન ડોરમાંથી ઘરમાં પ્રવેશ કર્યો..’મમ્મી..તું હજું જાગે છે ?’ તને ખબર છે બેટી કે તું જ્યાં સુધી  સહીસલામત ઘરમા ન આવે ત્યાં સુધી મને કોઈ દિ ઊંઘ આવી છે? મમ્મીએ સામો સવાલ કર્યો..’ઑકે મમ્મી..તારે કાલે વહેલાં ઉઠી જોબ પર જવાનું છે અને મારે કાલે પહેલો ક્લાસ ૧૧.વાગે શરૂ થવાનો છે તેથી  મને તો પુરતો આરામ મળી જશે!’ ‘Tell me..Did you have a fun in Garba?…Yes mom..can we talk tomorrow ?’
‘OK..Beti…good night’…’good night’(‘તું મને કહે કે ગરબામાં મજા આવી ?  હા.મમ્મી..આપણે  આવતી કાલે વાત કરીએ તો..? ઓકે..બેટી..શુભરાત્રી…શુભરાત્રી..)

રિયાને કોલેજનુ પહેલું વર્ષ હતું, રિયાને એક જ મહત્વકાંક્ષા છે.’ બસ હું  એક સફળ ડોકટર બની મારી મમ્મીનું સ્વપ્ન સાકાર કરું.મમ્મીએ ભોગવેલી ભયંકર યાતના અને એ પણ એકલા હાથે અને સિંગલ પેરેન્ટ તરીકે મને પિતાનો પ્રેમ એટલો આપ્યો છે કે મને પિતાની જરી પણ ખોટ વરતાતી નથી.

રિયા હાઈસ્કુલમાં valedictorian( સૌથી પ્રથમ) હતી તેથી કોલેજમાં ૧૦૦% સ્કોલરશીપ મળી હતી, ટેક્ષાસની ટોપ યુનિવર્સિટીમાં તેની સ્ક્લોરશીપ સાથે એડમીશન મળતું હતું પણ રિયાએ મમ્મીને કહ્યું. ‘મૉમ..હું તારાથી દૂર જવા નથી માંગતી’.'પણ બેટી..તને સારી યુનિવર્સિટીમાં એડમીશન મળતું હોય તો તું મારી ચિંતા ના કર.તારું ભવિષ્ય અને કારકિર્દી માટે હું ગમે તે ત્યાગ કરવા તૈયાર છુ.”મમ્મી..હું અહી લોકલ યુનિવર્સિટિમાં રહીને પણ એક સારી ડૉકટર બની શકું તેમ છું તો હું તને છોડી ક્યાંય બીજે જવા નથી માંગતી.

રિયા એની મમ્મી જેવી જ સુંદર અને ઘાટીલી, નમણી હતી. એથીજ જુનિયરમાં ‘મીસ હ્યુસ્ટન’ તરીકે વર્ણી થઈ હતી.સાથો સાથ ભારતિય સંસ્કારો-સંસ્ક્રુતી તેણીમાં ભારોભાર ભર્યા હતા.ગરબા-અને ફિલ્મી ડાન્સમાં ઘણીવાર પહેલી આવી ઘણા એવૉર્ડ જીત્યા છે.રીનાની એ ડુપલીકેટ હતી..મા-દીકરી સાથે જતાં હોય તો કોઈને એમજ લાગે કે બે સહેલીઓ છે!રીના અને રિયા એટલા ક્લોઝ છે કે રિયા, મમ્મીની દર્દભરી જિદગીનો એક હિસ્સો બની ગઈ છે.એથીજ મમ્મીની દીકરી સાથે  એક દોસ્ત બની ગઈ છે.મમ્મીને  સહેલી માનીને બધીજ પર્સનલ વાત કહેવાની.

‘મમ્મી,આજે છેલ્લા ગરબા છે તો ઘેર આવતાં થોડું મોડું થશે! હા,,આજે તું મારી સાથે આવે તો મજા પડી જાય..આજે ગરબામાં costume competation(વસ્ત્ર-હરીફાઈ)છે ..બેટી,આજ સવારથી આ મારી એલરજી મને પજવી રહી છે..માથું  ફરતું હોય એવું લાગે છે..મમ્મી..તને એવું લાગતું હોય તો હું આજ નહી જાવ! તને કંપની આપુ…ના ..બેટી..I will be all right! don’t worry!( મને વાંધો નહી આવે ,તું ચિંતા ના કર..)..’ડાઉન-ટાઉનમાં ગરબા છે બેટી  બહું કેરફુલ રહેજે..કોઈ સહેલી સાથે રહેજે અને દૂર પાર્કિગ નહી કરતી.’ ‘હા..મમ્મી મારી ખાસ સહેલી લીસાને મારી કારમાં સાથે લઈ જઈશ.એટલે..એક સે ભલા દો..સલામત રહેવાય.’ ‘.ગુડ-લક બેટી..મને ખાત્રી છે કે તું સ્પર્ધામાં પહેલી આવીશ.’ ‘Thanks Mom….. God bless you beti(મમ્મી…આભાર…..બેટી..ઈશ્વર તારી રખેવાળી કરે)..

‘રિયા જોતજોતામાં ૧૯ વર્ષની થઈ ગઈ અને હું ૩૯ની.૨૦ વર્ષ પહેલાં પ્રણયના આવેશમાં આવી મેં અને જયે કરેલી ભુલ જયે ના સ્વિકારી, નાદાન નિકળ્યો.મારા મા-બાપનો મને ટેકો ના મળ્યો છતાં એકલા હાથે ઝઝુમી.જોબ  સાથે પાર્ટ-ટાઈમ કોલેજ અને રિયાને બેબી-સિટરમાં મુકતી. એ દિવસો યાદ આવે સાથે આંસુ આવે છે પણ મને  ગૌરવ છે કે મારો ગોલ પુરો કરી શકી.’ રીનાએ ૧૮ વ્હીલના લોડ જેવી જબાબદારી એકલા હાથે  ઉઠાવી. એમ.બી.એ ડીગ્રી પ્રાપ્ત કરી આજે માર્શલ ઓઈલ કંપનીમાં મેનેજરની પોસ્ટ ધરાવે છે.દીકરી પણ તેણી જેવી જ હોશિયાર નીકળી તેમાં તેણીનું સઘળુ દુઃખ-દર્દ Flush-out( પલાયન) થઈ ગયું.

ઘડિયાળ તરફ નજર કરી તો રાત્રીના બે વાગ્યા હતાં..’હજું રિયા ના આવી? કાર બગડી હશે ? ‘ કોઈની સાથે  રસ્તામાં કાર એક્સીડન્ટ થયો હશે!’
એક પછી એક વિચારોની ઘટમાળ શરૂ થઈ ગઈ! મા..હોવા છતા પહેલાં આવા ખરાબ વિચારો કેમ આવી જતાં હશે? જેને આપણે અતિ પ્રેમ કરતાં હોય ત્યારે આવા ખરાબ વિચારો પહેલા આવે! અત્યારે રાત્રીના બે વાગે કોને ફોન કરૂ ? રિયાના સેલ પર ફોન કર્યો તો સ્વીચ-ઓફ હતો બે-ત્રણ વખત મેસેજ મુક્યા પણ કશો રિસપૉન્સ ના મળ્યો…ચિંતાની ચિતા વધવા લાગી. ક્યાં જઉ ?  સેકન્ડના કાટા કરતા પણ હ્ર્દયના ધબકારાએ જોર પકડ્યું! રિયાની બહેનપણી જે રિયા સાથે કારમાં જવાની હતી તે લીસાના સેલ પર ફોન કર્યો..’I am not available at this time, please leave your message’(હું અત્યારે ફોન ઉઠાવી શકું તેમ નથી..તમે સંદેશ મુકી શકો છો).વારંવાર અવિરત લીસાને ફોન કરતી રહી..પણ..’Leave a message’(સંદેશ મુકો)સિવાય કશો રૂબરૂ રિસપોન્સ ના મળ્યો.

Finally(અંતે) સવારે સાત વાગે લીસાનો ફોન આવ્યો..’રીનામાસી…સોરી…આન્ટી ‘ બેટી…રિયા હજું ઘેર નથી આવી ? શું કહો છો આન્ટી ? ‘તમો બન્ને સાથે જ એક કારમાં હતાં ને ? રિયા સીધી તારા ઘેર આવી છે ? ‘ના..રીના આન્ટી..તમને કહું કે રાત્રે એક વાગે ગરબા પુરા થયા..’હા,, હા કહે..રિયાને બેસ્ટ કૉસ્ટુમ(best costume) માટે  ટ્રોફી મળી.અને ગરબા પુરા થયા બાદ ભારતથી આવેલ ગરબા ગ્રુપ સાથે એ વાતો કરવા રોકાઈ અને મને ઘેર આવવા રાઈડ મળી ગઈ એટલે હું રિયાને કહી હું ઘેર આવી ગઈ…પણ બેટી મને બહુંજ ચિતા થાય છે.  ‘રીના આન્ટી અમને નજીકમાં પાર્કિગ ના મળ્યું એટલે પાર્કિંગ ત્રણ ચાર બ્લોક દૂર કરવું પડ્યુ હતું. ઓહ માય ગૉડ…એ એકલી રાત્રે પાર્કિંગ લૉટ સુધી ચાલીને ગઈ હશે ? હું બીજી બે-ત્રણ બેનપણીને ફોન કરી તપાસ કરું છુ..આન્ટી, ચિંતા નહી કરતાં…રીનાએ…બે-ત્રણ સહેલીને ફોન કર્યા..સીમાએ કહ્યું. ‘રીના તું પૉલીસને તાત્કાલિક ફોન કરી દે..હું હમણાંજ તારા ઘેર આવું છુ..પોલીસ આવી. ઢગલાબંધ વ્યકતિગત  પ્રશ્નો પોલીસે પુછ્યા.’Mem, soon as we get any information about your daughter,we will let you know.( મેમ,તમારી દીકરી વિશે જેવી માહિતી મળશે તુરત અમો તમને જાણ કરીશું).

બે દિવસ થઈ ગયા રિયાનો કશો પત્તો ના લાગ્યો..લોકોમાં અફવા ઉડવા લાગી.’બહું રુપાળી, બોલકી અને ચાવળી હતી તેથી હજાર છોકરા પાછળ પડે! કોઈ છોકરા સાથે ભાગી ગઈ હશે!..અમેરિકામાં છોકરા ક્યાં કોઈના કાબુમા રહે છે ? રીના.જેવી હોશિયાર સ્ત્રી પોતાની છોકરીને રાત્રે ગમે ત્યાં ભટવા દે છે, ભણેલી છે પણ ગણેલી નથી’.લોકોની જીભ સાપની જેમ ફુંફાડા મારવા લાગી!

વહેલી સવારે હ્યુસ્ટન-પોલીસ રીનાના ઘેર આવી. Did you find my daughter ?( મારી દીકરી મળી ?)…I am sorry Ms.Rina,..we have found your daughter’s car with special licence plate..’RIYA 4 U…car has been located four miles away  from down town in wooded area…is my daughter  ok?…let me finish Ms.Rina….she is not…half naked body….( મીસ રીના,દિલગીરી સાથે કહેતા દુખ થાય છે ..કે તમારી દીકરીની સ્પેસ્યલ લાઈસન્સ પ્લેટ.”.રિયા ફોર યુ”વાળી કાર મળી છે..ડાઉન-ટાઉનથી ચાર માઈક દૂર..ઝાડીના એક ગીચ વિસ્તારમાંથી….મારી દીકરી ઓ.કે છે ?..રીના,મને પુરુ બોલી લેવા દો.. એ ઓ કે ન….થી…તેણીનું અર્ધનગ્ન શરીર….)..’ વાક્ય પુરુ થાય એ પહેલાંજ. એક લાચાર મા ની ..રિયાબેટી’…નામની ચીસ
ઘરની ચારે દિવાલો સાથે જોરશોરથી અથડાવા લાગી!

વાર્તા વાંચ્યા બાદ આપનો પ્રતિભાવ જરૂર આપશોજી.

September 18, 2011 Posted by | ટુંકીવાર્તા, સ્વરચિત રચના | 14 Comments

Follow

Get every new post delivered to your Inbox.

Join 79 other followers